Ranbir Alia Wedding Anniversary: રણબીર કપૂર અને આલિયા ભટ્ટ 14 એપ્રિલે એમના લગ્નની પ્રથમ વેડિંગ એનિવર્સરીની ઉજવણી કરી રહ્યા છે. રણબીર આલિયા હેપ્પી મેરેજ લાઇફને લઇને ઘણા જ ખુશ છે. આલિયાએ ઇનસ્ટાગ્રામ પર અનસીન ફોટા શેર કરતાં ફેન્સના દિલ જીતી લીધા. આ ફોટામાં બંનેનો એકબીજા પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટ ઝળકી રહ્યો છે.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટનો પહેલો ફોટો એમના લગ્નની હલ્દી સેરેમનીનો છે. બીજો ફોટો રણબીર કપૂરે જ્યારે આલિયાને પ્રપોઝ કર્યું હતું ત્યારનો છે. ત્રીજો ફોટો હાલનો તાજેતરનો છે જેમાં રણબીર અને આલિયા એકબીજાને સ્મિત સાથે ભેટી રહ્યા છે.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટની પ્રથમ વેડિંગ એનીવર્સરી પર ચાહકો અને ફેન્સ શુભેચ્છાઓનો વરસાદ વરસાવી રહ્યા છે. બોલિવુડ સેલેબ્સે પણ શુભેચ્છાઓ પાઠવી હતી. કેટલાક પ્રશંસકોએ તો બ્રહ્માસ્ત્ર ફિલ્મના એમના પાત્રોના નામ શિવ અને ઇશા તરીકે પણ શુભેચ્છાઓ પાઠવી હતી.
રણબીર આલિયા વેડિંગ એનિવર્સરીના એક દિવસ અગાઉ આલિયાની માતા સોની રાઝદાએ પણ બંનેના લગ્નના કેટલાક અનસીન ફોટો શેર કર્યા હતા. જેમાં તેણીએ સરસ મજાની કેપ્શન સાથે શુભેચ્છાઓ પાઠવતાં લખ્યું કે, એક વર્ષ પહેલા આ દિવસે મારા વ્હાલા (રણબીર આલિયા) એ અકબીજાને વચન આપ્યું હતું કે, જાડાં થઇશું કે પાતળા રહીશું, સારો સમય હશ કે ખરાબ, ગમે તેવી પરિસ્થિતિમાં પણ એકબીજાની સાથે જ રહીશું. બંનેને વેડિંગ એનેવર્સરીની ઘણી શુભેચ્છાઓ, આવનાર સમય સુખમય રહે.
રણબીર કપૂરની માતા નીતુ કપૂરે રણબીર આલિયા વેડિંગ એનિવર્સરીને યાદગાર બનાવતાં ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી અને સાથે લગ્નનો એક ફોટો શેર કર્યો, હેપ્પી એનિવર્સરી મારા વ્હાલા, મારા ધબકારા. પ્રેમ અને આશીર્વાદ. રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર સાહનીએ પણ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લગ્નનો એક ફોટો શેર કર્યો અને લખ્યું કે, રાહાના મમ્મી અને પપ્પાને પ્રથમ વર્ષગાંઠની શુભેચ્છાઓ.
આલિયા ભટ્ટે કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણમાં રણબીરના પ્રસ્તાવ અંગે પણ ખુલાસો કર્યો હતો. આલિયાએ કહ્યું કે, મને તેની અપેક્ષા પણ ન હતી. ઘણા સમય સુધી અમે વાત કરતા રહ્યા પરંતુ પછી કોરોના મહામારી આવી. તેણે કોઇને કહ્યું નહીં અને રિંગ લઇ અદભૂત જગ્યાએ પ્રપોઝ કર્યું.





