Ram Aayenge Song Lyrics : અયોધ્યા રામ મંદિરમાં આજે 22 જાન્યુઆરી, 2024 સોમવારના રોજ પ્રાણ પ્રતિષ્ઠા થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં અયોધ્યા રામ મંદિરનો ભવ્ય કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. લગભગ 500 વર્ષ બાદ રામ લલ્લા તંબુમાંથી હવે મંદિરમાં બિરાજમાન થશે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇ દેશભરમાં દિવાળી જેવો માહોલ છે.
ભારતના દરેક રાજ્ય, જિલ્લા, શહેર અને ગામ પ્રભુ રામના આગમન માટે સુંદર રીતે શણગારવામાં આવ્યા છે. દરેકને એ જ ક્ષણનો ઇતેંજાર છે ‘રામ આયેંગે’. રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાની શરૂઆત બપોરે 12.20 વાગ્યે શરૂ કરવામાં આવશે. હાલમાં શ્રી રામ પર બનેલા ઘણા ભજન વાયરલ થઈ રહ્યા છે. જે પૈકી એક છે ‘રામ આયેંગે તો અંગના સજાઉંગી …’. આ ભજન ઘણું ફેમસ થયું છે. લોકો તેના પર રિલ અને વીડિયો બનાવી રહ્યા છે.
સિંગર સ્વાતિ મિશ્રાએ ‘રામ આયેંગે’ ભજન 3 મહિના પહેલા ગાયું હતું. થોડાક દિવસ પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર આ ભજનના વખાણ કર્યા હતા. યુટ્યુબ પર સ્વાતિ મિશ્રાના આ વીડિયોને લગભગ 6.5 કરોડ વ્યૂઝ મળી ચૂક્યા છે. ત્યારે આ લોકપ્રિય ભજન કોણે લખ્યું છે તે જાણો.
સ્વાતિ મિશ્રાએ યુટ્યુબ પર રામ આયેંગે ભજનના લિરિક્સનો શ્રેય સ્વર્ગીય શ્યામ સુંદર શર્માને આપ્યો છે. કારણ કે આ લોકપ્રિય ભજન સ્વર્ગીય શ્યામ સુંદર શર્મા દ્વારા લખવામાં આવ્યું હતું. તેઓ પ્રોફેશનલ ભજન ગાયક ન હતા. પરંતુ તેઓ દિલ્હીમાં નોકરી હતા અને તેમને ભન લખવા-ગાવાનો શોખ હતો. 80-90ના દાયકામાં શ્યામ સુંદરે ‘રામ આયેંગે’ ભજન લખ્યું હતું.





