/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/03/amir-khan-24.jpg)
રણવીર સિંહ ફાઇલ તસવીર
બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા રણવીર સિંહ તેની શાનદાર એકટિંગ અને આકર્ષક સ્ટાઇલના કારણે હંમેશા ફેન્સ વચ્ચે ચર્ચિત રહે છે. આ વખતે રણવીર સિંહે કંઇક એવુ કર્યુ છે જેને પગલે તે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. રણવીરે પાપારાઝીની સામે શ્રદ્ધા કપૂરના એક્સ બોયફ્રેન્ડ અને ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠાને લાત મારી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર બૂલેડ ગતિએ વાયરલ થઈ રહ્યો છે. જે બાદ ઈન્સ્ટા યુઝર્સ આના પર ઝડપથી પ્રતિક્રિયા આપી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં રણવીર સિંહ પાછળથી આવે છે અને તેના મિત્રને મસ્તીમાં લાત મારે છે. આ જોઈને રોહન હસવા લાગે છે. આ પછી રણવીર ઘણી કોમેન્ટ્સમાં ટ્રોલ થયો છે. એક યુઝરે લખ્યું- ‘આ મિત્રતા ત્યારે થઈ હોત જ્યારે રોહને રણવીરને લાત મારી હોત.’ આ સિવાય તેને યુઝર્સ અપમાનજનક અને શરમજનક કહી રહ્યા છે.
રોહન શ્રેષ્ઠા શ્રદ્ધા કપૂરનો એક્સ બોયફ્રેન્ડ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ શ્રદ્ધા કપૂર અને રોહન શ્રેષ્ઠનું ગયા વર્ષે બ્રેકઅપ થયું હતું. આ સાથે તેનો લગભગ ચાર વર્ષનો સંબંધ સમાપ્ત થઈ ગયો છે. મીડિયા સાથેની વાતચીત દરમિયાન શક્તિ કપૂરે કહ્યું હતું કે, ‘રોહન એક પારિવારિક મિત્ર છે અને હું તેના પિતાને ઘણા વર્ષોથી ઓળખું છું. રોહન અવારનવાર મળતો રહે છે પરંતુ લગ્ન માટે ક્યારેય શ્રદ્ધાનો હાથ માંગ્યો નથી. આજકાલના બાળકો પોતાના નિર્ણયો જાતે લે છે.
આ પણ વાંચો: કીર્તિ સુરેશએ ફિલ્મની ટીમને વહેંચ્યા લાખોના ગોલ્ડ કોઇન, જાણો કારણ
ઉલ્લેખનીય છે કે, રોહન શ્રેષ્ઠા અને શ્રદ્ધા કપૂરે ક્યારેય મીડિયા સામે કથિત સંબંધો વિશે વાત કરી ન હતી. બંનેએ હંમેશા તેના વિશે કંઈપણ કહેવાની સ્પષ્ટપણે ના પાડી દીધી હતી અને તેને વ્યક્તિગત મામલો ગણાવ્યો હતો. બ્રેકઅપના સમાચાર દરમિયાન પણ જ્યારે રોહનને પૂછવામાં આવ્યું તો તેને આ સવાલને અંગત બાબત ગણાવીને ટાળી દીધી. હવે બંને એક સાથે છે કે અલગ છે તે ચોક્કસ કહેવું ઘણું મુશ્કેલ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us