Ramayana Movie Star Cast : નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં રહે છે. ફિલ્મ સાથે જોડાયેલી ઘણી માહિતી અત્યાર સુધી સામે આવી છે. રણબીર કપૂર, શ્રીરામ અને સાઈ પલ્લવી માતા સીતાની ભૂમિકા ભજવશે તે વાત કન્ફર્મ છે. આ સિવાય લંકાપતિ રાવણના રોલને લઈને એક અપડેટ સામે આવ્યું છે.
ચાહકો ‘રામાયણ’ની આતુરતાથી રામાયણ મુવીની રાહ જોઈ રહ્યા છે. પહેલીવાર ફેન્સ રણબીર કપૂરને એવા રોલમાં જોશે જેમાં તે પહેલા ક્યારેય જોવા મળ્યો નથી. આ ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક તસવીરો સામે આવી છે. શ્રી રામ અને માતા સીતાની ભૂમિકામાં રણબીર કપૂર અને સાઈ પલ્લવીના ફોટા સેટ પરથી લીક થયા હતા. દરમિયાન, રાવણનું પાત્ર ભજવતા યશને લઈને એક અપડેટ સામે આવ્યું છે.
‘રામાયણ’ની આખી સ્ટાર કાસ્ટ અંગે સત્તાવાર જાહેરાત થવાની બાકી છે. આ વચ્ચે એવા સમાચાર આવ્યા હતા કે યશ રામાયણ ફિલ્મના કો-પ્રોડ્યુસર હશે. તે રાવણનું પાત્ર ભજવશે નહીં. જો કે, મળતી માહિતી માહિતી મુજબ, યશ રાવણનું પાત્ર ભજવશે. IANSના અહેવાલમાં અનુસાર, યશ ‘રામાયણ’માં વાસ્તવિક સોનાનાથી મઢેલા કપડા પહેરશે.
રાવણ સુવર્ણ લંકા પર રાજ કરતો હતો અને ત્યાંનો રાજા હતો. આથી ફિલ્મમાં રાવણનું પાત્ર ભજવનાર યશ પણ વાસ્તવિક સોનાના કપડાં પહેરશે. તેનો પોશાક વાસ્તવિક સોનાનો બનેલો હશે.
ફિલ્મ ‘રામાયણ’થી અત્યાર સુધી જે માહિતી અને તસવીરો સામે આવી છે તેમાં લારા દત્તા કૈકેયીના રોલમાં અને અરુણ ગોવિલ રાજા દશરથના રોલમાં જોવા મળશે. પ્રખ્યાત ડિઝાઇનર રિમ્પલ-હરપ્રીત ફિલ્મના સ્ટાર્સ માટે કોસ્ચ્યુમ ડિઝાઇન કરશે.