રણવીર સિંહે કેમ દીપિકા પાદુકોણ સાથેની લગ્ની તસવીરો ડિલીટ કરી? જાણો શું છે હકીકત

Ranveer Singh : રણવીર સિંહે તેના અને દીપિકા પાદુકોણના લગ્નની તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી હટાવી દીધી છે. મંગળવારે, ચાહકોએ જોયું કે રણવીરના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર લગ્નના ફોટા દેખાતા નથી. રણવીર સિંહ સપ્ટેમ્બર સુધીમાં માતા-પિતા બની જશે.

Ranveer Singh : રણવીર સિંહે તેના અને દીપિકા પાદુકોણના લગ્નની તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી હટાવી દીધી છે. મંગળવારે, ચાહકોએ જોયું કે રણવીરના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર લગ્નના ફોટા દેખાતા નથી. રણવીર સિંહ સપ્ટેમ્બર સુધીમાં માતા-પિતા બની જશે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Ranveer Singh | Ranveer Singh Deletes Instagram Post | Ranveer Singh Instagram

રણવીર સિંહએ કેમ દીપિકા પાદુકોણ સાથેની લગ્ની તસવીરો ડિલીટ કરી? જાણો શું છે હકીકત

જો મોટા સ્ટાર્સ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર કંઈપણ પોસ્ટ શેર કરે અથવા દૂર કરે છે, તો યૂઝર્સને તરત જ તેની જાણ થઈ જાય છે. હાલમાં રણવીર સિંહે પણ કંઈક આવું જ કર્યું છે. હાલમાં રણવીર સિંહના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર 24 જાન્યુઆરી 2023 પહેલાની કોઈ પોસ્ટ દેખાતી નથી. આ અહેવાલમાં સમગ્ર ઘટના વિષે વિસ્તૃત વાંચો.

Advertisment

રણવીર સિંહના ઇન્સ્ટાગ્રામ પર આખરી પોસ્ટ એડિડાસની જોવા મળી રહી છે. હવે, રણવીરે પોતે આ કારનામું કર્યું છે કે પછી તેની પાસે કોઈ ટેકનિકલ સમસ્યા છે, આ અંગે હાલમાં કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે 2018માં લગ્ન કર્યા હતા. હવે જ્યારે તેના એકાઉન્ટ પર 2023થી જૂની પોસ્ટ્સ દેખાતી નથી, ત્યારે માનવામાં આવે છે કે લગ્નના ફોટા પણ ડિલીટ કરવામાં આવ્યા છે.

Advertisment

રણવીર સિંહને ઇન્સ્ચાગ્રામ પર 4 કરોડ 7 લાખથી વધુ લોકો ફોલો કરે છે. હાલમાં તેના હેન્ડલ પર 133 પોસ્ટ દેખાઈ રહી છે. દીપિકા પાદુકોણના ઈન્સ્ટાગ્રામ પર 79 મિલિયન એટલે કે લગભગ 7 કરોડ 90 લાખ ફોલોઅર્સ છે.

આ પણ વાંચો : OTT Adda : ક્રાઇમ, સસ્પેંસ અને થ્રિલરથી ભરપૂર આ મુવી અને સિરીઝ હોલિવૂડને આપે છે ટક્કર, જાણો ક્યાં જોઇ શક્શો

દીપિકા પાદુકોણના એકાઉન્ટ પર પણ આ ફેરફાર જોવા મળી રહ્યો છે. લગ્ન અને રિસેપ્શનની તમામ તસવીરો દીપિકાના એકાઉન્ટ પર ઉપલબ્ધ છે. દીપિકાએ લગ્ન પહેલા તમામ પોસ્ટ ડિલીટ કરી દીધી છે.

celebrities મનોરંજન ન્યૂઝ દીપિકા પાદુકોણ