Rohit Sharma: રોહિત શર્મા બીજી વખત પિતા બન્યો, પત્ની રિતિકા રિતિકા સજદેહ પુત્રને જન્મ આપ્યો, ભારતીય કેપ્ટન હવે ઓસ્ટ્રેલિયા જઈ શકે છે!

Rohit Sharma Blessed With Baby Boy: રોહિત શર્માની પત્નિ રિતિકા સહજદે પુત્રને જન્મ આપ્યો છે. પત્નીની ડિલિવરીની ડિલિવરી બાદ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ટેસ્ટ મેચ માટે ઓસ્ટ્રેલિયા જઇ શકે છે.

Rohit Sharma Blessed With Baby Boy: રોહિત શર્માની પત્નિ રિતિકા સહજદે પુત્રને જન્મ આપ્યો છે. પત્નીની ડિલિવરીની ડિલિવરી બાદ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ટેસ્ટ મેચ માટે ઓસ્ટ્રેલિયા જઇ શકે છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Rohit Sharma With Wife Ritika Sajdeh | Rohit Sharma | Ritika Sajdeh

Rohit Sharma Blessed With Baby Boy: રોહિત શર્માની પત્નિ રિતિકા સજદેહે પુત્રને જન્મ આપ્યો છે. (Photo: @rohitsharma45)

Rohit Sharma Ritika Sajdeh Blessed With Baby Boy: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા બીજી વખત પિતા બન્યો છે. રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહે પુત્રને જન્મ આપ્યો છે. રોહિત શર્મા પોતાના બાળકના જન્મને કારણે ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઇન્ડિયા સાથે ઓસ્ટ્રેલિયા નહોતો ગયો, પરંતુ દીકરાના જન્મ બાદ એવી શક્યતા છે કે તે ઓસ્ટ્રેલિયા જઇ શકે છે. એચટીના રિપોર્ટ મુજબ રિતિકાએ શુક્રવારે 15 નવેમ્બરે મુંબઈમાં પોતાના બીજા બાળકને જન્મ આપ્યો હતો.

Advertisment

ક્રિકેટ બોર્ડ તરફથી રોહિત શર્મા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નહતી કારણ કે તે પોતાના બાળકના જન્મની રાહ જોઈ રહ્યો હતો. હવે જ્યારે રોહિત શર્મા પિતા બની ગયો છે, ત્યારે તે આ ટેસ્ટ સિરીઝમાં પ્રથમ મેચથી જ ઓસ્ટ્રેલિયા અને ટી ઈન્ડિયા તરફથી કેપ્ટનશિપ કરવા રવાના થાય તેવી શક્યતા છે.

જો રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા જાય છે તો ભારતના ઓપનિંગની સમસ્યા દૂર થઈ શકે છે, જેને લઈને ટીમ ઈન્ડિયા પરેશાન દેખાઈ રહી હતી. જો કે તે જશે કે નહીં તે અંગે કંઇ સ્પષ્ટ થયું નથી. આમ જોવા જઈએ તો પ્રથમ ટેસ્ટ મેચ 22 નવેમ્બરથી છે, તેથી રોહિત પાસે સમય છે અને તે ચોક્કસપણે ટીમ ઈન્ડિયાના હિતમાં નિર્ણય લેશે.

https://twitter.com/TheViditsharma/status/1857497987133616419

ઓસ્ટ્રેલિયા જતા પહેલા ટીમ ઇન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે કહ્યું હતું કે જો રોહિત શર્મા ઉપલબ્ધ નથી તો તેવામાં કેએલ રાહુલ કે અભિમન્યુ ઇશ્વરન યશસ્વી જયસ્વાલ સાથે ઓપનિંગ કરી શકે છે. આમ જોવા જઈએ તો આ બંને બેટ્સમેને ઓસ્ટ્રેલિયા સામે સારો દેખાવ કરી શક્યા ન હતા, આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા માટે બીજો ઓપનર કોણ હશે તેના પર સવાલો ઉભા થઈ રહ્યા હતા.

Advertisment

તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ પર્થના વાકા સ્ટેડિયમમાં મેચ સિમ્યુલેશન હેઠળ રમી રહી છે. તે દરમિયાન કેએલ રાહુલ યશસ્વી જયસ્વાલ સાથે ઇનિંગ્સની શરૂઆત કરવા આવ્યો હતો. તેણે અમુક ઓવરો સુધી બેટિંગ કરી હતી, પરંતુ ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાના બોલ પર ઈજા થઈ હતી. આ દરમિયાન સારવાર લીધા બાદ રાહુલ મેદાનની બહાર ચાલ્યો ગયો હતો, પરંતુ આ ઈજા ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું નથી.

ક્રિકેટ રોહિત શર્મા સ્પોર્ટ્સ મનોરંજન ન્યૂઝ