Sampada Sharma : પ્રભાસ અને ક્રિતિ સેનન સ્ટારર આદિપુરૂષ આવતીકાલે 16 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઇ રહી છે. જેને પગલે તેનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ત્યારે આવતીકાલે તેમનો ઇંતજાર ખતમ થઇ જશે. દર્શકોમાં ફિલ્મને લઇને ભારે ઉત્સાહ જોતા એવુ અનુમાન લગાવવામાં આવ્યું છે કે, આદિપુરૂષ ઓપનિંગ ડે પર બોક્સ ઓફિસ પર 50 કરોડ રૂપિયા આસપાસ કમાણી કરી શકે છે. કારણ કે ‘આદિપુરૂષ’ મહાકાવ્ય રામાયણ પર આધારિત છે. આવા સંજોગોમાં રામાયણનો ભારતીય દર્શકો સાથે ઉંડો સંબંધ છે, જ્યારે વર્ષ 1980માં દૂરદર્શન પર રામાનંદ સાગરની ‘રામાયણ’ પ્રસારિત કરવામાં આવી હતી તો આ વાત સ્પષ્ટ થઇ ગઇ હતી.
એક તરફ 1990ના દાયકામાં જ્યારે ભગવાન રામનું મહાકાવ્ય ટેલિવિઝનના માધ્યમથી ઘરે ધરે પહોંચ્યું, તે જ સમયે દેશ બાબરી મસ્જિદ વિધ્વંશ અને અયોધ્યામાં રામ મંદિરની માંગ ઉઠી રહી હતી. ત્યારે કોઇતી સાસાકી અને રામ મોહન દ્વારા નિર્દેશિત તેમજ યૂગો સાકો દ્વારા કલ્પિત એક જાપાની ફિલ્મ રામાયણ: ધ લિજેંડ ઓફ પ્રિંસ સૌથી શ્રેષ્ઠ એનિમેટેડ વિશેષતા છે. આપાણામાંથી વધુ તેને કાર્ટૂન નેટવર્ક કે જાપાની રામાયણ તરીકે ઓળખીએ છીએ. આ ફિલ્મ વર્ષ 1993માં જાપાન સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી. આ ફિલ્મ 6.7 મિલિયન ડોલરના બેજટમાં નિર્માણ પામી હતી, જે તે સમયગાળામાં મોટી રકમ ગણાતી હતી.

નોંધનીય છે કે, જાપાની એનિમેટર યુગો સાકોને રામાયણ પર ફિલ્મ બનાવવાનો વિચાર ભારત પ્રવાસ પછી આવ્યો હતો. યુગો સાકો 1980ના દાયકામાં પહેલીવાર ભારતની મુલાકાતે આવ્યાં હતા. આ દરમિયાન ભારતમાં દર રવિવારે રામાનંદ સાગર દ્વારા રામાયણનું પ્રસારણ થતુ હતું. જેનો લોકો પર કેટલો ઉંડો પ્રભાવ પડ્યો તે યુગો સાકોએ અનુભવ્યું. જેને પગલે તેઓ રામ મોહન સાથે સેનામાં સામેલ થઇ ગયા. તેઓ ભારતીય એનીમેશનના જનક હતા. ત્યારબાદ એક એવી ફિલ્મની કલ્પના કરી જે મહાકાવ્યને ફીચર ફિલ્મમાં રૂપાતંરિત કરે.
દિવગંત રામ મોહનની પત્ની શીલા રાવે જણાવ્યું હતું કે, સાકો એ તથ્યથી વાકેફ હતા કે રામાયણ એક એવું વિશાળ મહાકાવ્ય છે. જેમાં દેવતાઓ, લોકો, પક્ષીઓ, જાનવરો, જાદુ, ઔષધિ અને યુદ્ધ સાથે એક મહાન કહાની પણ છે. તેવામાં બંને એનિમેટર ઇચ્છતા હતા કે, રામાયણ જાપાન સહિ-નિર્માણ થાય, પરંતુ ભારતે તેને આવકાર્યું નહીં. રાવના મતે, સૂચના અને પ્રસારણ મંત્રાલયે રામને પંચતંત્ર પર એનિમેટેડ કહાનીઓ બનાવવા માટે પ્રેરિત કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, 1980ના દાયકામાં અત્યાધુનિક ટેકનોલોજીનો અભાવ હતો. તેથી બંને દેશોના કલાકારોને મળીને ફિલ્મ બનાવવી તે કોઇ સરળ વાત ન હતી. પરંતુ યુગો સાકો અને રામ મોહન અડગ હતા. જેનું પરિણામ અસાધારણ ન હતું. તે સમયે ભારતીય કલાકાર પોતાના હાથેથી ચિત્રિત ચિત્ર જાપાની સ્ટુડિયોને મોકલતા હતા. યોશીએ ક્યોડો ન્યૂઝને જણાવ્યા પ્રમાણે, ત્યાં કોઇ મોબાઇલ, ફેક્સ કે ઇમેલ્સ નહતો. તેથી અમે ચિત્રો કુરિયર દ્વારા મોકલતા હતા. રામાયણ પર ફિલ્મ બનાવવા માટે ભારતે કલા સેટિંગ, ડાયલોગ્સ, જ્યારે જાપાને સ્ટોરીબોર્ડ, મૂળ ચિત્રો, એનીમેશન, કલર, ફોટોગ્રાફી અને સંપાદનનો હવાલો સંભાળ્યો હતો. આટલા સંઘર્ષ પછી બનેલી રામાયણ: ધ લિજેંડ ઓફ પ્રિંસને ભારતમાં એટલો સારો પ્રતિસાદ ન મળ્યો જેની આશા હતી.

મહત્વનું છે કે, રામાયણ: ધ લિજેંડ ઓફ પ્રિંસ સંપૂર્ણપણે જાપાનમાં નિર્માણ પામી હતી. તેથી ભારતીય એનિમેશન ઉધોગને તેટલું પ્રોત્સાહન ન મળ્યું જેટલું મળવું જોઇતું હતું. આ ફિલ્મ પીએમ મોદી જ્યારે જાપાન પ્રવાસ પરથી પરત ફર્યા ત્યારે તેને તેના મન કી બાત પ્રોગ્રામમાં વાત કરી અને કહ્યું કે, જાપાનમાં આપણાથી હજારો કિલોમીટર દૂર રહેતા લોકો જે આપણી ભાષા, પરંપરા અંગે વધુ જાણતા નથી છતાં આપણા પ્રત્યે તેમનું સમર્પણ, સમ્માન પ્રશંસનીય બાબત છે. જેના પર ક્યા ભારતીયને ગર્વ નહીં થાય?
નોંધનીય છે કે, કાર્ટૂન નેટવર્ક પહેલાની જેમ એક જ પ્રકારના લોકોને આકર્ષતું નથી, પરંતુ જેઓ જૂના દિવસોને ફરી યાદ કરવા માંગે છે તેવા લોકો માટે રામાયણ: ધ લિજેંડ ઓફ પ્રિંન્સ રામા ઓનલાઇન ઉપલબ્ધ છે.
આ આર્ટિકલ ધ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદિત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો.





