બોલિવૂડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિતે (Madhuri Dixit) તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેણીને લાગે છે કે યુવા પેઢીમાં, રવિના ટંડનની પુત્રી રાશા થડાની (Rasha Thadani) તેના આઇકોનિક ગીતને ફરીથી બનાવી શકે છે. તે જ સમયે તેણે અભિનેત્રીના ડાન્સ અને ભવ્યતાની પ્રશંસા કરી હતી અને એવું લાગે છે કે રાશા થડાનીએ માધુરીનું કીધેલું માન્યું! એટલા માટે અભિનેત્રીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે માધુરી દીક્ષિતના આઇકોનિક ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. અહીં જુઓ
રવિના ટંડનની પુત્રી રાશા થડાનીએ ધક ધક ગર્લ માધુરી દીક્ષિતના આઇકોનિક ગીત પર ડાન્સ કરતી જોવા મળી છે, આ વિડીયો ચાહકો દ્વારા પસંદ કરવામાં આવી રહ્યો છે.
વીડિયો જોતાજ ચાહકો રાશા થડાનીની માતા અને 90ના દાયકાની સુપરસ્ટાર રવિના ટંડનને જન્મ આપવા બદલ આભાર માનતા જોવા મળે છે.રાશા થડાની આ વિડીયોમાં માધુરી દીક્ષિતનું આઇકોનિક ગીત એક દો તીન પર ડાન્સ કરતી જોવા મળી રહી છે.
આ પણ વાંચો: Kiara Advani | મેટ ગાલામાં ડેબ્યૂ કર્યા બાદ કિયારા અડવાણીએ વિડીયો શેર કર્યો, બેબી બમ્પની ઝલક જોવા મળી
વાયરલ ડાન્સ વીડિયો ઝી સિને એવોર્ડ્સનો છે, જેમાં રાશા થડાની લાલ અને સોનેરી રંગના આઉટફિટમાં માધુરી દીક્ષિતનું હૂક સ્ટેપ કરતી જોવા મળે છે. અને એક-બે ગીતમાં તેમના હાવભાવ ચાહકોના દિલ જીતી રહ્યા છે.
પોતાની ડાન્સની કુશળતા અને અભિનય માટે પ્રખ્યાત માધુરી દીક્ષિતએ રાશા થડાનીની પ્રશંસા કરતી વખતે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “યન્ગ ગલ્સમાં મને રાશા થડાની ગમે છે. તેનો ડાન્સ અદ્ભુત છે.” માધુરીએ એ પણ ખુલાસો કર્યો કે તે અત્યારે જે ગીત સાથે ડાન્સ ફ્લોર પર હિટ કરવા માંગે છે તે ગીત ‘ઓયી અમ્મા’ છે જેમાં તેની પ્રથમ ફિલ્મ આઝાદની રાશા થડાની છે. ઓઈ અમ્મામાં રાશાના દમદાર ડાન્સ પર્ફોર્મન્સે માધુરીને પ્રભાવિત કરી છે.





