scorecardresearch

રણબીર કપૂર આલિયા ભટ્ટની ખાનગી તસવીરો લેતા ભડક્યો, ફ્રી પડતા જ કડક પગલા લેશે

આલિયા ભટ્ટની પ્રાઈવસીને તોડી તેની તસવીરો લેવાનો મામલો દિવસેને દિવસે વધતા રણબીર કપૂરની પ્રતિક્રિયા સામે આવી છે.

આલિયા ભટ્ટ ફાઇલ તસવીર
આલિયા ભટ્ટ ફાઇલ તસવીર

Ranbir Kapoor On Alia Bhatt: બોલિવૂડની ટોચની અભિનેત્રીમાં સ્થાન ધરાવનાર આલિાયા ભટ્ટે પોસ્ટ દ્વારા પોતાની પ્રાઇવસી ભંગ થવા મામલે અવાજ ઉઠાવ્યો છે. કેટલાક ફોટોગ્રાફરોએ ઘરમાં ફરતી આલિયાની તસવીરો તેની પરવાનગી વગર ક્લિક કરીને એક પોર્ટલમાં થકી શેર કરવામાં આવી હતી. જેને પગલે આલિયા ખુબ થઇ ગઇ હતી. આ પછી આલિયાએ પ્રાઇવસી મુદ્દે અવાજ ઉઠાવતા ઘણા સેલિબ્રિટીઓએ આલિયાનું સમર્થન કર્યું હતું. જેમાં આ મામલે તેના પતિ રણબીર કપૂરની પ્રતિક્રિયા પણ સામે આવી છે.

View this post on Instagram

A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt)

એક પોર્ટલ ઇનસાઇડરે દાવો કર્યો છે કે, આ સમગ્ર ઘટના બાદ રણબીર કપૂર હલબલી ગયો છે. એવું લાગે છે કે, રણબીર ખૂબજ ગુસ્સે થઈ ગયો છે. આ પોર્ટલે એવો દાવો કર્યો છે કે, રણબીર આ મીડિયા આઉટલેટ સામે કડક પગલાં લેવાનું વિચારી રહ્યો છે. વાસ્તવમાં રણબીર કપૂર આ દિવસોમાં મુંબઈની બહાર છે અને તે તેની આગામી ફિલ્મ તુ જૂઠી મેં મક્કારના પ્રમોશનમાં વ્યસ્ત છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, રણબીરને પણ આલિયાની ઈન્સ્ટા પોસ્ટ પરથી આલિયાની ખાનગી તસવીરના સમાચારની ખબર પડી હતી. રણબીરે નક્કી કર્યું છે કે, તે હવે સુરક્ષા વધારશે જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને. જોકે, એ સ્પષ્ટ છે કે, રણબીર તેની પત્નીની પ્રાઈવસીને લઈને ઘણો ગંભીર છે.

ફિલ્મ સ્ટાર્સે પણ આ બાબતે નારાજગી વ્યક્ત કરી છે. આલિયાની ઇન્સ્ટા સ્ટોરી શેર કરીને ઘણા લોકો પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી રહ્યાં છે. જેમાં કરણ જોહર, અનુષ્કા શર્મા, સુષ્મિતા સેન સહિત ઘણા મોટા સ્ટાર્સ આ મુદ્દે અવાજ ઉઠાવ્યો છે.

View this post on Instagram

A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt)

આ પણ વાંચો: સેલ્ફી રિવ્યૂ: સેલ્ફી મુવીને દર્શકોએ ગણાવી ટાઇમવેસ્ટ, કાર્તિક આર્યન અક્ષય કુમાર કરતાં વધુ સારો

હાલના દિવસોમાં રણબીર કપૂર તેની આગામી ફિલ્મની રાહ જોઈ રહ્યો છે. બ્રહ્માસ્ત્રની સફળતા બાદ રણબીર કપૂર તુ જૂઠી મેં મક્કારના ફિલ્મના પ્રમોશનમા વ્યસ્ત થઈ ગયો છે. આ ફિલ્મમાં તેની સાથે શ્રદ્ધા કપૂર લીડ રોલમાં છે. લોકો ફિલ્મના ટ્રેલર અને ગીતોને પસંદ કરી રહ્યા છે. આ રોમ કોમ ફિલ્મનો ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ લવ રંજન દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે જે, 8 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

Web Title: Ranbir kapoor angrey to alia bhatt private picture viral news

Best of Express