/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/Rocky-Aur-Rani-Ki-Prem-Kahani-Box-Office-Day-1-Collection-.jpg)
રોકી ઔર રાની કી પ્રેમ કહાની બોક્સ ઓફિસ ડે 1 કલેક્શન
કરણ જોહર રોકી ઔર રાની કી પ્રેમ કહાની ગઈ કાલે શુક્રવારે થિયેટરમાં રિલીઝ થઇ, મુવીમાં આલિયા ભટ્ટ-રણવીર સિંહ લીડ રોલમાં છે. જોકે ફિલ્મના નિર્માતાઓએ 'બાર્બેનહાઇમર' અથડામણના બરાબર એક અઠવાડિયા પછી તેનું પ્રીમિયર કરીને એક સાહસિક પગલું ભર્યું હતું, એવું લાગે છે કે KJo (કરણ જોહર) મૂવી ભારતમાં ગ્રેટા ગેર્વિગની બાર્બીનીના ઘટતા બઝને કારણે બેનીફીટ મળી શકે છે, હાલમાં, એકમાત્ર હરીફ ક્રિસ્ટોફર નોલાનનો ઓપેનહેઇમર છે .
ઈન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના પ્રારંભિક અંદાજ મુજબ, રોકી ઔર રાની કી પ્રેમ કહાનીએ શુક્રવારે ભારતીય થિયેટરોમાં 11.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. પરિણામ સરેરાશ કરતાં ઓછું છે કારણ કે નોલાનની ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર ₹ 14.5 કરોડની કમાણી કરી હતી. જ્યાં સુધી 2023 ની હિન્દી ફિલ્મોના ઓપનિંગ ડે કલેક્શનનો સંબંધ છે, કરણ જોહરની ફિલ્મ વર્ષની પાંચમી સૌથી વધુ ઓપનર છે. બોલિવૂડ હંગામા મુજબ ટોચના ચાર સ્થાનો પર પઠાણ (₹ 57 કરોડ), આદિપુરુષ (₹ 36 કરોડ), કિસી કા ભાઇ કિસી કી જાન (₹ 15.81 કરોડ) અને તુ જૂઠી મેં મક્કા (₹ 15.73 કરોડ) છે.
આ પણ વાંચો: કરોડો યુઝર્સને ઝટકો! Netflix ના રસ્તે Disney+ Hotstar, કરી શકે છે આવો નિર્ણય
ફિલ્મની શરૂઆત સવારના શો દરમિયાન હિન્દી માર્કેટમાં 12% ઓક્યુપન્સી સાથે થઈ હતી, પરંતુ તે સમગ્ર દિવસ દરમિયાન ટકાવારીમાં સતત વધારો અનુભવે છે, જે બપોરના શો માટે 15.80%, સાંજના શૉ માટે 20.18% અને રાત્રિના શૉ માટે પ્રભાવશાળી 36.85% સુધી પહોંચી હતી.
આ પણ વાંચો: તે મને કબ્રસ્તાનમાં લઇ જતો હતો અને ત્યાં…અભિનેત્રી નરગિસ ફાખરી એપાર્ટમેન્ટ છોડીને ભાગી હતી
ધ ઇન્ડિયન એક્સપ્રેસ' શુભ્રા ગુપ્તાએ ફિલ્મ રીવ્યુમાં ઉલ્લેખ કર્યો છે કે આ ફિલ્મમાં " સેટ, ડાન્સ અને ઘણી બધી લાગણીઓ છે, પરંતુ ઓછી ઓરિજલીટી છે."
આલિયા ભટ્ટ અને રણવીર સિંહ ઉપરાંત , ફિલ્મમાં ધર્મેન્દ્ર , જયા બચ્ચન, શબાના આઝમી, આમિર બશીર, તોતા રોય ચૌધરી, ચુર્ની ગાંગુલી, ક્ષિતિ જોગ અને અંજલિ આનંદ મુખ્ય ભૂમિકામાં છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us