/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/ranbir-kapoor.jpg)
Ranbir Kapoor : રણબીર કપૂર ફાઇલ તસવીર
Ranbir Kapoor Against Complaint : બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર (Ranbir Kapoor) તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'એનિમલ'ના કારણે ચર્ચામાં છે. આ ફિલ્મ એક્ટરની કારકિર્દીને નવા આયામ પર લઇ ગયો છે. રણબીર કપૂર માટે આ ફિલ્મ લકી સાબિત થઇ છે. રણબીર કપૂર એક વિવાદમાં ફસાઈ શકે છે. એક્ટર વિરૂદ્ધ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપ સાથે બુધવારે ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
હકીકતમાં તાજેતરમાં જ એનિમલ એક્ટરનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં રણબીર અને તેમના પરિવારના સભ્ય ક્રિસમસની કેક કાપી રહ્યા હતા. જેમાં કેક પર દારૂ નાંખીને આગ લગાડવામાં આવી રહી હતી. રણબીર કપૂર કેક કાપતી વખતે 'જય માતા દી' બોલતા નજર આવી રહ્યા હતા.
આ વીડિયો વાયરલ થયા બાદ રણબીર કપૂર ખૂબ ટ્રોલ થયો હતો.આ મામલે હજુ સુધી કોઈ FIR નોંધવામાં આવી નથી. ફરિયાદ કરનાર સંજય તિવારીએ પોતાના વકીલ દ્વારા દાવો કર્યો કે વીડિયોમાં એનિમલ એક્ટર જય માતા દી કહેતા કેક પર દારૂ અને આગ લગાડતા નજર આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, અત્યારે રણબીર કપૂરની ફિલ્મ એનિમલ ખૂબ ચર્ચામાં છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ ખૂબ કમાણી કરી છે. એનિમલ કમાણીના મામલે 500 કરોડની નજીક પહોંચી ગઈ છે. આ ફિલ્મમાં રણબીર કપૂરે રણવિજય સિંહની ભૂમિકા નિભાવી છે. જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. તાજેતરમાં જ રણબીર અને આલિયા પોતાની પુત્રી રાહા કપૂર સાથે નજર આવ્યા હતા. રાહાને જોઈને ચાહકોએ કહ્યુ હતુ કે આ બિલકુલ ઋષિ કપૂર જેવી લાગી રહી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us