/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/ram-mandir.jpg)
Ram Mandir Opening : રામાયણના ‘સીતા’ દીપિકા ચીખલિયાની પીએમ મોદીને અપીલ, રામમંદિરમાં શ્રીરામને...
રામાયણમાં સીતા માતાનું પાત્ર ભજવનારી દીપિકા ચીખલિયાએ પ્રધાનમંત્રીએ મોદીને ખાસ અપીલ કરી છે. મળતી માહિતી અનુસાર, દીપિકા ચીખલિયાએ રામમંદિરના ઉદ્ઘાટન પહેલા કહ્યું કે, "22મી જાન્યુઆરી મારા માટે ઐતિહાસિક દિવસ રહેશે. કારણ કે 500 વર્ષ બાદ ભગવાન રામ અયોધ્યા આવી રહ્યા છે. મારા માટે આ ભાવુક ક્ષણ છે."
ઉલ્લેખનીય છે કે, રામમંદિર ઉદ્ઘાટન સમારોહમાં બોલિવૂડની ઘણી મશહૂર હસ્તીઓને આ ખાસ દિવસ પર હાજર રહેવા માટે નિમંત્રણ મોકલાયું છે. જે પૈકી દિપીકા ચીખલિયાને સમારોહમાં સામેલ થવા માટે આમંત્રણ મળતા તેઓ ઘણા ઈમોશનલ થઈ ગયા હતા. દિપીકા ચીખલિયાએ કહ્યું હતું કે, "મને આશા નહોતી કે મને બોલાવવામાં આવશે, પરંતુ છજજની ઓફિસથી મને ફોન આવ્યો કે તમારે પણ કાર્યક્રમમાં આવવાનું છે."
જો કે દિપીકા ચીખલિયા દુખી છે કે ભગવાનના મંદિરમાં ભગવાન રામની સાથે સીતાજીની મૂર્તિ નથી. આ અંગે મને હંમેશા એવું હતું કે રામજીની બાજુમાં સીતાજીની મૂર્તિ હશે જ. જોકે આવું ન થયું તેનો મને અફસોસ છે.
આ પણ વાંચો : Bigg Boss 17 : અંકિતા લોખંડેએ સુશાંત સિંહ રાજપૂત મર્ડસ કેસમાં ફરી મોટો ખુલાસો કર્ય
દીપિકા ચીખલિયાએ વધુમાં કહ્યું કે, "હું પીએમ મોદીને વિનંતી કરું છું કે અયોધ્યામાં ભગવાન રામની સાથે સીતાજીની મૂર્તિને પણ વિરાજમાન કરવામાં આવે. રામજીને એકલા ન રાખશો. મને જાણ છે કે બાળસ્વરૂપમાં ભગવાનની મૂર્તિ સ્થાપિત થઈ રહી છે પરંતુ જો સીતાજીની પણ સાથે હશે તો તમામ મહિલાઓ ખુશ થશે." અયોધ્યામાં ભગવાન રામનો જન્મ થયો હતો અને તેથી મંદિરમાં પાંચ વર્ષના બાળસ્વરૂપમાં ભગવાનની મૂર્તિની સ્થાપના થઈ રહી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us