રશ્મિકા મંદાનાનું 'પુષ્પા 2'માં પત્તુ કપાયું? અભિનેત્રીએ આ અફવા પર લગાવ્યું પૂર્ણવિરામ

Rashmika Mandanna Pushpa 2: રશ્મિકા મંદાના (Rashmika Mandanna) એ છેલ્લા કેટલાક દિવસોથી પુષ્પા 2 (Pushpa 2) માં તેને લઇને ચાલી રહેલી ચર્ચા પર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Rashmika Mandanna instagram) પર ક્વેરી સેશનમાં પૂર્ણવિરામ લગાડી દીધો છે.

Rashmika Mandanna Pushpa 2: રશ્મિકા મંદાના (Rashmika Mandanna) એ છેલ્લા કેટલાક દિવસોથી પુષ્પા 2 (Pushpa 2) માં તેને લઇને ચાલી રહેલી ચર્ચા પર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Rashmika Mandanna instagram) પર ક્વેરી સેશનમાં પૂર્ણવિરામ લગાડી દીધો છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update

પુષ્પા 2નું શૂટિંગ વિશ્વ વિખ્યાત સ્ડૂડિયોમાં શરૂ

સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન (Allu Arjun) ની ફિલ્મ 'પુષ્પા' વિશ્વસ્તરે સુપરહિટ ગયા બાદ હવે ફેન્સ 'પુષ્પા 2'ની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. પરંતુ પ્રશંસકોએ આ ફિલ્મ માટે વધુ રાહ જોવી પડશે. મળતી માહિતી અનુસાર 'પુષ્પા 2'નું શૂટિંગ શરૂ થઇ ગયું છે. આ વચ્ચે ફિલ્મની લીડ એક્ટ્રેસ રશ્મિકા મંદાના (Rashmika Mandanna) સંબંધિત થોડા દિવસથી ચર્ચા થઇ રહી હતી કે, ફિલ્મમાં રશ્મિકા મંદાનાના સ્થાને સાઇ પલ્લવીને લેવામાં આવી છે. જો કે આ અફવા પર ખુદ રશ્મિકા મંદાનાએ પૂર્ણવિરામ લગાવ્યું છે.

Advertisment

હકીકતમાં રશ્મિકાએ ઇન્સ્ટા સ્ટોરી પર Ask Me Anything સેંશન રાખ્યો હતો. જેમાં એક્ટ્રેસને એક ફેન્સે તેની અપકમિંગ ફિલ્મ અંગે પ્રશ્ન કર્યો હતો. આ સવાલના જવાબમાં રશ્મિકાએ તેની આગામી ફિલ્મો (Rashmika Mandanna Upcoming films) માં એનિમલ, મિશન મજનૂ, વારિસુ તથા પુષ્પા 2નો ઉલ્લેખ કર્યો હતો. 'પુષ્પા 2'નું નામ આવતા ખાતરી થઇ કે પુષ્પાની સિકવલમાં રશ્મિકા મંદાના જ લીડ રોલમાં જોવા મળશે.

publive-image

મળતી માહિતી મુજબ 'પુષ્પા 2' માટે 450 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. હાલ આ સિકવલનું શૂટિંગ હૈદરાબાદમાં વર્લ્ડ ફેમસ સ્ટૂડિયો રામોજી ફિલ્મ સિટીમાં થઇ રહ્યું છે. મીડિયા અહેલાલ અનુસાર 'પુષ્પા 2'ના કેટલાક સીન્સનું વિદેશમાં પણ વિભિન્ન લોકેશન પર શૂટ કરવામાં આવશે. જો કે એ અંગે હજુ કોઇ માહિતી મળી નથી કે વિદેશમાં ક્યારથી શૂટિંગનો પ્રારંભ થશે. મહત્વનું છે કે, 2021માં રિલીઝ થયેલા પુષ્પાના પ્રથમ પાર્ટે વિશ્વમાં ખલબલી મચાવી દીધી હતી. પુષ્પા: ધ રાઇઝે અંદાજે 350 કરોડ રૂપિયાનો વેપાર કરી લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, પુષ્પાના પ્રથમ ભાગની જબરદસ્ત સફળતા બાદ નિર્માતાઓએ બીજા પાર્ટ હાઇ લેવર તેમજ બજેટમાં મોટો વધારે કરી દીધો છે. પ્રાપ્ત વિગતો અનુસાર ફિલ્મના લીડ એક્ટર અલ્લુ અર્જુને 100 કરોડ ફીની માંગણી કરી છે. પુષ્પા 2માં અલ્લુ બે ખુંખાર વિલન ફહાદ ફાજીલ અને વિજય સેતુપતિ સામે ભીડતો નજર આવશે. મીડિયા અહેવાલ આ રોમાચિંત અને દમદાર ફિલ્મ વર્। 2024માં રિલીઝ થશે.

Advertisment
celebrities મનોરંજન ન્યૂઝ