સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોંડા અને નેશનલ ક્રશ રશ્મિકા મંદાના ફરી એકવાર જોરશોરથી ચર્ચામાં છે. આ કપલના બ્રેકઅપના સમાચારો વચ્ચે આ યુગલ બંનેના પરિવાર સાથે લંચ પર જોવા મળ્યા હતા. તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર તેજ ગતિએ વાયરલ થઇ રહ્યો છે. જેમાં બંને ખુબ મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે, હજુ સુધી વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના તરફથી તેમના સંબંધોને લઇને કંઇ નિવેદન આવ્યું નથી. જોકે તેઓ સારા મિત્રો છે તેવોજ તેમણે દાવો કર્યો છે.
વિજય અને રશ્મિકાના વાયરલ વીડિયોમાં તેઓ એક કેફેમાં પોતાના મિત્રો અને પરિવારો સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં ડાયરેકટર ગૌતમ તિન્નાનુરી,આનંદ દેવરકોંડા અને શેર્યા વર્મા પણ જોવા મળી રહ્યા છે. આ વીડિયો જોઇને તેઓ લગ્નની તૈયારી કરી રહ્યા હોવાનો અંદાજ લોકો બાંધી રહ્યા છે.
રશ્મિકા મંદાનાને વિજયના ભાઇ આનંદ સાથે પણ સારા સંબંધ છે. આ પહેલી વખત નથી બન્યું કે બન્ને સાથે જોવા મળ્યા છે. તેઓ વેકેશન પર પણ સાથે જાય છે. તેમજ ડિનર ડેટ પર પણ જોવા મળ્યા છે. એવું કહેવાય છે કે, તેમણે નવુ વર્ષ પણ સાથે જ મનાવ્યું હતું અને તેની તસવીરો પણ શેર કરી હતી.
વિજય દેવરાકોંડા અને રશ્મિકા મંદાનાના સંબંધોની અફવાઓ તેમની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રીના કારણે શરૂ થઈ હતી. આ યુગલે ‘ડિયર કોમરેડ’ અને ‘ગીથા ગોવિંદમ’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું અને દર્શકોને તેમના પ્રેમ અને કેમિસ્ટ્રીથી મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ યુગલ જ્યારે પણ સાથે જોવા મળે છે ત્યારે ખરેખર રબને બના દી જોડી લાગે છે.





