પાણી વેચવાથી લઇને હોટેલમાં કામ કર્યું, આજે છે સાઉથનો સુપરસ્ટાર

Rishab Shetty : કાંતારા જેવી ઓછા બજેટની ફિલ્મ બનાવી સિનેમાજગતમાં ખલબલી મચાવનાર રિષભ શેટ્ટીએ બહુ સંઘર્ષ કર્યો છે. આજે આ અહેવાલમાં રિષભ શેટ્ટીના જીવનની દિલચસ્પ કહાની પર એક નજર કરો.

Rishab Shetty : કાંતારા જેવી ઓછા બજેટની ફિલ્મ બનાવી સિનેમાજગતમાં ખલબલી મચાવનાર રિષભ શેટ્ટીએ બહુ સંઘર્ષ કર્યો છે. આજે આ અહેવાલમાં રિષભ શેટ્ટીના જીવનની દિલચસ્પ કહાની પર એક નજર કરો.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Rishab Shetty | Rishab Shetty Bio | Rishab Shetty Hit Movies | Kantara 2 release date | kantara 2

Rishavb Shetty : રિષભ શેટ્ટીએ પાણીના ડબ્બા વેચવાથી લઇને હોટેલમાં કામ કર્યું, આજે છે સાઉથનો સુપરસ્ટાર

Rishab Shetty : સોશિયલ મીડિયા પર એક બાળકની તસવીર વાયરલ થઇ રહી છે, જેમાં તેને ઓળખવો ખૂબ જ મુશ્કેલ બની રહ્યો છે. આ બાળક ફોક ડાન્સ કરી રહ્યો છે. આજે તે સાઉથ સિનેમાનો સુપરસ્ટાર છે. તેણે પોતાની એક ફિલ્મથી સિનેમા જગતમાં તહેલકો મચાવી દીધો હતો. વિશ્વભરમાં તેની ફિલ્મનો ડંકો વાગ્યો હતો. તે ફિલ્મ બીજી કાંતારા હતી.

Advertisment

કર્ણાટકના રિષભ શેટ્ટીનો જન્મ 7 જુલાઇ 1983ના રોજ થયો હતો. રિષભ શેટ્ટી માત્ર અભિનય માટે જ નહીં પરંતુ લેખન અને દિગ્દર્શન માટે પણ જાણીતા છે. તેઓ ભારતીય સિનેમામાં ખૂબ જ પ્રખ્યાત છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી તસવીર અભિનેતા-દિગ્દર્શક રિષભ શેટ્ટીની છે. રિષભ શેટ્ટીને બાળપણની તસવીરમાં ઓળખવો ખૂબ જ મુશ્કેલ બની છે. વિશ્વભરમાં ફિલ્મ 'કાંતારા'થી ખલભલી મચાવનારા રિષભ શેટ્ટીએ તેની ખાસ સ્ટાઈલથી લોકોને દિવાના બનાવી દીધા હતા.

રિષભ શેટ્ટીની સંઘર્ષ કહાની

રિષભ શેટ્ટીએ કર્ણાટકના ઉડુપી જિલ્લાના કુંડાપુરામાંથી પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. તેમણે તેમના કોલેજકાળ દરમિયાન કુંડાપુરામાં યક્ષગાન નાટક ભજવીને તેમની થિયેટર કારકિર્દીની શરૂઆત કરી હતી. રિષભે પાણીના ડબ્બા વેચવા, રિયલ એસ્ટેટ અને હોટલમાં કામ કરવા જેવી ઘણી નોકરીઓ કર્યું હતુ.

Advertisment

ઉલ્લેખનીય છે કે, રિષભે બેંગલુરુમાં ફિલ્મ નિર્દેશનમાં ડિપ્લોમા કર્યું છે. તેણે ઈન્ડસ્ટ્રીમાં ક્લેપ બોય, સ્પોટ બોય અને આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું છે. જ્યારે તે છઠ્ઠા ધોરણમાં હતો, ત્યારે તેને કર્ણાટકનું નૃત્ય સ્વરૂપ યક્ષગાન ગમવા લાગ્યું. આ માટે તેણે તાલીમ પણ લીધી હતી.

'કંતારા'ની સિક્વલ ક્યારે આવશે

રિષભ શેટ્ટીના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે ટૂંક સમયમાં તેની ફિલ્મ 'કાંતારા' ની સિક્વલ સાથે ફરી ધૂમ મચાવશે. દર્શકો તેની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આમાં લોકનૃત્યોનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે. પહેલો ભાગ સુપરહિટ થયા પછી 'કંતારા ચેપ્ટર.' પ્રિક્વલની પણ જાહેરાત કરવામાં આવી હતી, જે ટૂંક સમયમાં રિલીઝ થશે.

https://www.instagram.com/p/C5XgDwxy-28/

ઉલ્લેખનીય છે કે, રિષભ શેટ્ટીની કન્નડ ફિલ્મ 'કાંતારા'એ બોક્સ ઓફિસ ગજવી મૂકી હતી. કન્નડમાં માત્ર 18 કરોડમાં બનેલી 'કાંતારા' એ વર્લ્ડવાઇડ 400 કરોડથી વધુની કમાણી કરી છે. આ વચ્ચે 'કાંતારા'ના ફેન્સ માટે એક સારા સમાચાર છે. 'કાંતારા'ના પ્રોડ્યુસર વિજય કિરાંગદુરે પુષ્ટિ કરી છે કે ' 'કાંતારા'ની પ્રિક્વલનું શૂટિંગ જૂન 2023થી શરૂ થશે.

રિષભ શેટ્ટી 'કાંતારા' 2 ની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે, જેના માટે તેઓ કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં રિસર્ચ પણ કરી રહ્યા છે. વિજયે જણાવ્યું હતું કે, અમે આ ફિલ્મને 2024માં રિલીઝ કરવાનું વિચારી રહ્યા છીએ.

'કાંતારા-2'ની કહાની સિક્વલ બનવાને બદલે પ્રિક્વલ હશે. ફિલ્મની વાર્તામાં રાજા, ગ્રામજનો અને તેમના દેવતા દૈવ વચ્ચેના સંબંધ પર આધારિત હશે. ફિલ્મના પહેલા ભાગમાં બતાવવામાં આવ્યું હતું કે, રાજા દૈવાને વચન આપે છે કે તે ગામલોકોને જમીન આપશે આ સાથે જ તેમની રક્ષા પણ કરશે, પરંતુ એવું થતું નથી.

આ પણ વાંચો : Movies Shooting In Gujarat : આ સુપરહિટ ફિલ્મોનું શૂટિંગ ગુજરાતમાં થયું હતુ, જુઓ યાદી

કાંતારા'ની સફળતા જોઈને મેકર્સે કંતારા 2નું બજેટ વધાર્યું છે. ફિલ્મના નરેશન અને સિનેમેટોગ્રાફીમાં પણ સુધારો કરવામાં આવશે.

celebrities મનોરંજન ન્યૂઝ