રામાનંદ સાગરને વાઇન પીતા પીતા આવ્યો હતો રામાયણ બનાવવાનો આઇડિયા, ફાઇનાન્સિયર ના હતા ફાંફાં, વાંચો રોચક કહાની

Ramanand Sagar Ramayan: જ્યારથી નિર્દેશક ઓમ રાઉતની આદિપુરૂષ રિલીઝ થઇ છે ત્યારથી રામાનંદ સાગરની રામકથા ચર્ચામાં આવી છે. રાજીવ ગાંધી સરકારના મંત્રીઓ અને અધિકારીઓ વચ્ચે એ વાતને લઇને મતભેદ હતો કે રામાનંદ સાગરની રામાયણ સરાકરી ચેનલોમાં પ્રસારિત કરવી જોઇએ કે નહીં?

Written by mansi bhuva
June 18, 2023 14:46 IST
રામાનંદ સાગરને વાઇન પીતા પીતા આવ્યો હતો રામાયણ બનાવવાનો આઇડિયા, ફાઇનાન્સિયર ના  હતા ફાંફાં, વાંચો રોચક કહાની
રામાનંદ સાગરને વાઇન પીતા પીતા આવ્યો હતો રામાયણ બનાવવાનો આઇડિયા

જ્યારથી નિર્દેશક ઓમ રાઉતની આદિપુરૂષ રિલીઝ થઇ છે ત્યારથી રામાનંદ સાગરની રામકથા ચર્ચામાં આવી છે. આદિપુરૂષ રિલીઝના પ્રથમ દિવસથી જ વિવાદોમાં ફસાઇ ગઇ છે. હવે આ ફિલ્મના સંવાદ સામે પણ વાંઘો ઉઠાવવામાં આવ્યો છે. જેને લઇને ફિલ્મમાં ડાયલોગ રાઈટર મનોજ મુંતશિરનુ મોટું નિવેદન સામે આવ્યું છે. જે મામલે તેમણે કહ્યું હતું કે, ફિલ્મના તમામ વિવાદીત ડાયલોગ હટાવવામાં આવશે તેમજ લોકોની ભાવનાથી વધારે કંઈ જ નથી.

વર્ષ 1987માં રામાનંદ સાગરની સીરિયલ ‘રામાયણ’નું ડીડી નેશનલ પર પ્રસારણ થતું હતું. તે સમયે દેશમાં રાજીવ ગાંધીની સરકાર હતી. રાજીવ ગાંધી સરકારના મંત્રીઓ અને અધિકારીઓ વચ્ચે એ વાતને લઇને મતભેદ હતો કે રામાનંદ સાગરની રામાયણ સરાકરી ચેનલોમાં પ્રસારિત કરવી જોઇએ કે નહીં? રામાયણનું નિર્માણ અને તેના પ્રસારણની ખુબ જ દિલચસ્પ કહાની રામાનંદ સાગરના પુત્ર પ્રેમ સાગરે તેના પુસ્તક An Epic Life: Ramanand Sagar: From Barsaat to Ramayanમાં લખી છે. ખરેખરતો આ પુસ્તક રામાનંદ સાગરના જીવન પર આધારિત છે.

વર્ષ 1976માં રામાનંદ સાગર અને તેમનો પરિવાર એક પ્રોડક્શન હાઉસ ચલાવતા હતા. જે વ્યવસાયિક ધોરણે સફળ હતું. તે સમયે રામાનંદ સાગર તેના પુત્ર પ્રેમ, આનંદ અને સુભાષ સાથે સ્વિત્ઝરલેન્ડમાં ફિલ્મ ‘ચરસ’ના શૂટિંગમાં વ્યસ્ત હતા. એલ્પસ શહેરમાં ભૂકા બોલાવી દે તેવી ઠંડી પડી રહી હતી. તેવામાં પિતા-પુત્ર એક લોકલ કેફેમાં બેઠા હતા અને રામાનંદ સાગરે વાઇનનો ઓર્ડર આપ્યો. જે બાદ દારૂ લઇને આવ્યો તે જ વ્યક્તિએ ટીવી ચાલુ કર્યું. રામાનંદ સાગર અને પ્રેમ બંને ટીવી જોઇને દંગ રહી ગયા હતા. આ પછી રામાનંદ સાગરે એલાન કર્યું કે હું સિનેમા છોડ રહ્યો છું. કારણ કે હવે મારા જીવનનું મિશન મર્યાદા પુરષોત્તમ શ્રીરામની પુણ્યકથાને લોકો સુધી પહોંચવાનો છે. ત્યારબાદ હું કૃષ્ણ અને અનંત શ્કિતશાળી માં દુર્ગાની કથા લોકોને દેખાડીશ.

રામાનંદ સાગરના ઇન્ડસ્ટ્રીને છોડવાનો નિર્ણય બધા માટે આધાતનજક હતો. પરંતુ તેઓ તેના નિર્ણય પર અડગ રહ્યા અને તેમણે એલાન કર્યું કે, તેઓ રામાયણ અને શ્રી કૃષ્ણા બનાવ્યું છે. જે વીડિયો કેસેટમાં ઉપલબ્ધ છે. રામાનંદ સાગરે તેના ડ્રીમ પ્રોજેક્ટને સાકાર કરવા માટે તેના પુત્ર પ્રેમને પૈસા એકઠાં કરવા માટે કહ્યું.

પ્રેમ સાગરે તેના પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે કે, રામાનંદ સાગરના ડ્રીમ પ્રોજેક્ટ વિશે સાંભળીને તેના ઘણા મિત્રને શોક લાગ્યો હતો. જેને પગલે ઘણા મિત્રોએ પ્રેમને તેના પિતાને આવું ન કરવા માટે સલાહ આપી. કોઇ રામાયણ પાછળ રોકાણ કરવા માટે તૈયાર ન થયું. રામાયણ માટે કોઇ ફાયનાન્સર ન મળવા પર Sagar Pictires Entertainmentએ સોમદેવ ભટ્ટને ભારતીય ક્લાસિકલ ટીવી સીરિયલ વિક્રમ અને વેતાળનું નિર્માણ કર્યું. જે હિટ ગઇ અને રામાનંદ સાગરનો આત્વિશ્વાસ વધ્યો કે રામાયણ અવશ્ય હિટ જશે.

આ પછી વિક્રમ અને વેતાળની આખી ટીમ રામાયણના નિર્માણ માટે કામે લાગી ગઇ. રાજા વિક્રમ તરીકે ભૂમિકા નિભાવનારા અરૂણ ગોવિલને ભગવાન રામના પાત્ર માટે ફિક્લ કરાયા અને માતા સીતા માટે દીપિકા ચીખલિયા હતી.

આ પણ વાંચો: ફિલ્મ આદિપુરૂષે બીજા દિવસે પણ મબલક કમાણી કરી, શું ફિલ્મના તમામ વિવાદીત ડાયલોગ હટાવવામાં આવશે?

પ્રેમ સાગરે તેના પુસ્તકમાં જણાવ્યું હતું કે, શરૂઆતમાં ભારત સરકાર વિચાર ટૈંક રામાયણ અને મહાભારતને ડીડી પર પ્રસારિત કરવાની વિરૂદ્ધ હતી. પરંતુ ડીડીના અધિકારીઓએ તર્ક આપ્યો કે આ તમામ મહાકાવ્ય છે, જે આપણી સંસ્કૃતિને દર્શાવે છે. વાલ્મીકિએ રામને એક આદર્શ પુરૂષ ‘મર્યાદા પુરષોત્તમ’ માન્યા. રામાનંદ સાગરની રામાયણને જ્યારે વીએમ ગાડગિલને નવેમ્બર 1986 આસપાસ નવું મંત્રાલય સોંપવામાં આવ્યું. જે બાદ રામાયણનું ડીડી પર પ્રસારણ શરૂ થયું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ