Ratan Tata Love Story | ભારતના જાણીતા બિઝનેસમેન અને ટાટા સન્સના ચેરમેન રતન ટાટા (Ratan Tata) એ બુધવારે, 9 ઓક્ટોબર 2024 ના રોજ રાત્રે 11:30 pm વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. આ સમાચાર તેમના ફેન્સ માટે ખુબજ દુઃખદ છે. રતન ટાટા તેમની સાદગી અને સારા સ્વભાવ માટે જાણીતા હતા. તેમણે કદી લગ્ન કર્યા જ ન હતા, પોતાનું જીવન દેશ અને દેશના લોકો માટે સમર્પિત કર્યું હતું.
રતન ટાટા એ એમના જીવનમાં ઘણી સફળતા મેળવી છે, તેમને પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. માત્ર બીજાનું વિચારતા રતનજીએ પોતે કદી લગ્ન કેમ ન કર્યા? કદાચ નસીબે તેમના માટે કંઈક અલગ વિચાર્યું હશે !
રતન ટાટા લવ સ્ટોરી (Ratan Tata love story)
બિઝનેસમેન પ્રેમમાં પડ્યા પણ પ્રેમ અધૂરો રહી ગયો ! તેમની લવ સ્ટોરી એક ફેમસ બોલીવુડ એકટ્રેસ સાથે જોડાયેલ છે. તમને જણાવી દઈએ કે, 2011 માં તેઓએ તેના રોમેન્ટિક ભૂતકાળ વિશે વિગતવાર જણાવતા કહ્યું હતું કે તે ચાર વખત લગ્નની ખૂબ નજીક હતા પરંતુ વિવિધ કારણોસર થયા નહિ. તેમણે એવું પણ કહ્યું કે તે એક વખત લોસ એન્જલસમાં લગ્ન કરવા ગયા હતા, પરંતુ તેની દાદી સાથે જોડાયેલી કોઈ વાતે તેને આમ કરતા અટકાવ્યા હતા.
આ પણ વાંચો : Ratan Tata Death News LIVE Updates: અંતિમ દર્શન માટે NCPA ઓડિટોરિયમાં રખાયો
ઘણા લોકો આ વાત જાણતા નથી, પરંતુ રતન ટાટા (Ratan Tata) 1970 અને 80 ના દાયકામાં પડદા પર પ્રભુત્વ ધરાવતી પ્રખ્યાત બોલીવુડ અભિનેત્રીના પ્રેમમાં હતા. તેમના અલગ થયા પહેલા, એવું માનવામાં આવતું હતું કે તેઓ લાંબા સમયથી રોમેન્ટિક રિલેશનમાં હતા. તેઓ એકટ્રેસ સાથે લગ્ન કરવાના હતા પરંતુ કાંઈ મેળ પડી શક્યો નથી. પાછળથી એકટ્રેસએ બીજા કોઈ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ તેમના લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં, જ્યારે બિઝનેસ ટાયકૂન સિંગલ રહ્યા હતા.
સિમી ગરેવાલ & રતન ટાટા (Simi Garewal Ratan Tata)
સિમી ગ્રેવાલ (Simi Garewal) ને તેના પાડોશી, ઈંગ્લેન્ડમાં જામનગરના મહારાજા શત્રુસલ્ય સિંહજી સાથે ઊંડો પ્રેમ સંબંધ હતો. સિમીએ મન્સૂર અલી ખાન પટૌડીને પણ ડેટ કર્યા હતા, પરંતુ બાદમાં તેણે શર્મિલા ટાગોર સાથે લગ્ન કર્યા હતા. એવું માનવામાં આવે છે કે તે પછી તેણે ઉદ્યોગપતિ રતન ટાટાને ડેટ કરવાનું શરૂ કર્યું અને બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.
સિમીએ અગાઉના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેનો અને રતનનો સંબંધ ઘણો જૂનો છે. તેણે રતનને ‘પરફેક્ટ જેન્ટલમેન’ કહ્યા અને કહ્યું, ‘તે પરફેક્ટ છે, તે ખુબજ રમૂજ સ્વભાવના છે, તે નમ્ર અને પરફેક્ટ જેન્ટલમેન છે. પૈસો ક્યારેય તેનું ચાલકબળ નહોતું.
આ પણ વાંચો : રતન ટાટા બાદ કોણ સંભાળશે TATA Group? કોના હાથમાં આવી શકે અબજોના સામ્રાજ્ય
એવું કહેવાય છે કે રતન અને સિમી વચ્ચે કમિટેડ રિલેશનશિપ હતા, પરંતુ દુઃખની વાત એ છે કે પરંતુ અમુક કારણોસર લગ્ન થઇ શક્યા નથી. તેઓએ લગ્ન કરવાની યોજના બનાવી પરંતુ નસીબ તેમના પક્ષમાં ન હતું. આખરે, સિમીએ ચુન્નામલ કુળના દિલ્હીમાં જન્મેલા કુલીન રવિ મોહન સાથે લગ્ન કર્યા હતા. જોકે, તેઓ 1979માં અલગ થઈ ગયા હતા.
રતન ટાટાને સિમી ગરેવાલની શ્રદ્ધાંજલિ
ગુરુવારે સવારે એકટ્રેસે તેના ટ્વીટર પર સ્વર્ગસ્થ રતન ટાટા અને સિમી ગરેવાલ સાથેના તેના શો રેન્ડેઝવસ પરના તેમના લુકનો ફોટો કોલાજ પોસ્ટ કર્યો . તેની સાથે, તે લખે છે, “તેઓ કહે છે કે તમે જતા રહ્યા છો. તમારી ખોટ સહન કરવી બહુ અઘરી છે..ખૂબ અઘરી.. વિદાય મારા મિત્ર.. #RatanTata.”
સિમી ગ્રેવાલે વિશે જણાવીએ તો તે કર્ઝ, સાથી, મેરા નામ જોકર, દો બદન અને અન્ય ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે સત્યજીત રે દ્વારા નિર્દેશિત અરન્યેર દિન રાત્રીમાં પણ કામ કર્યું હતું. સિમી ગરેવાલ સાથે તેના લોકપ્રિય ટોક શો રેન્ડેઝવસમાં સ્ટાર મહેમાનો આવતા હતા.





