Rocking Star Yash Toxic Tailor Release: કેજીએફની બ્લોકબસ્ટર સફળતા બાદ હવે સ્ટાર યશે તેમની અપકમિંગ મૂવી ‘ટોક્સિક’નું ટીઝર રિલીઝ કર્યુ છે. કન્નડ ફિલ્મના રોકિંગ સ્ટાર યશે નવી ફિલ્મ ટોક્સિકનું ટીઝર રિલીઝ કરવાની સાથે ફિલ્મ ક્યારે રિલીઝ થશે તેની પણ સત્તાવાર ઘોષણા કરી દીધી છે. ગેંગસ્ટર બનેલા સ્ટાર યશ નવી ફિલ્મમાં પડદા પર ટોક્સિકના રૂપમાં દેખાશે.
કેવીએન પ્રોડક્શનને ટોક્સિકનું ટીઝર રિલીઝ કર્યું (KVN Productions Toxic Tailor Release)
કન્નડ સ્ટાર યશની અપકમિંગ ફિલ્મ ટોક્સિકનું નિર્માણ કેવીએન પ્રોડક્શને કર્યું છે. કેવીએન પ્રોડક્શને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ટોક્સિક ફિલ્મનું એક નાનું ટીઝર રિલીઝ કરીને ધમાલ મચાવી દીધી છે. ટોક્સિકનું ટીઝર જોઇને જ સ્ટાર યશના ફ્રેન્સ એક્સાઇડેટ થઇ ગયા છે.
સ્ટાર યશની નવી ફિલ્મનું નામ છે – ‘ટોક્સિક – અ ફેરી ટેલ ગ્રોન અપ’. તેની અપકમિંગ ફિલ્મના સત્તાવાર ટાઇટલની ઘોષણા સાથે, ફિલ્મનું એક નાનું ટીઝર પણ શેર કર્યું. આ ટીઝરમાં તેના મોંમાં સિગાર છે અને તેના માથા પર ટોપી છે. આ નાની ઝલક જોઈને એવું અનુમાન લગાવવું ખોટું નહીં હોય કે કેજીએફ પછી યશ ફરી એકવાર તેના દર્શકોને ડેશિંગ સ્ટાઈલમાં સંપૂર્ણ એક્શન બતાવતો જોવા મળશે.
ટોક્સિકના ટીઝર સાથે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી (Rocking Star Yash Toxic Release Date)
સ્ટાર યશની નવી ફિલ્મ ટોક્સિકનું ટીઝર રિલીઝ કરવાની સાથે આ ફિલ્મ સિનેમા ઘરોમાં ક્યારે રિલીઝ થશે તેની પણ પણ સત્તાવાર ઘોષણા કરી દીધી છે. ટોક્સિક ફિલ્મ 10 એપ્રિલ, 2025માં રિલીઝ થશે. સાઉત સ્ટાર સાઈ પલ્લવી આ ફિલ્મમાં યશ સાથે જોડી જમાવશે. આ ફિલ્મમાં અન્ય ક્યા ક્યા કલાકાર છે તે વિશે વધારે ખુલાસો કરવામાં આવ્યો નથી.
કન્નડ ફિલ્મના આ રોકિંગ સ્ટાર યશની અપકમિંગ મૂવીના ટીઝરને જોઇન જ ઘણા રોમાચિંત થયા છે અને ફિલ્મ રિલીઝ થવાની રાહ જોઇ રહ્યા છે. સ્ટાર યશની ટોક્સિક ફિલ્મનું ટેલર રિલીઝ થવાની સાથે જ વાયરલ થયું છે. ચાહકો યશની આગામી ફિલ્મના ટાઈટલ અને ફર્સ્ટ લુકની પ્રશંસા કરી રહ્યા છે. એક ચાહકે લખ્યું – ફિલ્મ ઈતિહાસ રચવા જઈ રહી છે, 2025માં થવાની છે ધમાલ. તો એક યુઝર લખે છે – હિંસાનું બીજું નામ છે ટોક્સિક. કેટલાકે પહેલાથી જ તેને માસ્ટરપીસ કહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મની વાર્તા ડ્રગ્સ માફિયા પર આધારિત હશે.





