Dhurandhar Film Twitter Review and Reaction : રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ધુરંધર 5 ડિસેમ્બરે રિલીઝ થઈ છે. સોશિયલ મીડિયા પર તેને એક અદ્ભુત ફિલ્મ તરીકે વર્ણવવામાં આવી રહી છે. આ ફિલ્મનું દિગ્દર્શન યામી ગૌતમના પતિ આદિત્ય ધરે કર્યું છે. યામી તેના પતિની ફિલ્મના સમર્થનમાં બહાર આવી છે. ધુરંધર ફિલ્મમાં રણવીર સિંહ લીડ રોલમાં છે.
Dhurandhar Review : ધુરંધર રિવ્યૂ
ધુરંધર ફિલ્મને એક જાસૂસ થ્રિલર ગણાવી રહ્યા છે જેમાં રણવીર સિંહનો શાનદાર અભિનય જોવા મળ્યો છે. રણવીર સિંહની આ ફિલ્મ રજૂ થયાના મહિનાઓ પહેલા જ ચર્ચાનો વિષય બની હતી. ફિલ્મનો અનોખો કોન્સેપ્ટ અને એક્ટરના આશ્ચર્યજનક મેકઓવરે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. આ બ્લોકબસ્ટર જાસૂસ થ્રિલર પાસેથી દર્શકોને ઘણી અપેક્ષાઓ છે. આ ફિલ્મમાં રણવીર સિંહ એક રો એજન્ટની ભૂમિકામાં છે, જેનું કોડનેમ “ધ રેથ ઓફ ગોડ” છે. તેનું ભૂતકાળ અને ક્રૂર વર્તન એક જાસૂસ થ્રિલર માટે ઊંડું, ઉત્તેજક અને રોમાંચક વાતાવરણ બનાવે છે.
ધુરંધર ફિલ્મ સ્ટાર કાસ્ટ
આદિત્ય ધર દિગ્દર્શિત મૂવી ધુરંધર 2025ની સૌથી રાહ જોવાતી બોલિવૂડ ફિલ્મોમાંની એક હોવાનું માનવામાં આવે છે. આ ફિલ્મમાં રણવીર સિંહ, સંજય દત્ત, અર્જુન રામપાલ, અક્ષય ખન્ના અને આર માધવન મુખ્ય ભૂમિકામાં છે.
ધુરંધર ફિલ્મનું ક્લાઇમેક્સ જોઇ રુવાંડા ઉભા થઇ જશે
એક સોશિયલ મીડિયા યુઝરે ધુરંધર ફિલ્મનો રિવ્યૂ શેર કર્યો છે અને તેને એંગેઝિંગ ફિલ્મ ગણાવી છે. યુઝર્સે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ધુરંધર નો ક્લાઇમેક્સ હોશ ઉડાવનાર છે. ધુરંધર એક હાઇ એડ્રેનલિન દેશભક્તિ પર આધારિત એક્શન ડ્રામા ફિલ્મ છે, જે પહેલી જ ફ્રેમમાં ઉંડી અસર પાડે છે. ફિલ્મ માસ એક્શન અને એક ટાઇટ નેગેટિવ વચ્ચે ઉત્કૃષ્ઠ સંતુલન જાળવી રાખે છે. તેની કહાણી ક્યારેય પણ ધીમી નથી પડતી. એક્શન સિક્વન્સ અત્યંત રિયલ બહુ સરસ રીતે કોરિયોગ્રાફ કરવામાં આવ્યા છે, ખાસ કરીને કોમ્બેટ અને રેસ્ક્યૂ સીન્સ. યુઝર્સ છેલ્લે લખે છે કે, ફિલ્મનું ક્લાઇમેક્સ દર્શકોનો રુવાંડા ઉભા કરી દેશે. ફિલ્મમાં રણવીર સિંહની અત્યાર સુધીની સૌથી ઇન્ટેસ એક્ટિંગ છે.
ધુરંધર ફિલ્મને મળ્યું A સર્ટિફિકેટ
ધુરંધર ફિલ્મને સેન્ટ્રોલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) તરફથી A સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે, જ્યારે નેટિઝન્સે જોયું કે, તેમા ફિલ્મની કહાણીનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. એવું જણાવાય છે કે, ફિલ્મ ડિસેમ્બર 1999ના કંધાર હાઇજેકની ઘટનાની આસપાસ વણાયેલી છે. આ ફિલ્મનું ડાયરેક્શન આધિત્ય ધરે દ્વારા કરવામાં આવ્યું છે, જેમણે ઉરી, ધ સર્જિકલ સ્ટ્રાઇક બનાવી હતી.
ધુરંધર ફિલ્મ વિશે ટ્રેંડ એનાલિસ્ટનો અભિપ્રાય
ટ્રેંડ એનાલિસ્ટ સુમિત કાડેલે ટ્વિટ કર્યું હતું કે, ‘જો કોઈ ફિલ્મ દમદાર હશે તો તે ચાલશે. ટ્વિટર અને સોશિયલ મીડિયાથી પણ ઘણી મોટી દુનિયા છે, જ્યાં નકારાત્મકતા અથવા સકારાત્મકતાનું કોઈ મહત્વ નથી. દર્શકો ટ્રેલર જુએ છે અને જાતે જ નક્કી કરે છે કે તેઓ ફિલ્મ જોવા માંગે છે કે નહીં. કોઈપણ ફિલ્મનું માર્કેટિંગ કરવાનો વાસ્તવિક આધાર તેના શબ્દોનો પ્રચાર છે. એક નબળી ફિલ્મ 55 કરોડથી શરૂ થઈ શકે છે અને 200 કરોડે સમેટાઇ જાય છે. એક મજબૂત ફિલ્મ 10 કરોડથી શરૂ કરીને પણ 300 કરોડનો આંકડો પાર કરી શકે છે. બસ આ જ છે!”
રણવીર સિંહની ધુરંધરમાં ધાંસુ એક્ટિંગ
ધુરંધર ફિલ્મ વિશે ઘણા પોઝિટિવ રિવ્યૂ મળી રહ્યા છે. એક ચાહકે એક્સ પર પોતાનો અભિપ્રાય શેર કર્યો અને લખ્યું, “આ પૈસા વસૂલ ફિલ્મ છે, રણવીર સિંહે અદ્ભુત કામ કર્યું છે, બીજીએમ, એક્શન અને સ્ટોરી ખરેખર અદ્ભુત છે, દિગ્દર્શન અને સંગીત ઉત્તમ છે, ચોક્કસપણે જુઓ.” સુનામી આવી રહી છે. ”





