Ram Mandir Opening Bollywood Celebrities : 22 જાન્યુઆરી સમગ્ર દેશ માટે ખાસ છે. આજે 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં રામલલાની મૂર્તિના અભિષેકનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. આ દિવસની દેશવાસીઓ લાંબા સમયથી ઇંતજાર કરી રહ્યા હતા. ત્યારે અભિષેક સમારોહ જોવા લોકોની રાહનો આજે અંત આવી રહ્યો છે. રામનું નામ આખી દુનિયામાં ગુંજી રહ્યું છે. જ્યારે કેટલાક સ્ટાર્સ અયોધ્યા પહોંચી ચૂક્યા છે, તો કેટલાક રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે રવાના થતા જોવા મળી રહ્યાં છે. તો આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સહિત કેટરીના કૈફ-વિકી કૌશલ એકદમ ટ્રેડિશનલ લૂકમાં પહોંચી ગયા છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર તેજ ગતિએ વાયરલ થઇ રહ્યો છે.
અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને સોમવારે સેલિબ્રિટીઓ મોટા કાર્યક્રમમાં જવા માટે મુંબઈના કાલીના એરપોર્ટ પર પહોંચ્યા હતા. કેટરીના કૈફ અને વિકી કૌશલ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. દંપતીને પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું હતું. તેમણે આ ફંક્શનમાં હાજરી આપવા માટે પરંપરાગત પોશાક પસંદ કર્યો હતો.
આ પણ વાંચો : Ram Aayenge Song Lyrics : લોકપ્રિય ‘રામ આયેંગે’ ભજન કોણે લખ્યું છે? આ છે કહાની
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના અવસર પર બોલિવૂડ અને સાઉથ ઈન્ડસ્ટ્રીના કલાકારો સામેલ છે. બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન ઉપરાંત અનુપમ ખેર, અજય દેવગણ, સની દેઓલ, હેમા માલિની, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, મધુર ભંડારકર અને સંજય લીલા ભંસાલીને પણ બોલાવ્યા છે.
આ ઉપરાંત સાઉથના મેગાસ્ટાર ચિરંજીવી, રજનીકાંત, ઋષભ શેટ્ટી, યશ, પ્રભાસ અને મોહનલલાલ સહિત અન્ય સ્ટાર્સ સામેલ છે.