Ramayana : રણબીર કપૂરની 'રામાયણ'માં સાક્ષી તંવર મંદોદરીના પાત્ર માટે કન્ફર્મ? આ એક્ટ્રેસ માતા કૌશલ્યનું પાત્ર નિભાવશે?

Ramayan : નિતેશ તિવારી અને રણબીર કપૂરની રામાયણ અંગે એક નવું અપડેટ સામે આવ્યું છે. કહાની ઘર ઘર કી ફેમ સાક્ષી તંવર અને ઇંદિરા કૃષ્ણા આ ફિલ્મનો હિસ્સો હશે તેવા સમાચાર સામે આવ્યાં છે.

Ramayan : નિતેશ તિવારી અને રણબીર કપૂરની રામાયણ અંગે એક નવું અપડેટ સામે આવ્યું છે. કહાની ઘર ઘર કી ફેમ સાક્ષી તંવર અને ઇંદિરા કૃષ્ણા આ ફિલ્મનો હિસ્સો હશે તેવા સમાચાર સામે આવ્યાં છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Ramayana | Ramayana Movie | Ranbir kapoor | Nitish Tiwari | Ranbir Kapoor New Movie

રણબીર કપૂરની રામાયણમાં સાક્ષી તંવર મંદોદરીના પાત્ર માટે કન્ફર્મ? આ એક્ટ્રેસ માતા કૌશલ્યનું પાત્ર નિભાવશે? (ફોટો જનસત્તા)

Ranbir Kapoor New Movie Ramayana Star Cast : રણબીર કપૂર (Ranbir Kapoor) ની અપકમિંગ મુવી 'રામાયણ'ને (Ramayana) લઇને સતત ચર્ચાઓ કરી થઇ રહી છે.એક્ટર ભગવાન રામના રોલમાં નજર પડશે. આ ફિલ્મને લઇને પ્રતિદિન નવું અપડેટ સામે આવી રહ્યું છે. હાલમાં એવા સમાચાર પ્રકાશમાં આવ્યાં છે કે આ ફિલ્મમાં કહાની ઘર ઘર કી ફેમ સાક્ષી તંવર (Sakshi Tanwar) અને ઇંદિરા કૃષ્ણા મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

Advertisment
Ramayana | Ramayana Movie | Ranbir kapoor
Ramayan Movie : રામાયણમાં રણબીર કપૂર ભગવાન રામનું પાત્ર નિભાવશે

ઉલ્લેખનીય છે કે, અગાઉ રામાયણમાં માતા સીતા, રાવણ અને વીભષણનું પાત્ર નિભાવનારના નામ સામે આવ્યા હતા. મૌની રોયનું નામ સુરપંખાના પાત્ર માટે ચર્ચામાં આવ્યું હતું. પરુંતુ હવે રકુલ પ્રીત સિંહનું નામ સમે આવ્યું છે.

તો સની દેઓલનનું નામ હનુમાન અને સાઉથ સુપરસ્ટાર યશનું નામ વિભીષણના પાત્ર માટે સામે આવ્યું છે. આવી સ્થિતિમાં નવા સમાચાર પ્રમાણે, સાક્ષી તંવર રામાયણ મુવીમાં મંદોદરીનો રોલ અદા કરશે, જ્યારે એક્ટ્કેસ ઇંદિરા કૃષ્ણા માતા કૌશલ્યની ભૂમિકા નિભાવશે.

Advertisment

ઇંદિરા કૃષ્ણાએ રણબીર કપૂર સાથે પોતાની એક તસવીર તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ પછી દાવો કરવામાં આવી કરવામાં આવી રહ્યો છે કે તે રામાયણનો હિસ્સો છે અને માતા કૌશલ્યનું પાત્ર નિભાવશે.

આ પણ વાંચો : Bollywood Celebrities Secret : સલમાન ખાનથી લઇને શાહરૂખ ખાન દીપિકા પાદુકોણ સહિત સેલિબ્રિટીના સિક્રેટ

ઇંદિરાએ તસવીર શેર કરીને કેપ્શનમાં લખ્યું કે, "દેખો કૌન હૈ? મારા સૌથી ફેવરિટ રણબીર કપૂર. વધુમાં ઇંદિરાએ લખ્યું હતું કે, 2024ની આભારી અને ખુશ છું. આખરે તેમની સાથે એક સેલ્ફી મળી ગઇ."

celebrities મનોરંજન ન્યૂઝ