Rani Mukerji Lifestyle : રાની મુખર્જીના જીવનના એકથી એકથી કિસ્સા, એક્ટ્રેસ કરોડોની માલકિન

Rani Mukerji Lifestyle : રાની મુખર્જી આજે 46 વર્ષની થઈ ગઈ છે. આજે આ અહેવાલમા રાની મુખર્જીની વૈભવી લાઇફ સ્ટાઇલ અને તેના જીવનના રહસ્યો જણાવીશું.

Rani Mukerji Lifestyle : રાની મુખર્જી આજે 46 વર્ષની થઈ ગઈ છે. આજે આ અહેવાલમા રાની મુખર્જીની વૈભવી લાઇફ સ્ટાઇલ અને તેના જીવનના રહસ્યો જણાવીશું.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Rani Mukerji Birthday | Rani Mukerji Lifestyle | Rani Mukerji Networth | Rani Mukerji Aditya Chopra | Rani Mukerji Big Fan Of Amitabh Bachchan

Rani Mukerji Lifestyle : રાની મુખર્જી આજે 46 વર્ષની થઈ ગઈ છે. આજે આ અહેવાલમા રાની મુખર્જીની વૈભવી લાઇફ સ્ટાઇલ અને તેના જીવનના રહસ્યો જણાવીશું. (ફોટો રાની ઇન્સ્ટા)

Rani Mukerji Lifestyle : ભારતીય સિનેમા પર પોતાના અભિનયની ઊંડી છાપ છોડનારી રાની મુખર્જી આજે 21 માર્ચે પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. રાની મુખર્જીએ બોલિવૂડને એકથી એક સુપરહિટ ફિલ્મોની ભેટ આપી છે. વર્ષો પછી પણ લોકો રાની મુખર્જીને ટીના અને બબલીના નામથી બોલાવે છે. રાની મુખર્જી ઘણી સંપત્તિ પણ કમાઈ છે, આજે તે કરોડોની સંપત્તિની માલિક છે. આજે આ અહેવાલમા રાની મુખર્જીની વૈભવી લાઇફ સ્ટાઇલ અને તેના જીવનના રહસ્યો જણાવીશું.

Advertisment
Rani Mukerji (Rani Mukerji Photo)

રાની મુખર્જીની પ્રેરણા

રાની મુખર્જી આજે 46 વર્ષની થઈ ગઈ છે. રાની મુખર્જીનો જન્મ 1978ના રોજ થયો હતો. રાનીના પિતા રામ મુખર્જી જાણીતા નિર્માતા હતા અને માતા કૃષ્ણા મુખર્જી ગાયિકા હતા. બાળપણમાં રાની મુખર્જીની પ્રેરણા અમિતાભ બચ્ચન, માધુરી દીક્ષિત, શ્રીદેવી અને આમિર ખાન હતા.

રાની મુખર્જીને બાળપણથી જ એક્ટિંગનો શોખ હતો. જેને પગલે તે સ્કૂલ છોડીને આમિર ખાનની ફિલ્મના સેટ પર ઓડિશન આપવા પહોંચી હતી.

માતાના આગ્રહ પર અભિનયની દુનિયામાં એન્ટ્રી

જો કે તમને જાણીને નવાઇ લાગશે કે રાની મુખર્જી ક્યારેય ફિલ્મી દુનિયામાં આવવા માગતી નહોતી. પરંતુ કિસ્મતમાં કંઇ બીજુ જ લખાયેલું હતું. રાની મુખર્જીના પિતાની બાયપાસ સર્જરી કરાવ્યા પછી તેના પિતાની આવક બંધ થઈ ગઈ હતી. તેથી પરિવારની જવાબદારી નિભાવવા તેણે તેના માતાના આગ્રહ પર અભિનયની દુનિયામાં એન્ટ્રી કરી હતી.

Advertisment

રાની મુખર્જીએ આ ફિલ્મથી એક્ટિંગની શરૂઆત કરી

રાની મુખર્જીએ પોતાના એક્ટિંગ કરિયની શરૂઆત ફિલ્મ 'રાજા કી આયેગી બારાત'થી કરી હતી. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઇ હતી. રાની મુખર્જીને એક્ટિંગમાં પ્રચંડ સફળતા કરન જોહરની 'કુછ કુછ હોતા હૈ' થી મળી હતી. આ ફિલ્મમાં પહેલાથી શાહરૂખ ખાન રાહુલ અને કાજોલ અંજલીના લીડ રોલમાં હતી.જ્યારે ટીનાના પાત્ર માટે ટ્વિંકલ ખન્ના નક્કી હતી, પરંતુ ટ્વિંકલ ખન્નાએ એવું કહીને ફિલ્મ છોડી દીધી હતી કે તેને ટીનાનું પાત્ર પસંદ નથી.

આમિર ખાને રાનીની માફી માંગી

તેવામાં શાહરુખ ખાને ફિલ્મ 'રાજા કી આયેગી બારાત' જોઈ હતી, જેમાં તેમને રાની મુખર્જીની એક્ટિંગ ખૂબ જ ગમી હતી. અને આમ, શાહરુખની સલાહ પર કરણ જોહરે રાનીને ટીનાના રોલમાં કાસ્ટ કરી હતી.1998ના રોજ રિલીઝ થયેલી ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ' બ્લોકબસ્ટર હિટ રહી અને રાની મુખર્જીએ પોતાની શાનદાર એક્ટિંગથી ઓળખ પ્રસ્થાપિત કરી. આ ફિલ્મ બાદ રાનીના અવાજના પણ ખૂબ વખાણ થયા હતા. જ્યારે આમિરે તે ફિલ્મ જોઈ ત્યારે તેમણે ફિલ્મ 'ગુલામ'માંથી રાનીનો અવાજ હટાવવા બદલ માફી માગી હતી.

આ પછી રાની મુખર્જીએ 'હદ કર દી આપને', 'હર દિલ જો પ્યાર કરેગા', 'કહીં પ્યાર ના હો 'નાયક', 'ચોરી-ચોરી ચુપકે-ચુપકે', 'મુઝસે દોસ્તી કરોગી', 'સાથિયા' જેવી પુષ્કળ ફિલ્મો કરી હતી.

રાનીને અમિતાભ બચ્ચન સાથે લગ્ન કરવા હતા?

રાની મુખર્જીએ સિમી ગરેવાલના ચેટ શોમાં દિલ ખોલીને વાત કરી હતી. મહત્વનું છે કે, રાની મુખર્જી બાળપણથી જ બિગ બીની મોટી ફેન હતી. ત્યારે એક્ટ્રેસે ખુલાસો કર્યો હતો કે, જો તેને મોકો મળ્યો હોત તો તે અમિતાભ બચ્ચન સાથે જ લગ્ન કરી લેત. રાની મુખર્જીએ અમિતાભ બચ્ચન સાથે બ્લેક ફિલ્મમાં કિસિંગ સીન પણ કર્યો હતો. આ સીનને પગલે રાની મુખર્જી અને અભિષેકનું બ્રેક અપ થયું હોવાનો અહેવાલ છે. સાથે જ જયા બચ્ચન ખુબ ભડકી ગઇ હતી.

આ સિવાય રાની મુખર્જી અને અમિતાભ બચ્ચન વીર-ઝારા' 'બ્લેક', 'બંટી ઔર બબલી', 'કભી અલવિદા ના કહેના', 'બાબુલ'માં પણ સાથે જોવા મળ્યા છે. 'બ્લેક' રાની મુખર્જી અને અમિતાભ બચ્ચનની કરિયરની બેસ્ટ ફિલ્મ છે.

રાની મુખર્જી અને આદિત્ય ચોપરા લવ સ્ટોરી

રાની મુખર્જી અને આદિત્ય ચોપરાની લવ સ્ટોરી તો હજુ પણ રહસ્ય છે. કપલ અંગત લાઇફ જીવવામાં માને છે. ફિલ્મ ‘રાજા કી આયેગી બારાત’ બાદ રાની અને આદિત્ય પ્રથમ વખત રેસ્ટોરન્ટમાં મળ્યા હતા. જોકે, રાનીના કહેવા પ્રમાણે, બંનેની મુલાકાત ત્યારે થઈ જ્યારે તે કરણ જોહરની ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ કરી રહી હતી.

વર્ષ 2009માં આદિત્ય ચોપરાએ તેની પત્નીથી છૂટાછેડા લીધા હતા. આ પછી આદિત્ય અને રાનીના સંબંધોની શરૂઆત થઈ. તે સમયે બંને પોતાના અંગત જીવનમાં ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હતા. ઘણા લોકોએ કહ્યું હતું કે, રાની અને આદિત્ય વચ્ચેના સંબંધો આદિત્યના લગ્ન ચાલુ હતા ત્યારે પણ હતા, પરંતુ રાનીએ આ અહેવાલોનું સાચું સત્ય જણાવતા કહ્યું કે, આદિત્ય સાથેના મારા સંબંધો ત્યારે શરૂ થયા જ્યારે બંનેના છૂટાછેડા થયા.

તેમના સંબંધોનો ખુલાસો શત્રુઘ્ન સિન્હાએ કર્યો હતો.શત્રુઘ્ને એક ઈવેન્ટ દરમિયાન રાની મુખર્જીને રાની ચોપરા કહી હતી. નિર્માતા યશ ચોપરાના પૂતળાના વિમોચન દરમિયાન શત્રુઘ્ને કહ્યું હતું કે, “હું પમેલા ચોપરા, ઉદય, રાની ચોપરા અને બાકીના પરિવારને આ માટે શુભેચ્છા પાઠવું છું.”

ઘણા વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ રાની અને આદિત્યએ પરિવારના સભ્યો વચ્ચે ઈટાલીમાં લગ્ન કર્યા હતા.લગ્નના બીજા જ વર્ષે રાનીએ પુત્રી આદિરાને જન્મ આપ્યો.જ્યારે તેની પુત્રી આદિરા 14 મહિનાની થઈ ત્યારે તેમણે તેમના પતિ આદિત્ય ચોપરાની વિનંતી પર ફિલ્મ 'હિચકી'નું શૂટિંગ કર્યું. રાની મુખર્જી છેલ્લે ફિલ્મ મિસિસ ચેટર્જી VS નોર્વે' (2023) માં જોવા મળી હતી.

આ પણ વાંચો : Holi 2024 : રણવીર સિંહથી લઇને કરીના કપૂર ખાન સુધી આ સિતારાઓને પસંદ નથી હોળી?

રાની મુખર્જીની નેટવર્થ

રાની મુખર્જીના આલીશાન ઘરની કિંમત 7 કરોડ છે, જ્યારે તેની પાસે અનેક લક્ઝરી વાહનો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાની મુખર્જી 90 કરોડથી વધુની પ્રોપર્ટીની માલિક છે. તેની નેટવર્થ પણ દિવસેને દિવસે વધી રહી છે.

સેલિબ્રિટી બર્થ ડે celebrities મનોરંજન ન્યૂઝ