Ramayana : રણબીર કપૂરની રામાયણ મુવીમાં આ ફેમસ ટેલિવિઝન એક્ટ્રેસની એન્ટ્રી? જાણો

Ramayana : રામાયણ ફિલ્મના કારણે એક્ટર રણબીર કપૂર ટ્રેન્ડમાં છે. શ્રીરામના રોલમાં ફિટ થવા માટે રણબીર પોતાના શરીર પર ખૂબ ધ્યાન આપી રહ્યો છે. રામાયણ મુવી સ્ટાર કાસ્ટ માટે ઘણા લોકોના નામ સામે આવ્યા છે. આ યાદીમાં વધુ એકનું નામ સામે આવ્યું છે.

Ramayana : રામાયણ ફિલ્મના કારણે એક્ટર રણબીર કપૂર ટ્રેન્ડમાં છે. શ્રીરામના રોલમાં ફિટ થવા માટે રણબીર પોતાના શરીર પર ખૂબ ધ્યાન આપી રહ્યો છે. રામાયણ મુવી સ્ટાર કાસ્ટ માટે ઘણા લોકોના નામ સામે આવ્યા છે. આ યાદીમાં વધુ એકનું નામ સામે આવ્યું છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Ramayana | Ramayana Star Cast | Actress Trisha Sarda | Ranbir Kapoor | Sai Pallavi | Ranbir Kapoor New Movie

Ramayana : રણબીર કપૂરની રામાયણ મુવીમાં આ ફેમસ ટેલિવિઝન એક્ટ્રેસની એન્ટ્રી?

Ranbir Kapoor Ramayana Star Cast News In gujarati : એપ્રિલ મહિનાની શરૂઆત સાથે જ રણબીર કપૂર (Ranbir Kapoor) ની 'રામાયણ'નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. અગાઉ રણબીર કપૂર અને સાઈ પલ્લવી (Sai Palllavi) ના સેટ પરથી 'રામ' અને 'સીતા'ની ભૂમિકા ભજવતા ફોટા સામે આવ્યા હતા, જેણે સોશિયલ મીડિયા પર ફિલ્મને લઈને ચાહકોમાં બમણો ઉત્સાહ વધારી દીધો હતો. હવે રણબીર કપૂર અને સાઈ પલ્લવીની ફિલ્મના વધુ એક પાત્ર વિશે મોટું અપડેટ સામે આવ્યું છે.

Advertisment

'રામાયણ'ને લઇને લોકોમાં ભારે ક્રેઝ

નિતેશ તિવારીની 'રામાયણ'ને લઇને લોકોમાં ભારે ક્રેઝ છે. રણબીર કપૂર અને સાઈ પલ્લવી સિવાય અન્ય પાત્રો માટે કલાકારોના નામ જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. હવે આ ફિલ્મના વધુ એક કલાકારનું નામ સામે આવ્યું છે, જેણે ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં અભિનય કૌશલ્ય બતાવ્યું છે.આ એક્ટ્રેસ 'રામાયણ'માં માતા સીતાના બાળપણની ભૂમિકા ભજવશે તેવી વિગત છે.

ત્રિશા શારદા કોણ છે?

ટેલીચક્કરના અહેવાલ મુજબ, 'ભાગ્ય લક્ષ્મી' ફેમ અભિનેત્રી ત્રિશા શારદાને ફિલ્મમાં માતા સીતાના બાળપણની ભૂમિકા ભજવવા માટે કાસ્ટ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ત્રિશા શારદા ટીવી જગતની જાણીતી કલાકાર છે. તેણે સોની ટીવીની સિરિયલ 'યશોમતી મૈયા કે નંદલાલા'માં શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. આ સિવાય તેણે સિરિયલ 'બાલ શિવ'માં દેવી કાત્યાયનીનો રોલ અદા કર્યો હતો.

Advertisment

આ પણ વાંચો : અક્ષય કુમારની ભાણેજ અને અગત્સ્ય નંદા સાથે મોટા પડદા પર ધૂમ મચાવશે

રામાયણ સ્ટાર કાસ્ટ

રણબીર કપૂર અને સાઈ પલ્લવી સિવાય અરુણ ગોવિલ અને લારા દત્તાના ફોટા સેટ પરથી લીક થયા છે. અરુણ ગોવિલ રાજા દશરથના રોલમાં જોવા મળ્યો હતો. જ્યારે લારા દત્તા કૈકેયીની ભૂમિકા ભજવી રહી હોવાની ચર્ચા છે. તો રાવણના પાત્ર માટે એક્ટર યશનું નામ લાંબા સમય સુધી ચર્ચામાં રહ્યું હતું. જો કે પછી તેણે આ ભૂમિકામાંથી હટી જવાનો નિર્ણય કર્યો અને સહ-નિર્માતા તરીકે આ ફિલ્મમાં જોડાવાનો નિર્ણય કર્યો. 'રામાયણ'ની આખી સ્ટાર કાસ્ટ અંગે સત્તાવાર જાહેરાત થવાની હજુ બાકી છે.

ઉલલ્લેખનીય છે કે, રામાયણમાં કલાકારોના પોશાક મશહૂર ડિઝાઇનર જોડી રિમ્પલ અને હરપ્રીત તૈયાર કરશે. અગાઉ આ જોડી સુપરહિટ ફિલ્મો પદ્માવત, હાઉસફુલ 4 અને હીરામંડી : ધ ડાયમંડ બાજારમાં પોતાની પ્રતિભા દેખાડી ચૂકી છે.

રામાયણમાં પોતાના ભાગને લઇને રિમ્પલ અને હરપ્રીત બહુ ઉત્સાહિત છે. હરપ્રીતે IANS સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, તેઓ , "રામાયણ માટે કોસ્ચ્યુમ ડિઝાઇન કરવાનું કામ પોતાને ખોળે આવતા ખૂબ જ ઉત્સાહિત અને સન્માનિત અનુભવે છે. જ્યારે રિમ્પલે કહ્યું હતું કે, આ અવસર ખરેખર એક આશીર્વાદ સમાન છે. વધુમાં તેણે કહ્યું હતું કે, "રામાયણ આપણા દેશના સાંસ્કૃતિક વારસામાં અનોખું મહત્વ ધરાવે છે."

celebrities મનોરંજન ન્યૂઝ