રશ્મિકા મંદાના સાથે મેનેજરે છેતરપિંડી કરી, અભિનેત્રીને 80 લાખનો ચૂનો

Rashmika Mandanna Manager: રશ્મિકા આ મુદ્દે ઉહાપોહ થાય તેવું નહોતી ઈચ્છતી એટલે જ તેણે મેનેજરને કાઢી મૂકીને આ મામલો નિપટાવી દીધો છે."

Rashmika Mandanna Manager: રશ્મિકા આ મુદ્દે ઉહાપોહ થાય તેવું નહોતી ઈચ્છતી એટલે જ તેણે મેનેજરને કાઢી મૂકીને આ મામલો નિપટાવી દીધો છે."

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Rashmika Mandanna Photos

સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદાના ફાઇલ તસવીર

નેશનલ ક્રશ અને સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદાના સંબંધિત મોટા સમાચાર સામે આવ્યાં છે. રશ્મિકા મંદાના સાથે છેતરપિંડી થઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, લાંબા સમયથી રશ્મિકાના મેનેજર તરીકે કામ કરતાં શખ્સે તેની સાથે કથિત રીતે 80 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. જેને પગલે તેને કામ પરથી બરતરફ કરવામાં આવ્યો છે. આ મેનેજર તેના કરિયરની શરૂઆતથી તેની સાથે જોડાયેલો હતો.

Advertisment

રશ્મિકા સાથે મેનેજરે કર્યો દગો

મીડિયા અહેવાલ પ્રમાણે, રશ્મિકાના મેનેજરે 80 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. રશ્મિકા આ મુદ્દે ઉહાપોહ થાય તેવું નહોતી ઈચ્છતી એટલે જ તેણે મેનેજરને કાઢી મૂકીને આ મામલો નિપટાવી દીધો છે."

રશ્મિકા આ ફિલ્મોમાં ચમકશે

રશ્મિકા મંદાનાના વર્કફ્રંટની વાત કરીએ તો, તે સંદીપ રેડ્ડી વાંગાના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ 'એનિમલ'માં જોવા મળશે. આ ફિલ્મમાં રણબીર કપૂર, અનિલ કપૂર અને બોબી દેઓલ છે. ફિલ્મ 11 ઓગસ્ટે રિલીઝ થવાની છે. હાલ રશ્મિકા 'પુષ્પા'ની સિક્વલ 'પુષ્પા:ધ રૂલ'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે શ્રીવલ્લીની ભૂમિકા ભજવી રહી છે. ફિલ્મમાં લીડ રોલમાં અલ્લુ અર્જુન છે.

Advertisment

આ પણ વાંચો: Adipurush : આદિપુરુષ વિવાદ વચ્ચે રામાયણના ‘સીતાજી’ સામે આવ્યા; વીડિયો જોઇ ચાહકો ગદગદ

થોડા મહિના પહેલા જ એક ફેને ટ્વિટર પર રશ્મિકાને વિનંતી કરી હતી કે, તે શ્રીવલ્લીના પોતાના પાત્રને વધુ મજબૂત અને પ્રભાવશાળી બનાવે. રશ્મિકાએ જવાબમાં લખ્યું હતું કે, તેને પણ આશા છે કે તેનું પાત્ર મજબૂત હશે. ફિલ્મનો પહેલો ભાગ તેલુગુમાં શૂટ કરવામાં આવ્યો હતો. બાદમાં ડબ કરીને હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ કરાઈ હતી. અલ્લુ અર્જુનની પહેલી ફિલ્મ હતી જે એકસાથે પાંચ ભાષામાં રિલીઝ થઈ હતી.

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ