Ram charan Networth : સાઉથ સુપરસ્ટાર અને RRR ફેમ કોનિડેલા રામ ચરણ તેજા 27 માર્ચે પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરે છે. રામચરણ એક ફિલ્મ માટે ઘણી મોટી ફી વસૂલે છે. રામ ચરણ હૈદરાબાદના સૌથી ધનવાન પરિવાર સાથે તાલ્લુક ધરાવે છે. રામ ચરણના જન્મદિવસે જાણાીએ તેમની કુલ નેટવર્થ.
રામ ચરણ પ્રખ્યાત તેલુગુ અભિનેતા ચિરંજીવીનો પુત્ર છે. અભિનેતા તેના પરિવાર સાથે હૈદરાબાદના સૌથી મોંધા મકાનમાં રહે છે. જેની કિંમત 30 કરોડ કે તેથી વધુ છે. આ સિવાય રામ ચરણ મુંબઇમાં એક આલીશાન ઘરના માલિક પણ છે. મીડિયા અહેવાલ અનુસાર રામ ચરણની કુલ સંપત્તિ 130 કરોડ રૂપિયા છે.

રામ ચરણની વાર્ષિક કમાણી અંગે વાત કરીએ તો મહિનાની આવક 3 કરોડથી વધુ અને વાર્ષિક 30 કરોડથી વધુ કમાણી છે. પ્રાપ્ત વિગત અનુસાર, રામ ચરણ એક ફિલ્મ માટે 20 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. રામ ચરણની RRRએ વિશ્વભરમાં ડંકો વગાડ્યો હતો. આ ફિલ્મના નાટુ નાટુ ગીતએ ઓસ્કર જીત્યો હતો. ત્યારે આ ફિલ્મ માટે રામ ચરણે 45 કરોડ રૂપિયા ફી લીધી હતી.
રામ ચરણ શાનદાર એક્ટરની સાથે શ્રેષ્ઠ બિઝનેસમેન પણ છે. તેમનું પોતાનું પ્રોડક્શન હાઉસ છે અને તે ટ્રુજેટ એરલાઇન્સના ચેમરમેન પણ છે. જેમાં તેમણે 127 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. રામ ચરણ હૈદરાબાદ પોલો રાઇડિંગ ક્લબના માલિક પણ છે.
રામ ચરણને લકઝરી કારની સાથે મોંઘીદાટ ઘડિયોળોનો ખુબ શોખ છે. તેની પાસે 30 ઘડિયાળ છે. તેણે એકવાર પટેક ફિલિપ નોટિલસ ઘડિયાળ પહેરી હતી, જેની કિંમત લગભગ 80 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. રામ ચરણ ફેન્સી, સેફાયર ક્રિસ્ટલ સ્ટડેડ રિચાર્ડ મિલે, આરએમ 61-01 જોહાન બ્લેક ઘડિયાળ ધરાવે છે. આ ઘડિયાળની કિંમત લગભગ 3 કરોડ રૂપિયા છે. આ ક્લાસિક ઘડિયાળ તેના મેન્યુઅલ વિન્ડિંગ અને વોટર રેઝિસ્ટન્સ માટે જાણીતી છે.





