90ના દશકની સૌથી સુંદર હિરોઇનોમાંથી એક બોલીવુડની મસ્ત ગર્લ રવીના ટંડનને તાજેતરમાં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. જેને પગલે એક્ટ્રેસ પર શુભેચ્છાઓનો વરસાદ થઇ રહ્યો છે. તો બીજી તરફ કેટલાક લોકો સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે. જેને અભિનેત્રીએ જડબાતોડ જવાબ આપ્યો છે. પોતાના એક ઈન્ટરવ્યુમાં રવીના ટંડને તેમના પર નિશાન સાધતા લોકોને જવાબ આપ્યો છે.
‘એક્ટ્રેસના કેટલાય કલાકોના કામથી અજાણ’
તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં એક્ટ્રેસે કહ્યું કે, ‘જે લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે તેઓ એક્ટ્રેસના કેટલાય કલાકોના કામથી અજાણ છે. તે લોકોનો પોતાનો અલગ એજન્ડા છે જેને તે મહત્વ નથી આપવા માંગતી. એવા કેટલાક લોકોની કોમેન્ટસ જેના 20 ફોલોઅર્સ છે તે લોકોએ મારા કામ અજાણ છે’.
ગ્લેમર પર ફોકસ: રવીના ટંડન
આ સાથે રવિના ટંડને કહ્યું કે, ‘જે લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે તેઓ માત્ર ગ્લેમર પર ફોકસ કરે છે. તેમના હાર્ડવર્કને જોયા વિના. તેઓ કલાકારોની મહેનત અને તેમના ઘણા કલાકોના કામને નથી જોતા’.
રવિના ટંડન આ ફિલ્મમાં જોવા મળશે
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રવિના ટંડન હવે સંજય દત્તની રોમેન્ટિક કોમેડી Ghudchadiમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે પાર્થ સમથાન અને ખુશાલી કુમાર પણ સ્ક્રીન શેર કરશે.