રણવીર સિંહ અને આલિયા ભટ્ટ તેની આગામી ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ને લઇને સતત ચર્ચામાં છે. હાલ ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીનું ટીઝર રિલીઝ કરી દેવાયું છે. આ ફિલ્મ કરણ જોહરના માર્ગદર્શન હેઠળ બની રહી છે. મહત્વનું છે કે, બોલિવૂડના પ્રખ્યાત નિર્દેશક તરીકે કરણ જોહર તેની આગામી ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાની સાથે બોલિવૂડમાં 25 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યો છે. કરણ જોહરે તેની સફર શાહરૂખ ખાનની સુપરહિટ ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’થી દિગ્દર્શક તરીકે કરી હતી.
હવે વાત કરીએ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીના ટીઝરની તો 1 મિનિટ 19 સેકેન્ડના ટીઝરમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટની જોરદાર કેમેસટ્રી જોવા મળી રહી છે. તેમજ રણવીર સિંહ અને આલિયા ભટ્ટ અને રણવીર સિંહને હસીન વાદીઓ અને સુહાના મૌસમ વચ્ચે રોમાંસ કરતા જોઇ શકાય છે. આ સિવાય ટીઝરમાં ભવ્ય સેટ પર જોવા મળી રહ્યું છે. એવું લાગી રહ્યું છે કે, સેટ પાછળ ઘણો ખર્ચ કરવામાં આવ્યો હશે.
રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમા રણવીર સિંહ, આલિયા ભટ્ટ, જયા બચ્ચન, શબાના આઝમી અને ધર્મેન્દ્ર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.આ સાથે જ ટીઝર જોઈને તમને ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ યાદ આવી જશે. જો કે ટીઝરમાં એક પણ શબ્દ કે સંવાદ સંભળાતો નથી પણ અરિજિત દ્વારા ગાવામાં આવેલ એક ગીત સાંભળવા મળે છે. આપને જણાવી દઇએ કે, ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ 28 જુલાઇના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.





