Rashmika Mandanna Birthday : સાઉથ સુપરસ્ટાર રશ્મિકા મંદાના ફેઇમ પુષ્પાની શ્રીવલ્લીનો આજે 5 અપ્રિલે જન્મદિવસ છે. અલ્લુ અર્જુન સંગ પુષ્પા: ધ રાઈઝમાં નજર આવેલી રશ્મિકા પેન ઈન્ડિયા સ્ટાર છે. સોશિયલ મીડિયા પર પણ અભિનેત્રીની ખૂબ તગડી ફેન ફોલોઇંગ છે. કર્ણાટકના કુર્ગની રહેવાસી રશ્મિકાએ 26 વર્ષમાં જે સફળતા મેળવી છે તેને હાંસલ કરવા માટે લોકો પોતાનું જીવન ખર્ચી નાંખે છે.

5 એપ્રિલ 1996માં જન્મેલી રશ્મિકા મંદાના નાની ઉંમરથી એક મોટું નામ બનાવી ચૂકી છે. સંપત્તિના મામલે પણ અભિનેત્રીએ કરોડોની નેટવર્થ એકઠી કરી છે. રશ્મિકાએ પોતાના એક્ટિંગ કરિયરની શુરૂઆત વર્ષ 2016માં આવેલી ફિલ્મ ‘ક્રિક પાર્ટી’થી કરી હતી, જે કન્નડની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ સાબિત થઈ હતી. રશ્મિકાના કરિયરની શુરૂઆત જ જોરદાર થઈ હતી.
હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા એક ઈન્ટરવ્યુમાં રશ્મિકા મંદાનાએ ખુલાસો કર્યો હતો કે, એક સમય એવો હતો જ્યારે તેના માતા-પિતાને ઘર શોધવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. તેની પાસે ભાડું ભરવા માટે પણ પૈસા નહોતા. તેણીના માતા-પિતાએ રશ્મિકાની ખુશી સમજી અને તેને તેના સપનાની ઉડાન ભરવાની મંજૂરી આપી. આજે રશ્મિકાની સફળતાનો ગ્રાફ જોઈને તેના માતા-પિતા ગર્વ અનુભવે છે.
રશ્મિકા મંદાનાની વાર્ષિક આવક પણ મજબૂત છે. મીડિયા અહેવાલ અનુસાર, રશ્મિકા એક ફિલ્મ માટે લગભગ 4 કરોડ રૂપિયા ફી વસૂલે છે. અભિનેત્રી એક વર્ષમાં 8 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરે છે. ફિલ્મો ઉપરાંત, રશ્મિકા ઘણા એન્ડોર્સમેન્ટ અને બ્રાન્ડ પ્રમોશન પણ કરે છે. રશ્મિકા મંદાનાની નેટવર્થ વિશે વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રી લગભગ 65 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે.
રશ્મિકા આજકાલ બોલિવૂડ ફિલ્મોમાં પણ નજર આવી છે. ગતવર્ષે ફિલ્મ ગુડબાય સાથે બોલિવૂડમાં આગમન કર્યું હતુ. આ પછી એક્ટ્રેસ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે મિશન મજનૂમાં નજર આવી હતી. હાલમાં રશ્મિકા મંદાના પુષ્પા 2ને લઇને ભારે ચર્ચામાં છે. પુષ્પા-2ની ફેંસ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને ગુડ ન્યૂઝ એ છે કે મેકર્સ ફેંસને સરપ્રાઈઝ આપવા માટે કંઈક પ્લાન કરી રહ્યા છે.
ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે પુષ્પા-2નું ટીઝર 8 એપ્રિલે આવશે. મહત્વનું છે કે આ દિવસે અલ્લૂ અર્જૂનનો બર્થ ડે છે એવામાં ફેંસને મોટી ભેટ મળશે. જોકે તેને લઈને હજુ સુધી ઓફિશ્યલ એનાઉન્સમેન્ટ નથી કરવામાં આવી.





