Rituraj Singh Passed Away : અનુપમા એક્ટર ઋતુરાજ સિંહનું 59 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન

Rituraj Singh Passed Away : ઋતુરાજ સિંહએ ટેલિવિઝન શોમાં વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવી હતી જેમાં બનેગી અપની બાત, જ્યોતિ, હિટલર દીદી, શપથ, વોરિયર હાઇ, આહત, અદાલત, દિયા ઔર બાતી હમ, લાડો 2 અને વધુનો સમાવેશ થાય છે.

Rituraj Singh Passed Away : ઋતુરાજ સિંહએ ટેલિવિઝન શોમાં વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવી હતી જેમાં બનેગી અપની બાત, જ્યોતિ, હિટલર દીદી, શપથ, વોરિયર હાઇ, આહત, અદાલત, દિયા ઔર બાતી હમ, લાડો 2 અને વધુનો સમાવેશ થાય છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Rituraj Singh passes away celebrity update gujarati news

Rituraj Singh passes away celebrity update gujarati news : ઋતુરાજ સિંહનું નિધન, સેલિબ્રિટી અપડેટ ગુજરાતી ન્યુઝ

Rituraj Singh Passed Away : લોકપ્રિય ટેલિવિઝન અભિનેતા ઋતુરાજ સિંહ (Rituraj Singh) કે જેઓ તાજેતરમાં અનુપમામાં અનુજના બાયોલોજીકલ પિતા અને કેફેના માલિકની ભૂમિકા ભજવતા જોવા મળ્યા હતા તે ગઈકાલે રાત્રે કાર્ડિયાક અરેસ્ટને કારણે મૃત્યુ પામ્યા હતા. અભિનેતાનું માત્ર 59 વર્ષની વયે અવસાન થયું છે અને તેના સ્વાદુપિંડને લગતી સમસ્યાઓનો સામનો કરી રહ્યો હતો. તેમના નિધનના સમાચાર તેમના ચાહકો અને અનુયાયીઓ માટે આઘાત સમાન છે. ઋતુરાજ સ્વાદુપિંડની કોઈ બિમારીથી પીડિત હતા અને હોસ્પિટલમાં દાખલ હતા.

Advertisment
ruturaj singh, bollywood news, today breaking news, google news
એક્ટર ઋતુરાજ સિંહની ફાઇલ તસવીર

આ પણ વાંચો: Samantha Ruth Prabhu : સમન્થા રુથ પ્રભુએ તેના હેલ્થ પોડકાસ્ટમાં કહ્યું ‘નાગા ચૈતન્યથી અલગ થઇ તે..

નેટીઝન્સ અને તેમના નજીકના મિત્રોએ ઋતુરાજ સિંહ આકસ્મિક નિધન (Rituraj Singh passed Away) પર શોક વ્યક્ત કરી રહ્યા છે અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. ઋતુરાજના નજીકના મિત્ર અમિત બહેલે આ સમાચારની પુષ્ટિ કરી છે અને તેમના નિધન પર શોક પણ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે ઋતુરાજને સ્વાદુપિંડની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને ઘરે પરત ફર્યા ત્યારે તેમને હૃદય સંબંધી કેટલીક તકલીફો હતી.

આ પણ વાંચો: Rakul Preet Singh Wedding : રકુલ પ્રીત સિંહ જેકી ભગનાનીના લગ્નના ફંકશન ગોવામાં શરૂ, તસવીરો વાયરલ

Advertisment

ઋતુરાજ સિંહએ આટલી ફિલ્મો અને ટીવી શોમાં કામ કર્યું

ઋતુરાજ સિંહએ ટેલિવિઝન શોમાં વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવી હતી જેમાં બનેગી અપની બાત, જ્યોતિ, હિટલર દીદી, શપથ, વોરિયર હાઇ, આહત, અદાલત, દિયા ઔર બાતી હમ, લાડો 2 અને વધુનો સમાવેશ થાય છે. તે રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાના શો અનુપમામાં જોવા મળ્યો હતો. તે આશિકી, મેરી આવાઝ હી પહેચાન હૈ, તડપ, બદ્રીનાથ કી દુલ્હનિયા, સત્યમેવ જયતે જેવી અન્ય ફિલ્મોનો પણ ભાગ હતા.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ