Ranveer Singh New Movie Announcement | રણવીર સિંહ સહિત આ સ્ટાર કલાકારો આદિત્ય ધરની આગામી ફિલ્મમાં સાથે જોવા મળશે

Ranveer Singh New Movie Announcement : રણવીર સિંહ ઉપરાંત ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફિલ્મની આખી ટીમે આ એક્શન થ્રિલરની જાહેરાત કરવા માટે એક તસવીર પોસ્ટ કરી હતી. રણવીર સિંહે આ સત્તાવાર જાહેરાત કરવા માટે તમામ કલાકારો, સંજય દત્ત , અક્ષય ખન્ના, આર માધવન અને અર્જુન રામપાલનો કોલાજ બ્લેક એન્ડ વ્હાઇટમાં ફોટો ડ્રોપ કર્યો છે.

Ranveer Singh New Movie Announcement : રણવીર સિંહ ઉપરાંત ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફિલ્મની આખી ટીમે આ એક્શન થ્રિલરની જાહેરાત કરવા માટે એક તસવીર પોસ્ટ કરી હતી. રણવીર સિંહે આ સત્તાવાર જાહેરાત કરવા માટે તમામ કલાકારો, સંજય દત્ત , અક્ષય ખન્ના, આર માધવન અને અર્જુન રામપાલનો કોલાજ બ્લેક એન્ડ વ્હાઇટમાં ફોટો ડ્રોપ કર્યો છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Ranveer Singh New Movie

રણવીર સિંહ સહિત આ સ્ટાર કલાકારો આદિત્ય ધરની આગામી ફિલ્મમાં સાથે જોવા મળશે

Ranveer Singh New Movie Announcement : રણવીર સિંહ (Ranveer Singh) એક એક્શન થ્રિલર માટે આદિત્ય ધર સાથે કામ કરશે. આ ફિલ્મમાં અક્ષય ખન્ના, આર માધવન, સંજય દત્ત અને અર્જુન રામપાલ પણ અભિનય કરશે. એક્ટરે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ્સ પર એક એક પોસ્ટ કરીને તેની સત્તાવાર જાહેરાત કરી છે.ટેલેંટેડ પુરુષોનું કોલબ્રેશન સિલ્વર સ્ક્રીન પર જોરદાર ડ્રામા અને અદભુત કેમેસ્ટ્રીનું વચન આપે છે. એવું કહેવાય છે કે ધરએ ફિલ્મ અને તેની અસાધારણ સ્ટોરી માટે પ્રભાવિત કરવામાં સફળ રહ્યા હતા. આ ફિલ્મ જિયો સ્ટુડિયો અને B62 સ્ટુડિયો દ્વારા બનાવવામાં આવી છે.

Advertisment

આદિત્ય ધરની આગામી એક્શન થ્રિલરની જાહેરાત

રણવીર સિંહ ઉપરાંત ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફિલ્મની આખી ટીમે આ એક્શન થ્રિલરની જાહેરાત કરવા માટે એક તસવીર પોસ્ટ કરી હતી. રણવીર સિંહે આ સત્તાવાર જાહેરાત કરવા માટે તમામ કલાકારો, સંજય દત્ત , અક્ષય ખન્ના, આર માધવન અને અર્જુન રામપાલનો કોલાજ બ્લેક એન્ડ વ્હાઇટમાં ફોટો ડ્રોપ કર્યો છે.

આ પણ વાંચો: Kalki 2898 AD : કલ્કી 2898 એડી હાલમાં ઇતિહાસમાં સૌથી વધુ કમાણી કરનાર સાતમી ભારતીય ફિલ્મ, વિશ્વભરમાં ₹ 1100 કરોડની કમાણી

એક્ટરના કેપ્શનમાં લખ્યું છે 'આ મારા ચાહકો માટે છે, જેઓ મારી સાથે ખૂબ જ ધીરજ ધરાવે છે, અને આવા ટર્નની રાહ જુએ છે. તમને બધાને પ્રેમ કરું છું, અને હું તમને વચન આપું છું, આ વખતે, પહેલાં ક્યારેય નહીં જોયું હોઈ એવું સિનેમેટિક અનુભવ તમને મળશે. તમારા આશીર્વાદથી, અમે ઉત્સાહી ઊર્જા અને ઉદ્દેશ્ય સાથે આ મહાન, મોટા મોશન પિક્ચર સાહસની શરૂઆત કરીએ છીએ. આ વખતે, તે વ્યક્તિગત છે.

Advertisment

આ પણ વાંચો: Bad Newz Song Raula Raula : બેડ ન્યુઝનું નવું ગીત રૌલા રૌલા રિલીઝ, વિકી કૌશલના ડાન્સ મૂવ્સથી ચાહકો પ્રભાવિત

આ ફિલ્મનું નિર્માણ જિયો સ્ટુડિયોના જ્યોતિ દેશપાંડે દ્વારા લોકેશ ધર અને આદિત્ય ધર સાથે તેના બેનર B62 સ્ટુડિયો હેઠળ કરવામાં આવ્યું છે. આ તેમના તાજેતરના સુપર હિટ સહયોગ આર્ટિકલ 370 ને અનુસરે છે. આ વિશાળ થિયેટર પ્રસ્તુતિનું મુખ્ય શૂટિંગ હવે સત્તાવાર રીતે ચાલી રહ્યું છે.

celebrities મનોરંજન ન્યૂઝ