Rani Mukerji | કુછ કુછ હોતા હે ફિલ્મથી મળી ઓળખ, રાની મુખર્જી મર્દાની 3 માં જોવા મળશે, એકટ્રેસ પાસે આટલી સંપત્તિ !

Rani Mukerji | રાની મુખર્જી (Rani Mukerji) એ 1998 માં દો ગુલામ અને કુછ કુછ હોતા હૈ જેવી હિટ ફિલ્મો આપી ત્યારબાદ સાથિયા, ચલતે ચલતે, કભી અલવિદા ના કહેના, વીર-ઝારા, યુવા, બંટી ઔર બબલી, નો વન કિલ્ડ જેસિકા, તલાશ, બ્લેક, મર્દાની, મર્દાની 2 અને હિચકી જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

Rani Mukerji | રાની મુખર્જી (Rani Mukerji) એ 1998 માં દો ગુલામ અને કુછ કુછ હોતા હૈ જેવી હિટ ફિલ્મો આપી ત્યારબાદ સાથિયા, ચલતે ચલતે, કભી અલવિદા ના કહેના, વીર-ઝારા, યુવા, બંટી ઔર બબલી, નો વન કિલ્ડ જેસિકા, તલાશ, બ્લેક, મર્દાની, મર્દાની 2 અને હિચકી જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Rani Mukerji

કુછ કુછ હોતા હે ફિલ્મથી મળી ઓળખ, રાની મુખર્જી મર્દાની 3 માં જોવા મળશે, એકટ્રેસ પાસે આટલી સંપત્તિ !

Rani Mukerji | બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જી (Rani Mukerji) તેના મજબૂત અભિનય માટે જાણીતી છે. આ અભિનેત્રી ક્યારેય અભિનયની દુનિયામાં પ્રવેશવા માંગતી નહોતી, પરંતુ ભાગ્યમાં તેના માટે કંઈક બીજું જ હતું. રાનીએ 1996 માં ફિલ્મ 'રાજા કી આયેગી બારાત' દ્વારા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મ ખરાબ રીતે ફ્લોપ ગઈ, ત્યારબાદ તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર રહી હતી. ત્યારબાદ અભિનેત્રીએ 1998 માં દો ગુલામ અને કુછ કુછ હોતા હૈ જેવી હિટ ફિલ્મો આપી હતી. અહીં સેલિબ્રિટી બર્થ ડે સિરીઝમાં રાની મુખર્જી વિષે વધુમાં જાણો

Advertisment

રાની મુખર્જી મુવીઝ (Rani Mukherjee Movies)

રાની મુખર્જીએ 1998 માં દો ગુલામ અને કુછ કુછ હોતા હૈ જેવી હિટ ફિલ્મો આપી ત્યારબાદ સાથિયા, ચલતે ચલતે, કભી અલવિદા ના કહેના, વીર-ઝારા, યુવા, બંટી ઔર બબલી, નો વન કિલ્ડ જેસિકા, તલાશ, બ્લેક, મર્દાની, મર્દાની 2 અને હિચકી જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

રાની મુખર્જી અપકમિંગ મુવીઝ (Rani Mukherjee Upcoming Movie)

રાની મુખર્જી 'મર્દાની 3'માં જોવા મળશે, જેમાં તે એક બહાદુર પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ અંગે હજુ સુધી કોઈ મોટી અપડેટ આવી નથી. ભલે આ અભિનેત્રી હવે ફિલ્મ ઉદ્યોગમાં એટલી સક્રિય નથી, તે ઘણીવાર પાર્ટીઓ કે કાર્યક્રમોમાં જોવા મળે છે. છેલ્લી વખત તેમની ફિલ્મ શ્રીમતી ચેટર્જી વર્સિસ નોર્વે 2023 માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી શકી ન હતી, પરંતુ તેને વિવેચકો તરફથી ઘણી પ્રશંસા મળી હતી.

આ પણ વાંચો: શનાયા કપૂર વિક્રાંત મેસી સાથે આંખો કી ગુસ્તાખિયાં ફિલ્મમાં જોવા મળશે, તસ્વીર કરી શેર

Advertisment

રાની મુખર્જીની નેટ વર્થ (Rani Mukherjee Net Worth)

રાની મુખર્જીની કુલ સંપત્તિ લગભગ 206 કરોડ રૂપિયા છે. જનસત્તાના અહેવાલ મુજબ, અભિનેત્રી એક ફિલ્મ માટે લગભગ 7 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. જ્યારે તેમના પતિ આદિત્ય ચોપરાની કુલ સંપત્તિ 7200 કરોડ રૂપિયા છે. રાની તેના પતિ અને પુત્રી સાથે એક ભવ્ય અને આલીશાન ઘરમાં રહે છે, જેની કિંમત 30 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ ઉપરાંત, અભિનેત્રીનું ખંડાલામાં એક ફાર્મ હાઉસ છે અને તેની કિંમત 8 કરોડ રૂપિયા છે. તેમની પાસે ઘણી લક્ઝરી કાર પણ છે, જેમાં BMW 7 સિરીઝ, મર્સિડીઝ-બેન્ઝ S-ક્લાસ, રેન્જ રોવર વોગ અને Audi A8 W12નો સમાવેશ થાય છે.

સેલિબ્રિટી બર્થ ડે celebrities મનોરંજન ન્યૂઝ