/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/ram-mandir-ayodhya-1-1.jpg)
રામ મંદિર અયોધ્યા ઉદ્ધાટનના પ્રસંગ પર બોલિવૂડમાં કામકાજ પર લાગશે બ્રેક
આવતીકાલે તા. 22 જાન્યુઆરી, 2024 અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન થશે. આ દિવસે રામલલ્લાના અભિષેકનો કાર્યક્રમ પણ યોજાશે. આ ઐતિહાસિક ક્ષણની સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરેક દેશવાસી રામમંદિર નિર્માણથી ખુશ છે. આ પ્રસંગ પર કેટલાક રાજ્યોએ રજા જાહેર કરી છે. તેમજ 22 જાન્યુઆરીના રોજ બોલિવૂડમાં ફિલ્મોનું શૂટિંગ બંધ રહેશે.
FWICE પ્રમુખ બીએન તિવારીએ આની જાહેરાત કરી છે. જો મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે તો તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે આ ખાસ અવસર પર રજા જાહેર કરવામાં આવી છે. આ દિવસે કોઈ ફિલ્મનું શૂટિંગ થશે નહીં. તિવારીનું માનવું છે કે આ દિવસે તમામ લોકો રજા પર હશે.
આટલું જ નહીં, બીએન તિવારીએ વધુમાં કહ્યું કે જો કોઈ પ્રકારની કટોકટીની સ્થિતિ હોય તો માન્ય કારણ સાથેનો વિનંતી પત્ર જરૂરી રહેશે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જ શૂટિંગ માટે પરવાનગી આપવામાં આવશે.
આ પણ વાંચો : હૃતિક રોશન અને દીપિકા પાદુકોણની ‘ફાઈટર’નું શૂટિંગ રિયલ એરબેઝ પર થયું છે?
આ બોલિવૂડ સ્ટાર્સને મળ્યું છે આમંત્રણ
તમને જણાવી દઈએ કે અયોધ્યા રામ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે બોલિવૂડ સહિત દેશની મોટી હસ્તીઓ આવવાની છે. તેમાં બોલિવૂડ અને સાઉથ ઈન્ડસ્ટ્રીના કલાકારોને પણ સામેલ કરવામાં આવશે. સ્ટાર્સની યાદી પર નજર કરીએ તો મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ઉપરાંત અનુપમ ખેર, અજય દેવગન, સની દેઓલ, હેમા માલિની, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, મધુર ભંડારકર અને સંજય લીલા ભણસાલીને આમંત્રણ આપવામાં આવ્યું છે. સાથેસાથે મેગાસ્ટાર ચિરંજીવી, રજનીકાંત, ઋષભ શેટ્ટી, યશ, પ્રભાસ અને મોહનલાલ અને દક્ષિણના અન્ય સ્ટાર્સ અયોધ્યા પહોંચવાના છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us