Ranbir Kapoor and Alia Bhatt New Bunglow : બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર હાલમાં તેની આગામી ફિલ્મ રામાયણને લઇને સતત ચર્ચામાં છે. આ વચ્ચે એક સમાચાર સામે આવી રહ્યા છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની લાડલી રાહા કપૂર સૌથી અમીર સ્ટાર કિડ બની શકે છે.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બાંદ્રામાં તેના સપનાનું ઘર બનાવી રહ્યા છે. છેલ્લા 1 વર્ષથી ઘરનું બાંધકામ ચાલી રહ્યું છે. બોલિવૂડ લાઇફના અહેવાલ અનુસાર, રણબીર કપૂર તે ઘર તેની દીકરી રાહા કપૂરના નામે કરવા ઇચ્છે છે.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટના સપનાનું ઘર 250 કરોડ રૂપિયામાં તૈયાર થશે. રણબીર-આલિયાનું આ ઘર શાહરૂખ ખાનના મન્નત અને અમિતાભ બચ્ચનના જલસાની તુલનાએ મુંબઇમાં સૌથી મોંઘુ ઘર હશે.
મળતી માહિતી અનુસાર, રણબીર તેની દીકરીને અપાર પ્રેમ કરે છે અને આ બંગલાનું નામ તેના નામ પરથી રાખી શકે છે. આમ રાહા કપૂર બી ટાઉનની સૌથી અમીર સ્ટારકિડ બની જશે.
નીતૂ કપૂર તે બંગલાની કો ઓનર હશે. કારણ કે ઋષિ કપૂરે પત્ની નીતૂ કપૂરને દરેક પ્રોપર્ટીમાં અડધી માલકિન બનાવી હતી. પ્રાપ્ત વિગત અનુસાર, ન્યૂ બંગલામાં આખું કપૂર ફેમિલી એક સાથે રહેશે. મહત્વનું છે કે, આ બંગલા સિવાય રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પાસે 4 ફ્લેટ છે, જેની કિંમત અંદાજે 60 કરોડથી વધુ છે.




