Rocky aur Rani Ki Prem Kahani Movie : પ્રચલિત ડાયરેક્ટર કરણ જોહર સાત વર્ષ પછી હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય થયો છે. કરણ જોહર એવી ફિલ્મ લઇને આવ્યો છે જેમાં આલિયા ભટ્ટ, રણવીર સિંહ ધર્મેન્દ્ર, શબાના સહિત જયા બચ્ચન સામેલ છે. મહત્વનું છે કે, ફિલ્મમાં એક સાથે આટલી શાનદાર સ્ટારકાસ્ટ હોય તો તેની પાસેથી અપેક્ષા વધી જાય છે. ફિલ્મની કહાની એવા યુવક-યુવતીની વાર્તા છે જે બંને એકબીજાથી ખૂબ અલગ છે. આ વાર્તા રોકી રંધાવા (રણવીર સિંહ) અને રાની ચેટર્જી (આલિયા ભટ્ટ)ની છે. રોકી ઔર રાની કી પ્રેમ કહાની આજે 28 જુલાઇના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. હવે દર્શકોની પ્રતિક્રિયા સામે આવી રહી છે. ત્યારે આવો જાણીએ આ ફિલ્મ દર્શકોને પસંદ આવી કે નહીં?
શુભા ગુપ્તાએ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીને 2 સ્ટાર આપી રિવ્યૂમાં લખ્યું કે, મારે આ ફિલ્મ જોયા પછી મુંઝવણમાં છું એ સ્વીકારવું જોઇએ. આ સાથે શુભ્રા ગુપ્તાએ કહ્યું કે, શું મારે કરણ જોહરની આ ફિલ્મથી મોં ફેરવી લેવું જોઇએ. કારણ કે આ ફિલ્મ જોરદાર મેલોડ્રામાટિક છે, જેમ પહેલા હિંદી પારિવારિક નાટક થતા હતા.જો કે શુભ્રા ગુપ્તાએ રણવીર સિંહ અંગે કહ્યું કે, તેની ઉર્જીને ક્ચારેય નકારી શકાઇ નહીં, પરંતુ તેમનો આ પ્રકારનો જલવો અગાઉ પણ જોવા મળ્યો છે.
રોકી ઔર રાની પ્રેમ કહાનીની કહાની અંગે વાત કરીએ તો રોકી (રણવીર સિંહ) શહેરના સૌથી જાણીતા મીઠાઈવાળાનો દીકરો છે. ચળકતા કપડા પહેરતો પંજાબી રોકી પ્રોટીન શેક લઈને બાવડા બનાવવામાં લાગ્યો હોય છે. અંગ્રેજી તેને આવડતું નથી અને જનરલ નોલેજ સાથે તેને કોઇ જાતના લેવા-દેવા નથી. તે સંયુક્ત પરિવારમાં રહે છે. આ ઘરમાં મીઠાઈ બિઝનેસ પર રાજ કરતી તેની કડક સ્વભાવની દાદી ધનલક્ષ્મી (જયા બચ્ચન), દાદીના ઈશારે ચાલતા પિતા તિજોરી (આમિર બશીર), યાદશક્તિ ગુમાવી ચૂકેલા શાયર દાદા (ધર્મેન્દ્ર), પતિને પરમેશ્વર માનતી મમ્મી અને સ્થૂળતાનો શિકાર બહેન રહે છે. બીજી તરફ રાની સુશિક્ષિત બંગાળી પરિવારમાંથી આવે છે. તે પોતે એક ન્યૂઝ એન્કર છે. તેના પિતા (ટોટા રોય ચૌધરી) એક કથક ડાન્સર છે.
રોકી પોતાના દાદ કંવલની ભૂતકાળની લવસ્ટોરીના સંદર્ભે રાની સાથે મુલાકાત કરે છે. ત્યારે રાનીને તે કોઇ અલગ ગ્રહ પરથી આવેલો એલિયન લાગતો હતો. રોકીા અને રાનીને એ વાતની જાણ થાય છે કે, જામીની અને કંવલ એકસમયે એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા. રોકી, રાની અને જામીનીની મદદથી દાદાની ગુમાવેલી યાદશક્તિ પાછી લાવવાના પ્રયાસમાં છે. મુલાકાતોનો સિલસિલો વધતાં રોકી રાનીના પ્રેમમાં પડી જાય છે. પહેલા તો રાનીને લાગે છે કે આ ફક્ત શારીરિક આકર્ષણ છે પરંતુ ધીમે-ધીમે તે પણ રોકીના પ્રેમમાં પડે છે. જોકે, બંનેના પરિવારોમાં આકાશ-પાતાળનો ફરક છે, જેને દૂર કરવા માટે બંને એક પ્લાન બનાવે છે. તેઓ નક્કી કરે છે કે રાની ત્રણ મહિના સુધી રોકીના ઘરે રહેશે અને રોકી રાનીના ઘરે. બંનેને આ પ્લાનની શું અસર થાય છે? એ જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.





