Rakul Preet Singh | બોલિવૂડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) ને વર્ષ 2024 માં તેમના વર્કઆઉટ સેશન દરમિયાન ઇજા થઈ હતી. આ અભિનેત્રી 80 કિલો વજન ઉપાડી રહી હતી ત્યારે તેની કરોડરજ્જુમાં ઈજા થઈ હતી. ડોક્ટરે તેને બે મહિનાનો વિરામ લેવાની સલાહ આપી હતી.
રકુલ પ્રીત સિંહ એ તાજેતરમાં જ શેર કર્યું હતું કે બે મહિના પછી, તે શૂટિંગ માટે તૈયાર છે, પરંતુ ઈજાએ તેના પર ભાવનાત્મક અસર છોડી હતી. તેણે એ પણ કહ્યું કે આ માટે પોતાને તૈયાર કરવા માટે તેણે કેટલી મહેનત કરી છે.
રિકવરી બાદ અડીખમ રકૂલ
રકૂલ પ્રીત સિંહએ કહ્યું કે તેની રિકવરી સફર તેની આગામી ફિલ્મ “મેરે હસબન્ડ કી બીવી” ના ગીત ” ગોરી હૈ કલાઈયાં” પર કેન્દ્રિત હતી કારણ કે તે જાણતી હતી કે ફિલ્મની રિલીઝ નજીક આવી રહી છે. તેણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે “પહેલા અઠવાડિયામાં જ, મેં હાર માની લીધી અને મેં કહ્યું, ઠીક છે. આ એક લેસન છે અને તે મારા માટે શીખવા જેવું છે. હું સ્ટીલની કરોડરજ્જુ બનાવીશ અને આ 2025 માટેનો મારો સંકલ્પ છે.’
આ પણ વાંચો: Loveyapa | લવયાપા માં જુનૈદ-ખુશી કપૂરનો અભિનય તમારું દિલ જીતી લેશે, કેવી હશે મુવી જાણો !
એક્વા થેરાપીનો સહારો
રકુલ પ્રીત સિંહે જણાવ્યું કે તેનો ડિસેમ્બરનો આખો મહિનો એક્વા થેરાપીમાં પસાર થયો હતો. અભિનેત્રીએ તેના કોરિયોગ્રાફરોનો આભાર માનતા કહ્યું કે તેઓએ તેને ડાન્સ સ્ટેપ્સ અગાઉથી જ જણાવી દીધા હતા, જેના કારણે તેને વોર્મ-અપ કરવામાં સરળતા રહી હતી.
રકૂલ પ્રીત સિંહ મુવીઝ
રકૂલ પ્રીત સિંહ તાજતેરમાં ફિલ્મમાં મેરે હસબંડ કી બીવી, ઇન્ડિયા 2 અને દે દે પ્યાર દે 2 જોવા મળશે. છેલ્લે રકૂલ છત્રીવાળી ફિલ્મમાં જોવા મળી હતી.