રશ્મિકા મંદાના (Rashmika Mandanna) અને વિજય દેવરાકોંડા (Vijay Deverakonda) છેલ્લા ઘણા સમયથીએકબીજાને ડેટ કરી રહ્યા હોવાની અફવા છે. જ્યારે બંને તેમના રિલેશનશિપ વિશે મૌન રહ્યા છે, તાજેતરમાં તેઓ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. તેમનો વીડિયો ઓનલાઈન સામે આવ્યા પછી તરત જ, નેટીઝન્સે અનુમાન લગાવવાનું શરૂ કર્યું કે શું તેઓ એકસાથે નવા વર્ષની ઉજવણી કરવા માટે કોઈ કોઈક સ્થળે જઈ રહ્યા છે.
રશ્મિકા મંદાના વિજય દેવેરાકોંડા સાથે ન્યુ યર મનાવશે
વાયરલ વીડિયોમાં રશ્મિકા તેના ચાહકો સાથે વાતચીત કરતી અને તેમની સાથે ફોટો ક્લિક કરતી જોવા મળી હતી. અભિનેત્રી તેની ફિલ્મ પુષ્પા 2 ની સફળતા બાદ ખુબજ ખુશ જોવા મળી હતી. એરપોર્ટ પર તેનો લુક સિમ્પલ રાખ્યો હતો અને તેના એરપોર્ટ આઉટિંગ માટે બેગી જીન્સ સાથે બ્લેક સ્વેટશર્ટની પસંદગી કરી હતી.
વિજય દેવરાકોંડા કેઝ્યુઅલ આઉટફિટમાં ખૂબ જ સુંદર દેખાતા હતા. તેણે ટ્રાઉઝર સાથે મોટા સાઈઝનો શર્ટ પહેર્યો હતો અને સિક્યોરિટી ચેકીંગ માટે જતા પહેલા તેના ચાહકો સાથે ફોટા પણ ક્લિક કર્યા હતા. તેમના વિડિયો પર પ્રતિક્રિયા આપતા એક નેટીઝને લખ્યું “દુનિયામાં બદલી ન શકાય તેવું કપલ,” જ્યારે બીજાએ ટિપ્પણી કરી, “દોનો સાથ મે ક્યૂટ લગતે હૈ (તેઓ એકસાથે સુંદર લાગે છે).
આ પણ વાંચો: Sonakshi Sinha: સોનાક્ષી સિંહા મુકેશ ખન્ના વિવાદ બાદ હવે કુમાર વિશ્વાસે કરી ટીકા? જાણો શું કહ્યું?
રશ્મિકા મંદાના ને તેની આગામી ફિલ્મ ધ ગર્લફ્રેન્ડના ટીઝર માટે વિજયને વૉઇસઓવર આપવા વિશે પૂછવામાં આવ્યું હતું. તેના જવાબમાં રશ્મિકાએ કહ્યું કે તેને તે રસપ્રદ લાગ્યું હતું. એકટ્રેસએ સમજાવ્યું કે વિજય ફિલ્મમાં નથી અને તેમ છતાં તેણે પોતાનો અવાજ આપીને પ્રોજેક્ટને ટેકો આપ્યો હતો. તેણે ખુલાસો કર્યો કે ટીઝર તેના જન્મદિવસ માટે બનાવવામાં આવ્યું હતું અને તેને વોઇસઓવર વિશે ખબર નથી. તે તેના માટે આશ્ચર્યજનક બન્યું હતું.
આ પણ વાંચો: ફાટી ને? હિતુ કનોડિયા સ્ટારર નવી હોરર-કોમેડી ગુજરાતી ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ
થોડા દિવસો પહેલા જ્યારે મેં ટીઝર જોયું, ત્યારે હું રાહ જોતી હતી. એ વિજયનો અવાજ છે. મને લાગે છે કે આ પ્રકારે ટીઝરમાં એક જાદુઈ તત્વ ઉમેર્યું કારણ કે તેમાં સંગીત અને વિઝ્યુઅલ અને દિશા છે પરંતુ તેના અવાજે તેને બધી રીતે વધુ સુંદર બનાવ્યો હતો.
રશ્મિકા મંદાના ના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કરીએ તો રશ્મિકા આગળ ધ ગર્લફ્રેન્ડ અને છાવા નામની હિન્દી ફિલ્મમાં જોવા મળશે. આ દરમિયાન વિજય દેવરાકોંડા VD 12 ની રિલીઝ માટે તૈયારી કરી રહ્યો છે.





