Ram Navmi 2024 : આજે 17 એપ્રિલ 2024ના રોજ લોકો રામનવમી (Ram Navmi 2024) હર્ષોઉલ્લાસથી ઉજવી રહ્યા છે. બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે જેઓ ભગવાન રામના પરમ ભક્ત છે. પોતે ખુબ વ્યસ્ત હોવા છતાં ભગવાન રામની આરાધના કરી દિવસની શરૂઆત કરે છે. રામનવમીના ખાસ અવસર પર અમે એવા સ્ટાર્સની યાદી તૈયાર કરી છે. જુઓ લિસ્ટ
અરૂણ ગોવિલ (Arun Govil)
આ લિસ્ટમાં સૈપ્રથમ નામ અરૂણ ગોવિલનું આવે છે. કારણ કે તેઓએ રામાનંદ સાગરની સીરિયલ ‘રામાયણ’માં ભગવાન રામની ભૂમિકા નિભાવી હતી. અરૂણ ગોવિલે આ પાત્ર એટલું જોરદાર રીતે અદા કર્યું હતું કે ખરેખર લોકો તેને ભગવાન માનવા લાગ્યા હતા. આજે પણ ઘણા લોકો તેની પુજા કરે છે. આ રામાયણને લગભગ કોઇ કોમ્પિટ કરી શકે તેમ નથી.
રામ ચરણ (Ram Charan)
સાઉથ સુપરસ્ટાર રામ ચરણ પણ રામ ભક્ત છે. એક્ટરના નામમાં પણ રામ છે. રામ ચરણએ ફિલ્મ ‘RRR’માં પણ શ્રી રામનું એક પાત્ર નિભાવ્યું હતું. આ સીન ફિલ્મના અંતમાં આવે છે. રામ ચરણએ ખુદ ‘આરઆરઆર’ મુવીના પ્રમોશન સમયે જણાવ્યું હતું કે તે શ્રીરામનો પરમ ભક્ત છે. રામ ચરણ અયોધ્યા રામ મંદિર ઉદ્ધાટન સમારોહમાં તેની પત્ની, પિતા અને માં સાથે હાજર રહ્યો હતો.
રણબીર કપૂર આલિયા ભટ્ટ (Ranbir Kapoor and Alia Bhatt)
બોલિવૂડનું પાવર કપલ રણબીર કપૂર આલિયા ભટ્ટ પણ ભગવાન શ્રી રામના પરમ ભક્તમાંથી એક છે. બંને અયોધ્યા રામ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજર રહ્યા હતા. આ સિવાય રણબીર કપૂર ટૂંક સમયમાં ‘રામાયણ’ મુવીમાં ભગવાન શ્રી રામની ભૂમિકામાં જોવા મળશે.
કેટરીના કૈફ વિકી કૌશલ (Katrina Kaif and Vicky Kaushal)
બોલિવૂડ લવેબલ કપલ વિકી કૌશલ અને કેટરીના કૈફ પણ અયોધ્યા રામ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજર રહ્યા હતા.
અનુપમ ખેર (Anupam Kher)
અનુપમ ખેર પણ ભગવાન રામનો મોટો ભક્ત છે. આ વાતનો અંદાજો જ્યારે અનુપમ ખેર હજારોની ભીડમાં અયોધ્યા રામ મંદિર ખાતે ભગવાનના દર્શન માટે આવ્યો હતો ત્યારે થયો હતો. તે સમયે અનુપમ ખેરે સામાન્ય માણસની જેમ લાઇનમાં ઉભા રહીને શ્રીરામના દર્શન કર્યા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા.
આ પણ વાંચો : Ram Navmi 2024 : આ સ્ટાર્સ ભગવાન શ્રીરામનું પાત્ર નિભાવી ઘરે-ઘરે ફેમસ થયા, જુઓ લિસ્ટ
ગુરમીત ચૌધરી (Gurmeet Chaudhri)
ટેલિવિઝનનો લોકપ્રિય સ્ટાર ગુરમીત ચૌધરીએ પણ શ્રીરામના પરમભક્તમાંથી એક છે. ગુરમીતે પણ રામાયણમાં રામ અને તેની પત્ની દેબીનાએ માતા સીતાની ભૂમિકા નિભાવી હતી. લોકોએ આ જોડી પર ખુબ પ્રેમ વરસાવ્યો હતો.