/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/Randeep-Hooda-Lin-Laishram-Weeding.jpg)
રણદીપ હુડ્ડાએ ગર્લફ્રેન્ડ લીન લેશરામ સાથે મણિપુર રિવાજમાં લગ્ન કર્યા છે. (Photo - Social Media)
Randeep Hooda Lin Laishram Weeding Photo : રણદીપ હુડા અને લીન લેશરામ બન્યા મણિપુરી દુલ્હન અને વરરાજાની લગ્નની પ્રથમ તસવીર સામે આવીઃ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં રણદીપ હુડ્ડા અને લીન લેશરામની પેવેલિયનની અંદરની ઝલક જોવા મળી રહી છે. વીડિયોમાં કપલ મણિપુરી દુલ્હા અને દુલ્હનના પોશાકમાં જોવા મળે છે.
બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડા આજે એટલે કે 29મી નવેમ્બરે લગ્ન બંધનમાં બંધાઇ ગયો છે. રણદીપ હુડ્ડાએ આજે મણિપુરની લિન લેશરામ સાથે લગ્ન કરવાના છે. એક્ટર ઘણા સમયથી સમાસ 37 વર્ષીય એક્ટ્રેસ લીન લેશરામ સાથે રિલેશનશિપમાં હતો. તમને જણાવી દઇયે કે રણદીપ હડ્ડાની પત્ની તેના કરતા ઉંમરમાં 10 વર્ષ નાની છે.
#WATCH | Manipur | Wedding rituals underway at Chumthang Shannapung resort in Imphal as actors Randeep Hooda and Lin Laishram tie the knot in a traditional Meitei wedding ceremony here. pic.twitter.com/86g6TPFPWG
— ANI (@ANI) November 29, 2023
રણદીપ હુડ્ડા અને લીન લેશરામના ઇમ્ફાલમાં લગ્ન (Randeep Hooda Lin Laishram Weeding)
રણદીપ હુડ્ડા અને લીન લેશરામના લગ્નના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. બંનેના લગ્ન મણિપુરના રીતિ-રિવાજથી કરવામાં આવ્યા છે. લગ્નના વીડિયમાં અભિનેતા પરંપરાગત મણિપુરી પોશાકમાં સજ્જ જોવા મળે છે અને લગ્ન સ્થળ પર લગ્નની વિધિઓ કરે છે. તો વધુ લીન એક સુંદર મણિપુરી દુલ્હનના રૂપમાં સુંદર રીતે તૈયાર થયેલી છે.
આ વીડિયોમાં જોઈ શકાય છે કે રણદીપ હુડ્ડા સફેદ કપડામાં જોવા મળી રહ્યો છે. તેણે માથા પર સોનેરી બોર્ડરવાળો સફેદ સાફો પહેર્યો છે. રણદીપે તેના કપડા ઉપર સફેદ શાલ જેવું પહેર્યું છે. તો દુલ્હન લિન લેશરામ સંપૂર્ણપણે મણિપુરીના પરંપરાગત ડ્રેસમાં સજ્જ દેખાઈ રહી છે.
#WATCH | Manipur | Actors Randeep Hooda and Lin Laishram tie the knot in a traditional Meitei wedding ceremony in Imphal. pic.twitter.com/MsRLUhcCwE
— ANI (@ANI) November 29, 2023
દુલ્હને તેના લગ્નમાં જે કપડા પહેર્યો છે તેને પોટલોઈ અથવા પોલોઈ કહેવામાં આવે છે. જે જાડા કાપડ અને સખત વાંસથી બનેલું નળાકાર સ્કર્ટ છે. તેણીએ ખૂબ જ ભારે સોનાના દાગીના પહેર્યા છે. તસવીરો અને વીડિયોમાં તે તેના પરિવાર અને સંબંધીઓથી ઘેરાયેલો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો | રિલીઝ પહેલાં જ રણબીર કપૂર અને રશ્મિકા મંદાનાની એનિમલે બંપર કમાણી કરી, જાણો ફિલ્મ ઓપનિંગ ડે પર કેટલી આવક કરશે?
રણદીપ હુડ્ડાના ક્યાં થઇ રહ્યા છે?
તમને જણાવી દઈએ કે આ કપલ ઈમ્ફાલના ચુમથાંગ શન્નાપુંગ રિસોર્ટમાં લગ્ન કરી રહ્યા છે. બંને લગ્ન પહેલા જ મંદિર પહોંચ્યા હતા. જેનો એક વીડિયો સામે આવ્યો છે. આ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે બંને વચ્ચે ઉંમરનો તફાવત 10 વર્ષનો હોવાનું કહેવાય છે. લગ્ન પછી, કપલ મુંબઈમાં તેમના નજીકના અને મિત્રો માટે ભવ્ય રિસેપ્શન પાર્ટીનું આયોજન કરશે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો લિન 'મેરી કોમ', 'રંગૂન' અને 'જાને જાન' જેવી ફિલ્મોમાં કામ કરવા માટે જાણીતી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us