Richa Chadha : રિચા ચઢ્ઢા બનશે ‘માતા’, આવી પોસ્ટ શેર કરી આપી ગુડ ન્યુઝ

Richa Chadha : રિચા ચઢ્ઢા (Richa Chadha) અને અલી ફઝલ (Ali Fazal) વર્ષ 2020 માં પેંડેમીક દરમિયાન લગ્ન કર્યા હતા, પરંતુ તે સમયે જાહેર જાહેરાત કરી ન હતી. બાદમાં તેઓએ વર્ષ 2022 માં તેમના મિત્રો અને પરિવાર સાથે તેમના યુનિયનની ઉજવણી કરી હતી.

Written by shivani chauhan
February 09, 2024 13:18 IST
Richa Chadha : રિચા ચઢ્ઢા બનશે ‘માતા’, આવી પોસ્ટ શેર કરી આપી ગુડ ન્યુઝ
Richa Chadha Pregnant Ali Fazal રિચા ચઢ્ઢા પ્રેગ્નન્ટ અલી ફઝલ

Richa Chadha : કપલ રિચા ચઢ્ઢા (Richa Chadha) અને અલી ફઝલ (Ali Fazal) જે તાજતેરમાં સોશિયલ મીડિયા પર ગુડ ન્યુઝ શેર કર્યા છે , આ કપલએ વર્ષ 2020 માં લગ્ન કર્યા છે, અભિનેત્રી રિચા ચઢ્ઢાએ પ્રેગ્નેન્સીની જાહેરાત કરી છે. આ દંપતીએ ‘1+1=3’ વાળી પોસ્ટ શેર કરી અને કૅપ્શનમાં લખ્યું, “એક નાનકડા ધબકારા એ આપણી દુનિયાનો સૌથી મોટો અવાજ છે 🥰”

Richa Chadha Pregnant Ali Fazal baby gujarati news
Richa Chadha Pregnant Ali Fazal રિચા ચઢ્ઢા પ્રેગ્નન્ટ અલી ફઝલ

પોસ્ટના કમેન્ટ થોડાજ ટાઈમમાં અભિનંદનના મેસેજથી છલકાઈ ગયો. શ્વેતા બાસુ પ્રસાદ, શ્રિયા પિલગાંવકર, હર્ષિતા ગૌર, કરિશ્મા તન્ના અને સૈયામી ખેર સહિત અન્ય લોકોએ દંપતીને અભિનંદન પાઠવ્યા હતા. દિયા મિર્ઝાએ શેર કર્યું, “હું તમને ત્રણને પ્રેમ કરું છું ❤❤❤”

આ પણ વાંચો: Teri Baaton Mein Aisa Uljha Jiya Review : શાહિદ અને કૃતિની ‘તેરી બાતોં મેં ઐસા ઉલઝા જીયા’ સાય-ફાઇ અને રોમાન્સનું કોમ્બિનેશન

રિચા ચઢ્ઢાએ આપી ગુડ ન્યુઝ

રિચા અને અલીએ વર્ષ 2020 માં પેંડેમીક દરમિયાન લગ્ન કર્યા હતા, પરંતુ તે સમયે જાહેર જાહેરાત કરી ન હતી. બાદમાં તેઓએ વર્ષ 2022 માં તેમના મિત્રો અને પરિવાર સાથે તેમના યુનિયનની ઉજવણી કરી હતી. આ કપલ અલગ-અલગ ધર્મોમાંથી છે અને સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ તેમના લગ્નની નોંધણી કરાવી હતી. ન્યૂઝ18 સાથેની અગાઉની ચેટમાં રિચાએ તેમના લગ્નને “પીસફુલ” ગણાવ્યા હતા.

તેઓ પહેલીવાર તેમની ફિલ્મ ફુકરેના સેટ પર મળ્યા હતા. સાયરસ બ્રોચા સાથેની અગાઉની ચેટમાં, અલીએ કહ્યું હતું કે તેણે શરૂઆતના દિવસોમાં રિચાને પ્રભાવિત કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો. તેણે શેર કર્યું કે, “મને યાદ છે કે અમે ફુકરે માટે વાંચતા હતા અને મને ખબર નથી કે હું શા માટે ગયો અને તેની બાજુમાં બેઠો અને તે મૂર્ખ હતી. હું તેમની ચર્ચાનો ભાગ બનવા માંગતો હતો, પછી અમે ઘણી વાતો કરવા લાગ્યા. અમારો વાસ્તવમાં બોન્ડ ઘણો સારો છે.”

આ પણ વાંચો: Article 370 : આર્ટિકલ 370 પોલિટિકલ ફિલ્મ શું કાશ્મીર ફાઇલ્સ જેવી? યામી ગૌતમ ફિલ્મમાં ઇન્ટેલિજન્સ ઓફિસર બની

રિચા અને અલી ટૂંક સમયમાં તેમના લગ્ન વિશેની એક ડોક્યુમેન્ટ્રીમાં જોવા મળશે, જેનું નામ ‘RiAlity’ છે. તેમના લગ્નની દસ્તાવેજી વિશેના નિવેદનમાં, અલીએ કહ્યું, “RiAlity એ હકીકતનો પુરાવો છે કે પ્રેમ હંમેશા સંપૂર્ણ નથી હોતો, પરંતુ તે હંમેશા પૂરતો હોય છે. પ્રેમ ગહન છે, તે અવ્યવસ્થિત છે. RiAlity માં અમારી સફરની ઘણી સારી વાતો છે.”

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ