/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/Ramayana-Movie-Budget-News-In-Gujarati.jpg)
Ramayana Movie Budget | રામાયણ મુવી બજેટ,કરોડોના ખર્ચે રચાઈ રણબીર કપૂર સાઈ પલ્લવીની રામાયણ, યશએ લીધી આટલી ફી
Ramayana Movie Budget | રણબીર કપૂર (Ranbir Kapoor) અને સાંઈ પલ્લવી (Sai Pallavi) ની આગામી ફિલ્મ રામાયણ (Ramayanam) માટે ચાહકો દિવાના છે. આ ફિલ્મ રામાયણની સ્ટોરી પર આધારિત છે અને તેમાં ઘણા મોટા સ્ટાર્સ જોવા મળશે. ભગવાન રામના રોલ માટે રણબીર કપૂરને સાઇન કરવામાં આવ્યા છે, તો સાંઈ પલ્લવી માતા સીતાની ભૂમિકા ભજવતી જોવા મળશે.
રામાયણ મુવીમાં મહત્વપૂર્ણ પાત્ર એટલે કે રાવણની ભૂમિકા KGF સ્ટાર યશને આપવામાં આવી છે. રાવણના રોલમાં યશ કેવો દેખાશે તે તો સમય જ કહેશે, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે યશ ફક્ત 10 થી 15 મિનિટ માટે રાવણના રોલમાં જોવા મળશે.
રામાયણ મુવીમાં યશ નું પાત્ર (Yash Role In Ramayana Movie)
રામાયણમાં યશ ફક્ત રાવણની ભૂમિકા જ નથી ભજવી રહ્યા, પરંતુ તે ફિલ્મ સાથે નિર્માતા તરીકે પણ જોડાયેલા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ એક બેકસ્ટોરીથી શરૂ થશે જેમાં યશ રાવણ તરીકે જોવા મળશે. આ બેકસ્ટોરીમાં રાવણની વાર્તા બતાવવામાં આવશે. આ પછી, ફિલ્મના છેલ્લા ભાગમાં રાવણનું પાત્ર થોડા સમય માટે બતાવવામાં આવશે, જ્યાં સીતાનું અપહરણ કરવામાં આવશે. રામાયણના પહેલા ભાગમાં રાવણનો ઉલ્લેખ ઓછો થઈ રહ્યો છે.
રામાયણના બીજા ભાગમાં રાવણની ભૂમિકા ભજવનાર યશને સ્ક્રીન પર ઘણો સમય આપવામાં આવશે કારણ કે જ્યારે રામનો જન્મ, સીતા સ્વયંવર અને સીતાનું અપહરણ પહેલા ભાગમાં બતાવવામાં આવશે, ત્યારે રાવણના પાત્રને ભાગ 2 માં વિગતવાર રજૂ કરવામાં આવશે અને રામ રાવણ યુદ્ધના દ્રશ્યો બતાવવામાં આવશે.
રામાયણ મુવી બજેટ (Ramayana Movie Budget)
રામાયણ પાર્ટ વનમાં ભગવાન રામનું પાત્ર સ્થાપિત થશે અને બીજા ભાગમાં રાવણને સ્ક્રીન સ્પેસ મળશે અને યુદ્ધના દ્રશ્યો હશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નિતેશ તિવારી દિગ્દર્શિત રામાયણના પહેલા ભાગને બનાવવામાં 900 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.
રામાયણ મુવી પાર્ટ 2 માટે 700 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે. અહેવાલો અનુસાર, યશે આ ફિલ્મ માટે 100 કરોડ રૂપિયા ફી લીધી છે. એટલે કે, પહેલા ભાગ માટે 50 કરોડ રૂપિયા અને બીજા ભાગ માટે બાકીના 50 કરોડ રૂપિયા લેવામાં આવ્યા છે.
Ramayana teaser | રામાયણ ફિલ્મનું ટીઝર રિલીઝ, રણબીર કપૂર રામ અવતારમાં, યશ રાવણના રોલમાં, જુઓ
રામાયણ કાસ્ટ (Ramayana Cast)
ફિલ્મમાં સંગીત એઆર રહેમાનનું હશે અને તે આવતા વર્ષે દિવાળીના અવસર પર રિલીઝ થઈ શકે છે. રણબીર કપૂર, સાઈ પલ્લવી અને યશ ઉપરાંત, સની દેઓલ, રવિ દુબે, વિવેક ઓબેરોય અને અરુણ ગોવિલ જેવા સ્ટાર્સ ફિલ્મમાં જોવા મળશે. ટીવી પર હિટ રામાયણમ સિરિયલમાં અરુણ ગોવિલ ભગવાન રામની ભૂમિકામાં જોવા મળ્યા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us