સાઉથના સુપરસ્ટાર રામ ચરણ અને તેની પત્ની ઉપાસના કોનિડેલા તાજેતરમાં જ તેમના પ્રથમ બાળકના માતા-પિતા બન્યા છે. રામ ચરણ અને ઉપાસનાના આંગણે લક્ષ્મીનું આગમન થયું છે. ત્યારે કપલે 30 જૂને હૈદરાબાદમાં દીકરીના નામકરણની સેરેમની રાખી હતી નામકરણ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. ચિરંજીવીએ ટ્વિટર પર તસવીરો શેર કરીને ‘બેબીનું નામ ક્લિન કારા કોનિડેલા જણાવ્યું છે. આ સાથે ચિરંજીવીએ આ નામનો અર્થ પણ જણાવ્યો છે. તેમજ આ ખાસ અવસર પર દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ ખૂબ જ કિંમતી ભેટ આપી છે. જેની કિંમત કરોડોમાં જણાવવામાં આવી રહી છે.
મુકેશ અંબાણીએ આપી આ ગિફ્ટ આપી
રામ ચરણ અને ઉપાસનાની દીકરીનું નામ ક્લિન કારા કોનિડેલા રાખવામાં આવ્યું છે. જેનો અર્થ શુદ્ધ કરાનારી અને પરિવર્તનકારી ઊર્જા થાય છે, જે એક આધ્યાત્મિક જાગૃતિ લાવે છે. હવે આ નામકરણ વિધિના પ્રસંગ પર ઉધોગપતિ મુકેશ અંબાણીએ શું ભેટ આપી તેના વિશે વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે અબજોપતિ મુકેશ અંબાણીએ તેમના પરિવાર સાથે કોનિડેલા પરિવારની લાડલીને એક સુંદર પારણું સોગાદમાં આપ્યું છે. તેની કિંમત એક કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. જો કે તેના પરિવાર દ્વારા હજુ સુધી આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી. મહત્વનું છે કે, મુકેશ અંબાણી વિશ્વના 14માં સૌથી અમીર વ્યક્તિ અને એશિયાના પહેલા સૌથી અમીર વ્યક્તિ છે, જેની ફોર્બ્સ અનુસાર નેટવર્થ $91.3 બિલિયન છે.
લગ્નના 10 વર્ષ પછી રામ અને ઉપાસના માતા-પિતા બન્યા
રામ ચરણ અને ઉપાસના લગ્ન પહેલા વર્ષો સુધી એકબીજાને ડેટ કરતા હતા. આ પછી, તેઓએ વર્ષ 2012માં લગ્ન કર્યા. આવી સ્થિતિમાં સાઉથનું આ લોકપ્રિય કપલ લગ્નના 10 વર્ષ બાદ માતા-પિતા બની ગયું છે. તેમના ઘરમાં ખુશીનો માહોલ છવાયો છે. દાદા બનવાનો આનંદ ચિરંજીવીના ચહેરા પર પણ સ્પષ્ટ જોઈ શકાય છે. ઉપાસનાની પ્રેગ્નેન્સીના સમાચારે અભિનેતાને ખુશીઓથી ભરી દીધો.





