/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/Ramayana-Movie-.jpg)
Ramayana Movie : 'રામાયણ' મુવીમાં રણબીર કપૂર સાથે અમિતાભ બચ્ચન પણ જોવા મળશે? 'રામાયણ' મુવીમાં રણબીર કપૂર સાથે અમિતાભ બચ્ચન પણ જોવા મળશે?
Ramayana : રામાયણ (Ramayana) ફિલ્મ જે નિતેશ તિવારીની આગામી મહાકાવ્ય સિનેમેટિક ડ્રામા છે. આ ફિલ્મને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. મુવીમાં રણબીર કપૂર (Ranbir Kapoor) લીડ રોલમાં જોવા મળશે તેવું પહેલાથી જ જાણવા મળ્યું છે. ત્યારે હવે અભિનેતાના પાત્રને લઈને રસપ્રદ માહિતી સામે આવી છે. આ સાથે જ આ ફિલ્મ વિશે વધુ એક રસપ્રદ ખુલાસો થયો છે, જે બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) સાથે સંબંધિત છે.
રિપોર્ટ અનુસાર એવું જાણવા મળ્યું છે કે 'રામાયણ'માં રણબીર કપૂર બેવડી ભૂમિકા ભજવશે, એક્ટર ન માત્ર ભગવાન રામનું પાત્ર પરંતુ હિંદુ પૌરાણિક કથાઓમાં સૌથી વધુ આદરણીય વ્યક્તિઓમાંના બે પરશુરામની પણ ભૂમિકા ભજવશે. આ મહત્વાકાંક્ષી કાસ્ટિંગે પ્રોજેક્ટ વિશે દર્શકોની ઉત્સુકતા વધારી છે. સોશિયલ મીડિયા પર એવી ચર્ચા છે કે નીતિશની રામાયણમાં રણબીર ભગવાન વિષ્ણુના એક નહીં પરંતુ બે અવતારની ભૂમિકા ભજવશે.
આ પણ વાંચો: Kangana Ranaut Emergency: કંગના રનૌત ની ઈમરજન્સી ને સેન્સેર બોર્ડની મંજૂરી
રણબીર કપૂરનું પરશુરામનું પાત્ર અદભૂત જોવા મળશે. અભિનેતા આ ભૂમિકા માટે નોંધપાત્ર પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યો છે અને તેનો દેખાવ દર્શકોને આશ્ચર્ય અને પ્રભાવિત કરશે તે નિશ્ચિત છે. ડબલ રોલ હોવા છતાં, બંને પાત્રો માટે રણબીરનો દેખાવ તદ્દન અલગ હશે, જેના કારણે તેમને સરળતાથી ઓળખવામાં મુશ્કેલી પડશે. જો કે, આ તમામ બાબતોને કોઈ સત્તાવાર મંજૂરી મળવાની બાકી છે.
આ પણ વાંચો: Devara Part 1 : જુનિયર એનટીઆરએ ગણેશ ચતુર્થીના અવસરે ‘દેવારા’ ની નવી ઝલક શેર કરી
આ સાથે અન્ય એક રસપ્રદ ખુલાસોએ છે કે રણબીર કપૂર અને સાઈ પલ્લવી અભિનીત આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ જોવા મળશે. રિપોર્ટ્સ અનુસાર, રામાયણમાં એક ખાસ રોલ માટે અમિતાભ બચ્ચનની પસંદગી કરવામાં આવી છે. એવો દાવો કરવામાં આવે છે કે અમિતાભ જટાયુના રોલ માટે ભૂમિકા ભજવશે. જેણે સીતાના અપહરણ વખતે રાવણ સામે બહાદુરીપૂર્વક લડત આપી હતી. એવા પણ સમાચાર છે કે નિર્માતાઓએ વીએફએક્સનો ઉપયોગ કરીને જટાયુના પાત્ર માટે બિગ બીની આંખો પણ સ્કેન કરી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us