બોલિવૂડ માટે વર્ષ 2022 સૌથી ખરાબ રહ્યું છે. જો કે સેલિબ્રિટીઓએ એન્ડોર્સમેન્ટ તથા જાહેરાતના માધ્યમથી મબલક કમાણી કરી છે. નવાઇની વાત એ છે કે આવકમાં ફિલ્મી સિતારાઓએ ક્રિકેટરોને પાછળ ધકેલી દીધા છે. હું અહીંયા વાત કરું છું રણવીર સિંહની. જે વિશ્વભરમાં પોતાની દમદાર એક્ટિંગ અને આકર્ષક સ્ટાઇલના કારણે વિશાળ ચાહકવર્ગ ધરાવે છે. અભિનેતા રણવીર સિંહે એક સિદ્ધી મેળવી છે.
અભિનેતા રણવીર સિંહનું વર્ષ 2022ના સૌથી મૂલ્યવાન સેલિબ્રિટીમાં ટોચ પર નામ આવ્યું છે. રણવીર સિંહે ક્રિકેટર વિરાટ કોહલીને પાછળ ધકેલીને નંબર વનનું સ્થાન મેળવ્યું છે. મહત્વનું છે કે, વિરાટ કોહલી સતત પાંચ વર્ષ સુધી નંબર સ્થાન પર હતો. ત્યારે સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યુએન રીપોર્ટ પ્રમાણે, વિરાટ કોહલીની બ્રાન્ડ વેલ્યુ 176.9 મિલિયન ડોલર છે જે બીજા સ્થાને છે જયારે નંબર વન પર રણવીરસિંઘ 181.7 મિલિયન ડોલરની બ્રાન્ડ વેલ્યુ સાથે નંબર વન બન્યો છે જયારે ત્રીજા સ્થાને અક્ષયકુમાર 153.6 મીલીયન ડોલર સાથે આવ્યો છે.
બોલિવૂડમાં હાલ આલિયા ભટ્ટનો દબદબો છે. તેણે આ યાદીમાં નંબર 4નું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેની બ્રાન્ડ વેલ્યુ 102.09 મિલિયન ડોલર છે. જયારે દિપીકા પદુકોણ નંબર પાંચ પર છે તેણે 82.9 બિલિયન ડોલરની બ્રાન્ડ વેલ્યુ સ્થાપિત કરી છે. સૌકોઇ એ વાતથી વાકેફ છે કે વર્ષ 2022માં સાઉથના મુવીએ ભારત પર ‘રાજ’ કર્યુ અને તેનો ફાયદો હવે સાઉથના અભિનેતાઓને મળવા લાગ્યો છે.
જેમાં અલ્લુ અર્જુન 31.4 મિલિયન ડોલરની બ્રાન્ડ વેલ્યુ ધરાવે છે અને રશ્મિકા મંદાના 25.3 મિલિયન ડોલરની બ્રાન્ડ વેલ્યુ સાથે ટોપ 25માં સ્થાન મેળવી ગઈ છે. સ્પોર્ટસમાં ઓલમ્પીક ગોલ્ડ મેડલમાં નિરજ ચોપરાની એન્ટ્રી થઈ છે અને તે 23માં સ્થાને છે. જયારે કોમનવેલ્થમાં ગોલ્ડ જીતનાર શટલર પી.વી.સિંધુ પણ આ યાદીમાં છે અને બન્નેની બ્રાન્ડ વેલ્યુ 25.6 મિલિયન ડોલરની છે.
સચીન તેંડુલકર હજુ પણ બ્રાન્ડ સેલીબ્રીટી છે અને તે ટોપ ટેનમાં 73.6 મિલીયન ડોલર સાથે 8માં સ્થાને છે. જયારે એમ.એસ.ધોની 80.3 મિલિયન ડોલર સાથે છઠ્ઠા સ્થાને છે. અમિતાભ બચ્ચન- રીતીક રોશન અને શાહરુખખાન પણ ટોપ ટેનમાં સામેલ છે.