Rashmika Mandanna Mysaa Movie | રશ્મિકા મંદાના (Rashmika Mandanna) ફિલ્મ છાવા ની મોટી સફળતા પછી હાલમાં ધનુષની ‘કુબેરા’ માં જોવા મળી રહી છે. હવે અભિનેત્રીની આગામી ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આમાં, અભિનેત્રી ખૂબ જ ખતરનાક લુકમાં જોવા મળી રહી છે, જેના કારણે ફિલ્મ પ્રત્યે ચાહકોની અધીરાઈ વધી ગઈ છે. ફિલ્મ નિર્માતાઓએ પોસ્ટર રિલીઝ કરતી વખતે ફિલ્મના ટાઇટલની પણ જાહેરાત કરી છે. અહીં જાણો
રશ્મિકા મંદાના મૈસા મુવી પોસ્ટર (Rashmika Mandana Mysaa Movie Poster)
રશ્મિકા મંદાનાએ થોડા સમય પહેલા તેની આગામી ફિલ્મ મૈસા (Mysaa) નો પહેલો લુક શેર કર્યો છે, જેમાં તેના ચહેરા પર ગુસ્સો જોવા મળી રહ્યો છે. જ્યારે તે હાથમાં હથિયાર અને લોહીથી લથપથ જોવા મળી રહી છે. આ ફોટો જોયા બાદ ચાહકો તેની આગામી ફિલ્મની આતુરતાથી રાહ જોતા જોવા મળી રહ્યા છે. તે જ સમયે તેના લુકને ચાહકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે અને તેઓ તેને ફાયર કહેતા જોવા મળી રહ્યા છે.
પોસ્ટર શેર કરતાં અભિનેત્રી રશ્મિકા મંદાના એ કેપ્શનમાં લખ્યું, “હું હંમેશા તમને કંઈક નવું… કંઈક અલગ… કંઈક રોમાંચક આપવાનો પ્રયાસ કરું છું… અને આ… આ તેમાંથી એક છે.. એક પાત્ર જે મેં પહેલાં ક્યારેય ભજવ્યું નથી… એક એવી દુનિયા જેમાં મેં ક્યારેય પગ મૂક્યો નથી… અને મારો એક એવો પક્ષ જે હું આજ સુધી ક્યારેય મળ્યો નથી.. તે ઉગ્ર છે.. તે તીવ્ર છે અને તે અત્યંત સાચું છે.. હું ખૂબ જ નર્વસ અને ખૂબ જ ઉત્સાહિત છું, હું ખરેખર તમને કહેવાની શકતી નથી કે અમે શું બનાવવા જઈ રહ્યા છીએ.. આ તો ફક્ત શરૂઆત છે..”
મૈસા મુવી (Mysaa Movie)
મૈસા મુવી (Mysaa Movie) અનફોર્મ્યુલા ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી એક એવી સ્ટોરી લાગે છે જે એક મહિલા યોદ્ધાની હિંમત અને જુસ્સાને દર્શાવે છે. ફિલ્મનું પોસ્ટર ખરેખર “પહેલાં ક્યારેય ન જોયું હોય તેવું” લુક આપે છે, જેમાં રશ્મિકા મંદાનાના ચહેરા પરની તેજ અને જુસ્સો સ્પષ્ટપણે દેખાય છે.
રેખા ની ઉમરાવ જાન મુવી રી રિલીઝ, જાન્હવી કપૂરે ખાસ પોસ્ટ શેર કરી
મૈસા મુવી એક જબરદસ્ત ભાવનાત્મક એક્શન સ્ટોરી છે, જે આપણને ગોંડ જનજાતિની રસપ્રદ અને અદ્રશ્ય દુનિયામાં લઈ જાય છે. મૈસા વિશે વાત કરતા દિગ્દર્શક રવિન્દ્ર પુલેએ કહ્યું, “મૈસા બે વર્ષની મહેનતનું પરિણામ છે. અમે ઇચ્છતા હતા કે આ ફિલ્મની દુનિયા, તેનો દેખાવ, પાત્રો અને સ્ટોરી, બધું જ પરફેક્ટ હોય. અને હવે અમે આ સ્ટોરી દુનિયાને કહેવા માટે તૈયાર છીએ.”





