Rashmika Mandanna Net Worth | સાઉથ ઇન્ડસ્ટ્રીની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક, રશ્મિકા મંદાના (Rashmika Mandanna) તેના મજબૂત અભિનય માટે જાણીતી છે. અભિનેત્રીની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ પુષ્પા 2 એ બોક્સ ઓફિસ પર જંગી કમાણી કરીને ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે. હવે તે વિક્કી કૌશલ સાથે ‘છાવા’માં જોવા મળી રહી છે. આ ફિલ્મે 3 દિવસમાં 100 કરોડ રૂપિયાની કમાણી કરી છે. રશ્મિકાએ 2022 માં અમિતાભ બચ્ચન અને નીના ગુપ્તા અભિનીત ફિલ્મ ‘અલવિદા’ થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. અહીં જાણો કે રશ્મિકા મંદાના કેટલીક નેટ વર્થ ધરાવે છે.
રશ્મિકા મંદાના નેટ વર્થ (Rashmika Mandanna Net Worth)
રશ્મિકા મંદાનાની કુલ સંપત્તિ ફોર્બ્સ અનુસાર, 66 કરોડ રૂપિયા છે. આ અભિનેત્રી માત્ર ફિલ્મોથી જ નહીં પરંતુ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, જાહેરાતો અને ઇવેન્ટ્સમાંથી પણ ઘણી કમાણી કરે છે. રશ્મિકા એક ફિલ્મ માટે 4 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
આ પણ વાંચો: Rakul Preet Singh Comedy Video | રકૂલ પ્રીત સિંહ 5 કરોડમાં પતિને વેચવા તૈયાર, જુઓ વિડીયો
રશ્મિકા મંદાના કાર (Rashmika Mandanna Car)
રશ્મિકા મંદાના નો બેંગલુરુમાં એક આલીશાન બંગલો પણ છે, જેની કિંમત 8 કરોડ રૂપિયા છે. મંદાનાએ પ્લમ જેવા બ્રાન્ડ્સમાં પણ રોકાણ કર્યું છે. રશ્મિકા પાસે ઘણા મોંઘી ગાડીઓ છે. તેમના કાર કલેક્શનમાં મર્સિડીઝ-બેન્ઝ સી-ક્લાસ, રેન્જ રોવર સ્પોર્ટ, હ્યુન્ડાઇ ક્રેટા, ટોયોટા ઇનોવા અને ઓડી Q3નો સમાવેશ થાય છે.
રશ્મિકા મંદાના મૂવીઝ (Rashmika Mandanna Movies)
રશ્મિકા મંદાના ફિલ્મ છાવામાં અભિનય કર્યા બાદ હવે સિકંદર ફિલ્મમાં જોવા મળશે, આ ફિલ્મ 28 માર્ચ 2025 ના રોજ રિલીઝ થવાની છે, ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં રશ્મિકા મંદાના સિવાય સલમાન ખાન અને કાજલ અગ્રવાલ પણ છે. સાજીદ નડિયાદવાલાએ પ્રોડ્યુસ કરેલ આ ફિલ્મ એકશન મુવી છે.