Ram Navmi 2024 Bollywood Song List News in Gujarati : રામનવમી એટલે પ્રભુ રામનો જન્મોત્સવ. ચૈત્ર સુદ નોમ પર રામનવમી ઉજવાય છે. હિન્દુ પુરાણ અનુસાર ચૈત્ર સુદ નોમ તિથિ પર અયોધ્યામાં રાજા દશરથના ઘરે પ્રભુ રામનો જન્મ થયો હતો. રામજીને ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર માનવામાં આવે છે. દેશભરમાં રામ નવમીની ભક્તિ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. રામનવમીના ખાસ અવસર પર અમે તમારા માટે કેટલાક બોલિવૂડ ગીતો લાવ્યા છીએ, જેને સાંભળીને તમે ભગવાન રામની ભક્તિમાં લીન થઈ જશો.
રામ આયેંગે ભજન (Ram Aayenge Bhajan)
સ્વાતિ મિશ્રાના કંઠે ગવાયેલુ લોકપ્રિય ભજન રામ આયેંગે તો અંગના સજાઉંગી આ લિસ્ટમાં સૌપ્રથમ આવે છે. આ લોકપ્રિય ભજન સ્વર્ગીય શ્યામ સુંદર શર્મા દ્વારા લખવામાં આવ્યું હતું.
રામ સિયા રામ ગીત (Ram Siya Ram Song)
સાઉથ સુપરસ્ટાર પ્રભાસ અને ક્રિતિ સેનની ફિલ્મ ‘આદિપુરુષ’ ભલે વિવાદાસ્પદ રહી હોય, પરંતુ આ ફિલ્મનું ગીત ‘રામ સિયા રામ’ ઘણું લોકપ્રિય થયું હતું. આ ગીતના બોલ મનોજ મુન્તાશીરે લખ્યા છે અને સાચેત-પરમપરાએ ગાયુ છે, જે લોકોના હૃદયને સ્પર્શી ગયું છે.
રામ જી કી ચાલ દેખો ગીત (Ramji ki chaal dekho Song )
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ ‘ગોલિયોં કી રાસલીલા-રામ લીલા’નું ગીત ‘રામ જી કી ચાલ દેખો’ યુવાનોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. આદિત્ય નારાયઅણે ગાયેલું આ ગીત લોકોને ખુબ જ પસંદ આવ્યું હતું.
રામ જી કી નિકલી સવારી ગીત (Ramji Ki Nikli Sawari Song)
વર્ષ 1979માં ઋષિ કપૂરની રિલીઝ થયેલી ફિલ્મ ‘સરગમ’નું ગીત ‘રામ જી કી નિકલી સવારી’ પણ રામજી પર આધારિત છે. રામ નવમીના અવસર પર તમે આ ગીત પણ સાંભળી શકો છો.
આ પણ વાંચો : Ram Navmi 2024 : આ સ્ટાર્સ છે ભગવાન શ્રીરામના પરમ ભક્ત
સુખ કે સબ સાથી ગીત (Sukh ke Sab Saathi Song)
1970માં આવેલી ફિલ્મ ગોપીનું ગીત ‘સુખ કે સબ સાથી’ દિલને સ્પર્શી જાય તેવું છે. પીઢ ગાયક મોહમ્મદ રફી દ્વારા ગવાયેલું આ ભજન આજે પણ દર્શકોને પસંદીદા છે.