Rashmika Mandanna | સિકંદર રિલીઝ પહેલા રશ્મિકા મંદાના પાર્ટી કરતી જોવા મળી, જુઓ વિડીયો

Rashmika Mandanna | રશ્મિકા મંદાના સિકંદર ઉપરાંત આગામી સમયમાં આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'થામા'માં મુખ્ય ભૂમિકા ભજવતી જોવા મળશે. રશ્મિકાની છેલ્લી ફિલ્મ 'છાવા' એ બોક્સ ઓફિસ પર કમાણીના ઘણા રેકોર્ડ બનાવ્યા છે અને ઘણા રેકોર્ડ તોડી પણ નાખ્યા છે.

Written by shivani chauhan
March 19, 2025 07:55 IST
Rashmika Mandanna | સિકંદર રિલીઝ પહેલા રશ્મિકા મંદાના પાર્ટી કરતી જોવા મળી, જુઓ વિડીયો
સિકંદર રિલીઝ પહેલા રશ્મિકા મંદાના પાર્ટી કરતી જોવા મળી, જુઓ વિડીયો

Rashmika Mandanna | ફિલ્મ અભિનેત્રી રશ્મિકા મંદાના (Rashmika Mandanna) તેના અલગ અલગ પાત્રો માટે જાણીતી છે. તેમની આગામી ફિલ્મ સિકંદર (sikandar) આ ઈદ પર રિલીઝ થવા માટે તૈયાર છે. ફિલ્મ રિલીઝ પહેલા સલમાન ખાન અને રશ્મિકા મંદાનાના મુવી સોન્ગ રિલીઝ કરવામાં આવ્યા છે. તાજતેરમાં મુવી સોન્ગ સિકંદર નાચે ગીત રિલીઝ થયું છે. આ દરમિયાન રશ્મિકા મંદાના ડેઝર્ટ પાર્ટી કરતી જોવા મળી હતી તેણે તેના ચાહકો માટે એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં અભિનેત્રી પોતાની પસંદગીનું કંઈક ખાતી જોવા મળે છે. અહીં જુઓ વિડીયો

રશ્મિકા મંદાના લેટેસ્ટ વિડીયો (Rashmika Mandanna Latest Video)

રશ્મિકાએ પોસ્ટને કેપ્શન આપ્યું ‘મને જે ગમે છે તે કરવાથી કોઈ રોકી શકે નહીં.’ આ પહેલા રશ્મિકા અને સલમાન ખાનની ફિલ્મ “સિકંદર” ના નિર્માતાઓએ “સિકંદર નાચે” ડાન્સ નંબર રિલીઝ કર્યો હતો. સલમાને આ ગીતનો મ્યુઝિક વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું, “સિકંદર નાચે હવે બહાર”. વીડિયોમાં, સલમાને પોતાની સિગ્નેચર સ્ટાઇલ અને ડાન્સ મૂવ્સથી બધાના દિલ જીતી લીધા હતા, તો રશ્મિકાએ પોતાની હાજરીથી તેના આકર્ષણમાં વધારો કર્યો હતો.

સિકંદર નાચે ગીત (Sikandar Naache Song)

સિકંદર નાચે ટ્રેકને અહમદ ખાને કોરિયોગ્રાફ કર્યો છે. “સિકંદર નાચે” ગીત સિદ્ધાંત મિશ્રાએ કમ્પોઝ કર્યું છે જ્યારે સમીરે તેના શબ્દો લખ્યા છે. આ ગીતને અમિત મિશ્રા, અકાસા અને સિદ્ધાંત મિશ્રાએ અવાજ આપ્યો છે.

સિકંદર રિલીઝ ડેટ (Sikander Release Date)

એઆર. મુરુગાદોસ દ્વારા દિગ્દર્શિત “સિકંદર” નું નિર્માણ સાજિદ નડિયાદવાલા કરી રહ્યા છે. સલમાન અને રશ્મિકા અભિનીત આ બહુપ્રતિક્ષિત દ્રામાંમાં કાજલ અગ્રવાલ, સત્યરાજ, શરમન જોશી અને પ્રતીક બબ્બર પણ મુખ્ય ભૂમિકામાં છે. ૨૦૧૪ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘કિક’ પછી, સલમાન ફરી એકવાર સાજિદ નડિયાદવાલા સાથે ‘સિકંદર’ સાથે કામ કરી રહ્યો છે. આ ફિલ્મ 31 માર્ચે ઈદ-ઉલ-ફિત્રના અવસરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

રશ્મિકા મંદાના મુવીઝ (Rashmika Mandanna Movies)

રશ્મિકા મંદાના સિકંદર ઉપરાંત આગામી સમયમાં આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘થામા’માં મુખ્ય ભૂમિકા ભજવતી જોવા મળશે. રશ્મિકાની છેલ્લી ફિલ્મ ‘છાવા’ એ બોક્સ ઓફિસ પર કમાણીના ઘણા રેકોર્ડ બનાવ્યા છે અને ઘણા રેકોર્ડ તોડી પણ નાખ્યા છે. આ ફિલ્મને લઈને ચાહકોમાં હજુ પણ ક્રેઝ છે. આવી સ્થિતિમાં, તેની આગામી ફિલ્મ સિકંદરથી તેની અપેક્ષાઓ વધી ગઈ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ