Ram Navmi 2024 : આ સ્ટાર્સ ભગવાન શ્રીરામનું પાત્ર નિભાવી ઘરે-ઘરે ફેમસ થયા, જુઓ લિસ્ટ

Ram Navmi 2024 : આ વર્ષે 17 એપ્રિલ 2024 બુધવારે રામનવમીની ઉજવણી થશે. આ અવસરે ભારતીય સિનેમાના સૌથી લોકપ્રિય કલાકારોને જોઈએ જેમણે સ્ક્રીન પર ભગવાન રામની ભૂમિકા ભજવી લોકોના દિલમાં એવી ઉંડી છાપ છોડી કે તેમને ભગવાન જ માનવા લાગ્યા હતા.

Written by mansi bhuva
Updated : April 16, 2024 14:52 IST
Ram Navmi 2024 : આ સ્ટાર્સ ભગવાન શ્રીરામનું પાત્ર નિભાવી ઘરે-ઘરે ફેમસ થયા, જુઓ લિસ્ટ
રામ નવમી 2024 : શ્રીરામનું પાત્ર નિભાવી આ સ્ટાર્સ ઘરે-ઘરે ફેમસ થયા

Lord Ram Role : રામનવમી સમગ્ર ભારતમાં એક શુભ હિંદુ તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. આ તહેવાર ભગવાન વિષ્ણુના સાતમા અવતાર ભગવાન રામના જન્મ નિમિત્તે ઉજવવામાં આવે છે. આ વર્ષે 17 એપ્રિલ 2024 બુધવારે રામનવમીની ઉજવણી થશે. આ અવસરે ભારતીય સિનેમાના સૌથી લોકપ્રિય કલાકારોને જોઈએ જેમણે સ્ક્રીન પર ભગવાન રામની ભૂમિકા ભજવી લોકોના દિલમાં એવી ઉંડી છાપ છોડી કે તેમને ભગવાન જ માનવા લાગ્યા હતા.

અરૂણ ગોવિલ (Arun Govil)

અરુણ ગોવિલે ‘રામાયણ’માં ભગવાન રામ તરીકે ભરપૂર પ્રશંસા મેળવી હતી. આ ભૂમિકા ભજની હવે અરૂણ ગોવિલ લોકોના દિલમાં અમર નામ થઇ ગયું છે. અરૂણ ગોવિલને લોકો આજે પણ ભગવાનની જેમ પૂજે છે. આ રોલમાં આજ સુધી કોઈ હીરો તેની સાથે સ્પર્ધા કરી શક્યો નથી અને ભવિષ્યમાં પણ ભાગ્યે જ કોઈ હશે.

જીતેન્દ્ર (Actor Jitendra)

જીતેન્દ્રએ 1997માં હિન્દી પૌરાણિક ફિલ્મ ‘લવ કુશ’માં ભગવાન રામની ભૂમિકા ભજવી હતી અને તે લોકોને ખૂબ પસંદ પણ આવ્યા હતા.

ગુરમીત ચૌધરી (Gurmeet Chaudhri)

ગુરમીત ચૌધરી લોકપ્રિય ટીવી શો ‘રામાયણ’માં ભગવાન રામની ભૂમિકા ભજવીને ઘરે-ઘરે ફેમસ થયા હતા. ગુરમીત ચૌધરીએ મર્યાદા પુરૂષોત્તમ રામનું પાત્ર નિભાવીને જબરદસ્ત લોકપ્રિયતા મેળવી હતી.

આશિષ શર્મા (Ashish Sharma)

અભિનેતા આશિષ શર્માએ હિન્દી ટીવી સીરિયલ ‘સિયા કે રામ’માં ભગવાન રામની ભૂમિકા ભજવી હતી અને કહ્યું હતું કે તે એક મોટો હનુમાન ભક્ત છે.

પીયૂષ સહદેવ (actor piyush sahdev)

પીયૂષ સહદેવે લોકપ્રિય ટીવી સીરિયલ ‘દેવોં કે દેવ મહાદેવ’માં ભગવાન રામની ભૂમિકા ભજવી હતી.

અભિનેતા નંદમુરી બાલકૃષ્ણએ વર્ષ 2011માં રિલીઝ થયેલી ફિલ્મ ‘નંદમુરી બાલકૃષ્ણ’માં ભગવાન રામના રોલમાં નજર આવ્યા હતા. જ્યારે સાઉથ ફેમસ એક્ટ્રેસ નયનથારાએ માતા સીતાની ભૂમિકામાં નિભાવી હતી.

આ ફિલ્મમાં લંકાથી ઘરે પરત ફર્યા પછી અયોધ્યામાં રામનું શાસન, સીતાથી અલગ થવાનું અને તેમના બાળકો લવ અને કુશનો ઉછેર કરતી વખતે જંગલમાં તેમનું એકાંત જીવન દર્શાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Ram Navami 2024 : બુધવારે 17 એપ્રિલે ઉજવાશે રામનવમી, જાણો મહત્વ અને ઈતિહાસ વિશે

જુનિયર એનટીઆર (Junior NTR)

બહુ ઓછા લોકો જાણ હશે કે સાઉથ સુપરસ્ટાર જૂનિયર એનટીઆરએ શ્રી રામનું પાત્ર પણ ભજવ્યું છે. ‘બલરામાયણમ’માં એક્ટર શ્રીરામની ભૂમિકા ભજવવામાં આવી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ