Rihanna With Orry In Ambani Radhika Wedding : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં બોલીવુડથી લઇ બોલીવુડ સેલિબ્રેટીનો મેળાવડો લાગ્યો હતો. આ હાઇફાઇ ઇવેન્ટના એક પછી એક ફોટો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. સસ્પેન્સ સેલિબ્રિટી ગણાતા ઓરી એટલે કે ઓરહાન અવત્રામણી એ રીહાન્ના સાથેની કેટલીક તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.
રીહાન્ના એ ઓરી પાસેથી લઇ લીધી આ ચીજ
અનંત – રાધિકાના વેડિંગ સેલિબ્રેશનમાં હોલીવુડ સિંગર રીહાન્ના એ જબરદસ્ત પર્ફોર્મન્સ આપી લાઇમલાઇટ લૂંટી લીધી હતી. આ ઇવેન્ટમાં રીહાન્નાને ઓરીના એક વસ્તુ એટલી બધી ગમી ગઇ કે, તેણે તે લઇ લીધી. વાત એમ છે કે, ઓરી ખૂબ જ સ્ટાઇલિશ ક્રિસ્ટલ ઇયરિંગ્સ પહેરી અનંત- રાધિકાની પાર્ટીમાં પહોંચ્યો હતો. રિહાન્નાને આ ઇયરિંગ્સ એટલી ગમી કે તેણે ઓરી પાસેથી લઇ લીધી.
ઓરીએ કેટલાક વીડિયો પણ શેર કર્યા છે. એક વીડિયોમાં ઓરી રિહાન્નાને ઈયરિંગ્સ આપતો દેખાય મળે છે અને રીહાન્ના કહે છે કે આ તેને ગમી ગઇ છે. એક વીડિયોમાં રીહાન્ના અનંત અને રાધિકાની વચ્ચે ઉભી છે અને રાધિકાને પ્રેમથી ગળે લગાવતી જોવા મળે છે. એક તસવીરમાં રીહાન્ના રાધિકા મર્ચન્ટ અને અંબાણીની મોટી વહુ શ્લોકા અને ઈશા અંબાણી સાથે જોવા મળે છે.
આ અગાઉ ઓરીએ પોતાના સ્ટાઈલીસ લુકની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી, જેમાં તેણે તે ક્રિસ્ટલ ઈયરિંગ્સ પહેર્યા છે તે રીહાન્ના એ લઇ લીધા છે.
આ પણ વાંચો | શાહરૂખ ખાને અનંત રાધિકાની પ્રી-વેડિંગ પાર્ટીમાં જય શ્રી રામ સાથે મહેમાનોનું સ્વાગત કર્યું, વીડિયો જુઓ
તમને જણાવી દઈએ કે, મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન ગુજરાતના જામનગરમાં યોજાયું હતુ. આ ત્રણ દિવસીય ઇવેન્ટની શરૂઆત અન્ન સેવાથી થઈ હતી. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ જુલાઈમાં લગ્ન કરશે.





