ગણપતિ સેલિબ્રેશનના કપૂર ફેમિલીના ફોટોઝ વાયરલ, રાહા રણબીર કપૂરના ખોળામાં જોવા મળી, જુઓ ફોટા

રણબીર કપૂરની પુત્રી રાહા કપૂર અને કરીના કપૂરના પુત્રો જેહ અને તૈમુર અલી ખાન, કપૂર પરિવારના ગણેશ ચતુર્થીની ઉજવણીમાં સ્પોટ થયા હતા. અહીં જુઓ ફોટા

Written by shivani chauhan
September 16, 2024 10:18 IST
ગણપતિ સેલિબ્રેશનના કપૂર ફેમિલીના ફોટોઝ વાયરલ, રાહા રણબીર કપૂરના ખોળામાં જોવા મળી, જુઓ ફોટા
ગણપતિ સેલિબ્રેશનના કપૂર ફેમિલીના ફોટોઝ વાયરલ, રાહા રણબીર કપૂરના ખોળામાં જોવા મળી, જુઓ ફોટા

કપૂર પરિવાર ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi) ની ઉજવણી કરવા એકસાથે ભેગા થયા હતા, અને કરિશ્મા કપૂરે તાજેતરમાં ઘરના તહેવારના કેટલાક ફોટા શેર કર્યા હતા. ફોટોઝમાં આખો પરિવાર હસતો હતો અને પોઝ આપતો નજર આવે છે,પરંતુ ખાસ કરીને રણબીર કપૂર અને આલિયા ભટ્ટ (Alia Bhatt) ની પુત્રી રાહા કપૂર (Raha Kapoor) અને કરીના કપૂરના પુત્રો જેહ અને તૈમુર અલી ખાનએ લોકોનું ધ્યાન વધારે ખેંચ્યું છે.

એક ફોટામાં, રાહા ગ્રીન કલરના આઉટફિટમાં અદભુત લાગે છે, તે તેના પિતા રણબીર કપૂરના ખોળામાં બેસીને પોઝ આપતી દેખાય છે. રણબીરએ પીળા કુર્તા અને સફેદ પાયજામામાં દેખાય છે. કરીના કપૂરનો તોફાની નાનો પુત્ર જેહ પણ રમતિયાળ મૂડમાં તેની મમ્મી સાથે પોઝ આપતો જોવા મળે છે. બીજી તરફ તૈમૂર તેના દાદા રણધીર કપૂર સાથે બેઠેલો જોવા મળે છે.

આ પણ વાંચો: શાહરુખ ખાન બાદ રાધિકા મર્ચન્ટ અને અંબાણી પરિવારે દીપિકા પાદુકોણ અને પુત્રીની લીધી મુલાકાત

કરિશ્મા કપૂર તેની માતા બબીતા ​​અને રણધીર કપૂર વચ્ચે બેઠેલી જોવા મળે છે. જેથી એક પરફેક્ટ ફેમિલી ફોટો ગણી શકાય. રણધીરની બહેન રીમા જૈન પણ તેના બે પુત્રો અરમાન અને આધાર જૈન સાથે ઉજવણીમાં સામેલ થઈ હતી. આધારએ તાજેતરમાં અલેખા અડવાણીને પ્રપોઝ કર્યું હતું અને ફેમિલી ફોટો માટે તેની મંગેતર સાથે પોઝ આપ્યો હતો. અરમાન તેના પુત્રને તેના હાથમાં પકડેલો જોવા મળે છે, જ્યારે તેની પત્ની અનિતા તેની બાજુમાં સ્મિત કરે છે.

આ પણ વાંચો: રેડિયો જોકી તરીકે કામ કર્યું, વિકી ડોનરથી એકટિંગ કરિયરની શરૂઆત કરનાર આયુષ્માન ખુરાના આજે 15 વધુ ફિલ્મો આપી

અન્ય એક વાયરલ થયેલ વિડીયોમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર અડધી રાત્રે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા, તેમની સાથે નીતુ કપૂર પણ જોડાઈ હતી. અભિનેત્રી એરપોર્ટ પર આવી, ત્યારે નાનકડી રાહાને રમતિયાળ રીતે આવકાર આપ્યો હતો. દાદીને જોઈને રાહા પણ સ્વીટ સ્માઈલ કરી અને તાળી પાડવા લાગી હતી, આ વિડીયો ઇન્ટરનેટ પર ખુબજ વાયરલ થયો છે.

આ દરમિયાન સલમાન ખાને ગણપતિ દર્શન માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના ઘરે મુલાકાત લીધી હતી. આ ફોટામાં, સલમાન વાદળી શર્ટ અને મેચિંગ જીન્સ પહેરેલો જોવા મળે છે કારણ કે તે બાપ્પાની મૂર્તિ સમક્ષ પ્રાર્થના માટે હાથ જોડી રહ્યો છે. આ કાર્યક્રમમાં તેની બહેન અર્પિતા ખાન તેની સાથે હતી.

આ પહેલા સલમાન ખાન અર્પિતાના ઘરે ગણેશ વિસર્જન સમારોહમાં જોવા મળ્યો હતો.આ પ્રસંગના વીડિયો અને ફોટામાં સલમાન તેની ભત્રીજી આયત અને અન્ય બાળકો સાથે ગણેશ આરતી કરતો જોવા મળ્યો હતો. સેલિબ્રેશનમાં સલીમ ખાન, અરબાઝ ખાન, સોહેલ ખાન, અરહાન ખાન, અલીઝેહ અગ્નિહોત્રી અને યુલિયા વંતુર સહિત પરિવારના કેટલાય સભ્યો હાજર હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ